scorecardresearch
Premium

Jammu-Kashmir: પૂંછમાં LoC પાસે લેન્ડમાઇન વિસ્ફોટમાં એક જવાન શહીદ, બે ઘાયલ

Jammu-Kashmir: શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં એક સૈનિકનું મોત થયું અને બે અન્ય ઘાયલ થયા છે.

Indian army, Jammu-Kashmir
ભારતીય સેના ફાઇલ ફોટો (Photo- X)

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં એક સૈનિકનું મોત થયું અને બે અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં એક અગ્નિવીર જવાનનું મોત થયું અને બે અન્ય ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોમાં એક JCO છે, જેને લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત સ્થિર છે. વ્હાઇટ નાઇટ કોર્પ્સે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “GOC વ્હાઇટ નાઇટ કોર્પ્સ અને તમામ રેન્ક 7 જાટ રેજિમેન્ટના અગ્નિવીર લલિત કુમારને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે કૃષ્ણા ઘાટી બ્રિગેડના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.” પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભા છીએ.”

Loc પાસે લેન્ડમાઇન બ્લાસ્ટમાં અગ્નિવીર શહીદ

હવેલી તહેસીલ પાસે સલોત્રી ગામમાં વિક્ટર પોસ્ટ પાસે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ આ વિસ્ફોટ થયો હતો. ભારતીય સેનાની 7 જાટ રેજિમેન્ટના નાયબ સૂબેદાર હરિ રામ, હવલદાર રાજેન્દ્ર સિંહ અને અગ્નિવીર લલિત કુમાર અગ્રીમ ચૌકીની પાસે રેગ્યુલર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ જમીનની નીચે દબાયેલ M-16 માઇનના વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા. આ વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થઈ ગયા. જ્યારે હવલદાર ગજેન્દ્ર સિંહ અને સૂબેદાર હરિ રામ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા.

Web Title: Jammu kashmir one soldier martyred two injured in landmine explosion near loc in poonch rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×