scorecardresearch
Premium

રાજનાથ સિંહનો ઉમર અબ્દુલ્લા પર પ્રહાર , કહ્યું – અફઝલ ગુરુને ફાંસી નહીં તો શું માળા પહેરાવી જોઈતી હતી?

Jammu Kashmir Elections 2024 : ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે 2001માં સંસદ હુમલામાં દોષિત અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ સિદ્ધ થયો નથી.

rajnath singh, Jammu Kashmir Elections 2024
ભાજપના નેતા અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. (તસવીર – બીજેપી જમ્મુ કાશ્મીર ટ્વિટર)

Jammu Kashmir Elections 2024 : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન ભાજપના નેતા અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉમર અબ્દુલ્લાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.

રાજનાથ સિંહે કહ્યું કે નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે સંસદ પર હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી ન હતી. તેમને પૂછો કે શું લોકતંત્રના મંદિર પર હુમલો કરવાના માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુને ફાંસી ન આપવામાં આવે તો જાહેરમાં માળા પહેરાવવી જોઇતી હોય. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ કલમ 370ની ફરી લાવવાની વાત કરી રહી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં 40,000 નોકરીઓનું સર્જન થયું છે.

કાશ્મીર ખીણમાં પથ્થરમારાની કોઈ ઘટના બની નથી

રક્ષા મંત્રીએ કહ્યું કે વર્ષ 2022 થી કાશ્મીર ખીણમાં સંગઠિત પથ્થરમારાની એક પણ ઘટના બની નથી. આમ છતાં નેશનલ કોન્ફરન્સ જેવી પાર્ટીઓ કહી રહી છે કે જો સરકાર બનશે તો ફરી 370ની કલમ ફરીથી લાવીશું. આ લોકો ક્યાં લઇ જવા માંગે છે. પહેલા કાશ્મીર ઘાટીમાં ઘણા યુવાનોના હાથમાં રિવોલ્વર અને પિસ્તોલ હતી, પરંતુ હવે તેમના હાથમાં લેપટોપ અને કોમ્પ્યુટર છે. આ એક મોટું પરિવર્તન છે.

આ પણ વાંચો – પેલેસ્ટાઇનને પણ ભારત પાસેથી આશા, કહ્યું- ભારત બંનેનું મિત્ર, નિભાવી શકે છે મધ્યસ્થીની ભૂમિકા

નેશનલ કોન્ફરન્સ અને પીડીપી દ્વારા જમ્મુ-કાશ્મીરને લૂંટવામાં આવ્યું

જમ્મુ-કાશ્મીરને નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ લૂંટ્યું અને તેને ઉધઈની જેમ કોરી ખાધું છે. કોંગ્રેસ હોય, નેશનલ કોન્ફરન્સ હોય કે પીડીપી, તેમના માટે જમ્મુ-કાશ્મીર માત્ર એટીએમ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના લોકોએ ભારતમાં જોડાવું જોઈએ, અમે તેમને અમારા માનીએ છીએ.

ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું હતું

નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઉમર અબ્દુલ્લાના નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે 2001માં સંસદ હુમલામાં દોષિત અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ સિદ્ધ થયો નથી. અબ્દુલ્લાએ કહ્યું કે અફઝલ ગુરુને ફાંસી આપવા સાથે જમ્મુ-કાશ્મીર સરકારનો કોઈ સંબંધ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો અફઝલ ગુરુને ફાંસી આપવા માટે તેની જરૂર પડી હોત તો જમ્મુ-કાશ્મીર સરકારે તેને મંજૂરી આપી ન હોત.

Web Title: Jammu kashmir elections 2024 defence minister rajnath singh on omar abdullah afzal guru statement ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×