Indian Railway News: રેલ યાત્રા દરમિયાન જ્વલનશીલ પદાર્થ સાથે લઈને જવું તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. દિવાળી દરમિયાન ભારતીય રેલવે ખાસ કરીને યાત્રીઓને કેટલીક સલાહો આપે છે. ભારતીય રેવલે અનુસાર, ‘રેલ અધિનિયમની ધારા 164 અંતર્ગત ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થ લઈ જવો દંડનિય છે’. ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન એ સોશિયલ મીડિયા પર જાહેર કરેલ એક વીડિયો સંદેશમાં જ્વલનશિલ પદાર્થ ન લઈ જવાને લઈ કેટલીક જાણકારી આપી છે. જેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે, રેલ યાત્રા દરમિયાન ફટાકડા\સિલિન્ડર\ અથવા કોઈ અન્ય જ્વલનશીલ પદાર્થ લઈ જવું દંડનીય ગુનો છે.
રેલવેના વીડિયો સંદેશમાં શું છે?
ઉત્તર પશ્ચિમ રેલવેએ એક એનિમેટેડ વીડિયો સેદેશ જાહેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનમાં ચઢતા સમયે દેખાય છે અને તેના હાથમાં ફટાકડા છે. એક અન્ય વ્યક્તિ તેને પૂછે છે,’અરે ભાઈ આ ફટાકડા\ જ્વલનશીલ પદાર્થ ક્યાં લઈને જઈ રહ્યા છો?. ટ્રેનમાં ચઢી રહેલો શખ્સ જવાબ આપે છે,’ટ્રેનમાં બીજે ક્યાં?’ શખ્સ તેને પૂછે છે,’પરંતુ શું તમને ખબર નથી ટ્રેનમાં તેને લઈ જવું દંડનીય ગુનો છે અને આ માટે તમને દંડ પણ થઈ શકે છે અથવા જેલ પણ થઈ શકે છે.’
કેટલી સજા થઈ શકે છે? તે પણ જાણી લો
રેલ યાત્રા દરમિયાન જ્વલનશીલ પદાર્થ સાથે લઈને જનાર વ્યક્તિ પર રેલ અધિનિયમની ધારા 164 અંતર્ગત 1000 રૂપિયોનો દંડ અથવા ત્રણ વર્ષ સુધીની સજા, અથવા બંને થઈ શકે છે. ખરેખરમાં રેલવે ટ્રેનમાં કોઈ પણ પ્રકારની ચૂકને સાંખી લેવામાં આવતી નથી, ટ્રેનના દરવાજા અથવા ટયલેટમાં સિગરેટ પીનારા લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવે છે. આ બધુ ટ્રેન યાત્રાને સુરક્ષિત બનાવી રાખવા માટે અને આગ લાગવાની ઘટનાઓથી બચાવી રાખવા માટે કડકપણે કરવામાં આવે છે. જ્વલનશીલ પદાર્થને લઈ જનારા વ્યક્તિને કડકપણે તેનો અમલ કરવા માટે કહેવામાં આવે છે.
ટ્રેનમાં શું ન લઈ જઈ શકાય?
દારૂ-ગોળો અને હથિયાર | ઝેરી અને ખતરનાક રસાયણ |
ડ્રગ્સ અને નશીલા પદાર્થ | ડ્રગ્સ અને નશીલા પદાર્થ |
જાનવર (રજિસ્ટર કર્યા વિના) | મૃત શરીર |
માસ, માછલી | સોનુ, ચાંદી |
દારુ | એલપીજી સિલિન્ડર |
ગેસ સ્ટવ | જમવાનું રાંધવાના વાસણ |
આ સિવાય પણ રેલવે એ પ્રતિબંધિત સામાનની જાણકારી વેબસાઈટ પર શેર કરી છે.