scorecardresearch
Premium

ISRO આગામી વર્ષે લોન્ચ કરશે દુનિયાનું સૌથી શક્તિશાળી સેટેલાઈટ, અમદાવાદના સ્પેસ સેન્ટરની મહત્ત્વની ભૂમિકા

NISAR Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આગામી વર્ષે દુનિયાનું સૌથી શક્તિશાળી સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટને અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

NASA, ISRO, NISAR mission, ઇસરો, નાસા
આ સેટેલાઈટ કુદરતી હોનારતોને લઈ પહેલાથી જ એલર્ટ આપી દેશે. (તસવીર: NASA)

NISAR Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આગામી વર્ષે દુનિયાનું સૌથી શક્તિશાળી સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટને અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. NISAR સેટેલાઈટ દુનિયાનું એક માત્ર એવું સેટેલાઈટ હશે જે દુનિયાના કોઈ પણ વિસ્તારમાં બનનારી હોનારતની જાણકારી આપશે. નાસા અને ઇસરોએ મળીને તેના રડાર એંટીના રિફ્લેકટરને તૈયાર કર્યું છે. જેને બેંગ્લુરૂ પહોંચાડવામાં આવ્યું છે.

શું છે નિસાર મિશન?

નિસાર એક પ્રકારનું ઓબરર્વેશન સેટેલાઈટ છે. આ સેટેલાઈટને દુનિયાના કોઈ પણ વિસ્તારમાં આવનારી પ્રાકૃતિક હોનારત જેમ કે ભૂકંપ, ભૂસ્ખલન, જંગલામાં આગ, વરસાદ, ચક્રવાતી વાવાઝોડુ, હરિકેન, પૂર, વીજળી ત્રાટકવી, જ્વાળામુખીનું ફાટવુ, ટેક્ટોનિક પ્લેટની મૂવમેન્ટ વગેરેની જાણકારી મેળવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સેટેલાઈટ આવી હોનારતોને લઈ પહેલાથી જ એલર્ટ આપી દેશે.

આ મિશન ક્યારે લોન્ટ થશે?

ખુબ જ જલદી સેટેલાઈટના રડાર એંટીના રિફ્લેક્ટરને બેંગલુરૂમાં સ્થિત ઇસરોની એક ફેસિલિટીમાં રડાર સિસ્ટમ સાથે ફરીથી લિંક કરવામાં આવશે. આ સેટેલાઈટને 2025 ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં તેની તારીખ નક્કી કરવામાં આવી નથી. 2025ની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે. નિસાર સેટેલાઇટને 3 થી 5 વર્ષ સુધી કામ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. 2014 માં ISRO અને NASA વચ્ચે એક કરાર બાદ તેનું કામ શરૂ થયુ હતું. આ સેટેલાઈટમાં અલગ-અલગ રડાર લાગેલા છે. જેમાં એક એસ-બેડ રડાર છે જે ISRO એ વિકસિત કર્યું છે અને બીજુ એલ-બેંડ રડાર જેને NASA એ બનાવ્યું છે.

Ahmedabad Space Application Center
ઇસરો 1979 થી અત્યાર સુધીમાં પૃથ્વી માટે ઓબજરવેશન સેટેલાઈટ લોન્ચ કર્યા છે.

સેટેલાઈટના એસ બેન્ડને અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સેટેલાઈટ માટે સ્પેસક્રાફ્ટ બસ અને જીએસએલવી લોન્ટ સિસ્ટમ પણ આપી છે. નાસા એ તેનું સ્પેસક્રાફ્ટ બસ અને એલ-બેંડ સિવાય GPS, ઉચ્ચ કક્ષાવાળા સોલિડ ડેટા રિકોર્ડર અને પેલોડ ડેટા સબસિસ્ટમ જેવા મહત્ત્વપૂર્ણ ઉપકરણ ફિટ કર્યા છે. તમને જણાવી દઈએ કે, ઇસરો 1979 થી અત્યાર સુધીમાં પૃથ્વી માટે ઓબજરવેશન સેટેલાઈટ લોન્ચ કર્યા છે.

પાક-ચીનની બોર્ડર પર પણ રાખશે નજર

નિસાર સેટેલાઈટ ન માત્ર પ્રાકૃતિક આપદાઓ વિશે માહિતી આપશે પરંતુ ચીન અને પાકિસ્તાન સાથે લાગેલી સરહદોની પણ જાણકારી રાખવામાં મદદગાર સાબિત થઇ શકે છે. નિસારનું રડાર 240 કિમી સુધીના ક્ષેત્રફળની સાફ સાફ તસવીરો લઈ શકશે. આ એક સ્થાનની એકવાર તસવીર લેશે તેના ઠીક 12 દિવસ બાદ તેની તસવીર લેશે. જાણકારી અનુસાર, આ પ્રોજેક્ટ પર ઇસરોએ લગભગ 788 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ સેટેલાઈટનું વજન લગભગ 2800 કિલોગ્રામ હશે. તેના એંટીના રિફ્લેક્ટરમાં સોનાની પરત લગાવીને તૈયાર કરવામાં આવ્યું છે.

Web Title: Isro will launch the world most powerful satellite in the year 2025 through nisar mission rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×