scorecardresearch
Premium

ISRO Mission: 15 ઓગસ્ટ પર ઈસરો આપશે દેશને મોટી ભેટ, ખાસ મિશન માટે લોન્ચ કરશે EOS 8 સેટેલાઇટ

ISRO EOS 8 Satellite Launch: ઈસરો ઈઓએસ 8 સેટેલાઈટ ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ પર લોન્ચ કરશે. આ સેટલાઈટ મિશન ભારત સહિત સમગ્ર દુનિયા માટે કુદરતી આફતની ચેતવણી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ISRO | EOS 8 Satellite Mission | ISRO EOS 8 Satellite Mission Launch | ISRO EOS 8 Satellite Launch | ISRO EOS 8 Mission Launch | ISRO Mission
ISRO EOS 8 Satellite Mission Launch: ઈસરો ઈઓએસ 8 સેટેલાઈન 15 ઓગસ્ટ પર લોન્ચ કરશે. (Photo: @isro)

ISRO EOS-8 Satellite Mission Launch: ચંદ્રયાન 3ની સફળતા બાદ ઈસરોના વૈજ્ઞાનિકો સતત નવા નવા અવકાશ મિશન પર કામ કરી રહ્યા છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન મિશનની સફળતા બાદ ઈસરો અંતરિક્ષ સાથે જોડાયેલા તમામ રહસ્યોને ઉકેલવા માટે ઉપગ્રહ લોન્ચ કરી રહ્યું છે. આગામી વર્ષોમાં આવા અનેક સેટેલાઇટ મિશન શરૂ થવાના છે. આ દરમિયાન ઈસરોએ બુધવારે જણાવ્યું છે કે 15 ઓગસ્ટે અંતરિક્ષ એજન્સી દેશને એક મહત્વપૂર્ણ ભેટ આપવા જઈ રહી છે.

ઈસરોએ જણાવ્યું કે તે 15 ઓગસ્ટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈઓએસ-8 સેટેલાઈટ લોન્ચ કરશે. આ સ્પેશ મિશનના ઉદ્દેશ્યમાં દેશ અને વિશ્વભરમાં આપત્તિઓનું નિરીક્ષણ કરવું અને ચેતવણી કરવી શામેલ છે.

ઈસરોએ માહિતી આપી છે કે, ઈઓએસ 8 સેટેલાઈટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી 15 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઓએસ 8 મિશનના મુખ્ય ઉદ્દેશો માઇક્રો સેટેલાઇટની ડિઝાઇન અને પેલોડ ઉપકરણોનું ઉત્પાદન કરવા અને ભવિષ્યના ઉપગ્રહો માટે જરૂરી નવી ટેકનોલોજી સામેલ કરવાનો છે.

ઈસરો Eos 08 સેટેલાઇટ કેટલા વાગે લોન્ચ કરશે

ઇસરોએ જણાવ્યું છે કે, ઇઓએસ 08 માઇક્રોસેટેલાઇટ 15 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 09:17 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ એસએસએલવી વિકાસ પ્રોજેક્ટ હેઠળ આવે છે અને તે ભારતીય ઉદ્યોગ અને ન્યૂઝસ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત એક મિશન છે.

Eos 08 સેટેલાઇટની ખાસિયત

ઇઓએસ-08 ત્રણ પેલોડ વહન કરે છે. ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્ટોમેટ્રી પેલોડ અને સીઆઇસી, યુવી ડોસિમીટર, ઇસરોએ જણાવ્યું છે કે આ સેટેલાઇટ એસએસએલવી-ડી3/આઇબીએલ358 પ્રક્ષેપણ યાન સાથે ઇન્ટરફેસ કરે છે. તેમાં મિડ વેવ આઇ, એમઆઇઆર અને લોંગ વેવ બેન્ડ્સ છે. તેમા EOIR દિવસ અને રાત્રે મધ્ય અને લાંબા તરંગના ઇન્ફ્રારેડ ચિત્રો લેવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.

ઈસરો એ કહ્યું છે કે, આ મિશનનો હેતુ દેશ અને દુનિયાને ડિઝાસ્ટર એલર્ટ આપવાનો છે. તે ડિઝાસ્ટર મોનિટરિંગથી લઈને પર્યાવરણીય મોનિટરિંગ, ફાયર ડિટેક્શન, જ્વાળામુખીની પ્રવૃત્તિ સુધીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે અને ચેતવણી આપશે. આ મિશન દિવસ અને રાત બંને જગ્યાએ કામગીરી કરે તે માટે બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો | ચંદ્રયાન 4 પણ રચશે ઈતિહાસ, ઈસરો આ મિશનથી અંતરિક્ષમાં નવી અજાયબી કરશે, જાણો સંપૂર્ણ પ્લાન

તેમા DOIOR ની મદદ વડે ઇન્ફ્રારેડ ચિત્રોને કેપ્ચર કરવાની ક્ષમતા છે. આ તસવીરોથી દેશ અને દુનિયાની આપત્તિ વિશે માહિતી મળશે. જંગલમાં લાગેલી આગ, જ્વાળામુખી ફાટવા, સમુદ્રની હલચલ, સમુદ્રની સપાટી, હવાનું વિશ્લેષણ જમીનમાં ભેજ અને પુર વિશ ખબર પડશે.

Web Title: Isro eos 8 satellite launch on 15 autust 2024 independence day india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×