scorecardresearch
Premium

અંતરિક્ષમાં ISRO એ ઇતિહાસ રચ્યો, Spadex ની સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો

ISRO launches PSLV C60 : ઈસરોનું આ મિશન ભારતીય સ્પેસ સ્ટેશન (BAS) ના નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. ચંદ્રયાન-4 માટે અવકાશમાં ડોકીંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે

isro spadex mission, isro
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) સોમવારે રાત્રે PSLV રોકેટ દ્વારા પોતાના Spadex મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું (તસવીર – ઇસરો)

ISRO launches PSLV C60 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) સોમવારે રાત્રે 10:00 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV રોકેટ દ્વારા પોતાના Spadex મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું હતું. ISROએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. ભારત Spadex ની લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને આમ કરી ચુક્યા છે.

સ્પેસ સ્ટેશન અને ચંદ્રયાન-4 માટે ખૂબ જ મહત્વપૂર્ણ

ઈસરોનું આ મિશન ભારતીય સ્પેસ સ્ટેશન (BAS) ના નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. ચંદ્રયાન-4 માટે અવકાશમાં ડોકીંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે. ડોકીંગનો અર્થ છે બે જુદા-જુદા ભાગોને અવકાશમાં એકબીજાની નજીક લાવીને જોડાવું. આ ટેક્નોલોજી સ્પેસ સ્ટેશન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પેસ સ્ટેશન ઘણું મોટું છે. આ માટે વિવિધ ઘટકોને અવકાશમાં ઘણા તબક્કામાં પરિવહન કરવામાં આવે છે અને પછી જોડવામાં આવે છે. આ ટેક્નોલોજી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે. તે ચંદ્રયાન-4 પ્રોજેક્ટમાં પણ મદદ કરશે. સ્પેડેક્સ એટલે કે એક જ ઉપગ્રહના બે ભાગ હશે.

શું છે Spadex મિશન?

આ મિશનમાં એક રોકેટથી બે સેટેલાઇટ લોન્ચ કરાયા છે. ત્યાં એક ચેઝર અને અન્ય ટાર્ગેટ હશે. આ બંને રિઝર્વ સુધી પહોંચ્યા પછી કનેક્ટ થઈ જશે. આ પ્રક્રિયાને ડોકીંગ કહેવામાં આવે છે. આ કામ એકદમ જટિલ છે. આ પહેલા આ કામ માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ કરી શકતા હતા. ભારત આમ કરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે.

આ પણ વાંચો –  દુનિયાની 5 ભયાનક વિમાન દૂર્ઘટના

મિશન શા માટે ખાસ છે?

ઈસરોના મતે જ્યારે એક જ મિશનને અનેક તબક્કામાં લોન્ચ કરવામાં આવે ત્યારે આ ટેક્નોલોજી જરૂરી છે. આ ટેક્નોલોજી વિના સ્પેસ સ્ટેશન જેવા મિશનને પૂર્ણ કરવું શક્ય નથી. આ ટેક્નોલોજી માત્ર ત્રણ દેશો પાસે છે. આ મિશનમાં ISROએ 24 અન્ય સેકન્ડરી પેલોડ પણ અવકાશમાં મોકલ્યા છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ડોકીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રયોગ પૃથ્વીથી લગભગ 470 કિલોમીટરના અંતરે થશે.

Web Title: Isro created history launches pslv c60 space docking mission ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×