scorecardresearch
Premium

Chandrayaan 4 ISRO: ઈસરો ના ચંદ્રયાન 4 વિશે મોટા સમાચાર, ચંદ્રયાન 3 કરતા બહુ વજનદાર અને ખાસ હશે પ્રજ્ઞાન રોવર

ISRO Chandrayaan 4 Mission: ઈસરો હવે ચંદ્રયાન 4 માટે તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના વિશેષજ્ઞો જણાવી રહ્યા છે કે ચંદ્રયાન 4 સેટેલાઇટનું કદ ઘણું મોટું હશે અને તે અગાઉના ચંદ્રયાન કરતા ઘણું વજનદાર હશે.

ISRO Chandrayaan 4 | ISRO | Chandrayaan | chandrayaan 4 launch date and time | isro mission moon | Chandrayaan 4
Chandrayaan 4 ISRO Mission Moon: ઈસરો ચંદ્રયાન 4 લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. (PhotoL: ISRO)

ISRO Chandrayaan 4 Mission: ચંદ્રયાન 3 મિશન સફળ થયા બાદ ઈસરો હવે ચંદ્રયાન 4 માટે તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન 4 મિશન વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ચંદ્રયાન 3થી પણ મોટું હશે. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3નું સોફ્ટ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચ્યો હતો.

ચંદ્રયાન 3ના સફળ ઉતરણની યાદમાં સરકારે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે મનાવવાની જાહેરાત કરી હતી. ઈસરોના નવા અંતરિક્ષ મિશન ચંદ્રયાન 4 વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી છે.

ચંદ્રયાન 3 થી વજન હશે ચંદ્રયાન 4

મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે ચંદ્રયાન 4નું કદ ઘણું મોટું હશે અને તે અગાઉના ચંદ્રયાન સેટેલાઇટ કરતા ઘણું વજન હશે. નવા રોવરનું વજન 350 કિલોગ્રામ જેટલું રહી શકે છે. માહિતી સામે આવી રહી છે કે ચંદ્રયાન 4 સાથે ઈસરો પણ ઘણા અનોખા પ્રયાસો કરવા જઈ રહ્યું છે. આ વખતે ચંદ્રથી કોઈ અલગ જ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચંદ્રયાન 4 માટે 2100 કરોડ ખર્ચશે ભારત સરકાર

કેબિનેટની બેઠકમાં ચંદ્રયાન 4 મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 2104.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતનું મિશન 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓનું સફળ ઉતરણ કરવાનું છે. ભારત તેની સંભાવના શોધવા માંગે છે.

Web Title: Isro chandrayaan 4 mission design and important as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×