scorecardresearch
Premium

Israel Hamas War : ઇઝરાયેલે ગાઝા પટ્ટી માં હમાસના સૈન્ય પ્રમુખને નિશાન બનાવ્યા, ઓછામાં ઓછા 71 લોકોના મોત

Israel Hamas War : ઈઝરાયલે ગાજા પટ્ટી પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હમાસ લશ્કરી વડા મોહમ્મદ ડેઇફને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

Israel Hamas War
ઈઝરાયલ હમાસ યુદ્ધ

Israel Hamas War : ઈઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર ભિષણ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ પુષ્ટિ કરી છે કે, હમાસની લશ્કરી પાંખના વડા મોહમ્મદ ડેઇફ, દક્ષિણ ગાઝા શહેર ખાન યુનિસમાં શનિવારના હુમલાનું લક્ષ્ય હતું, જેમાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા અને 289 અન્ય ઘાયલ થયા હતા.

ઔપચારિક ઘોષણા બાકી હોઈ, નામ ન આપવાની શરતે બોલતા એક ઇઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે, હમાસના અન્ય ટોચના અધિકારી રફા સલામાનને પણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા.

મોહમ્મદ ડેઇફ, જેને ઘણા લોકો દ્વારા દક્ષિણ ઇઝરાયેલમાં 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે, જેણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધને વેગ આપ્યો હતો, તે વર્ષોથી ઇઝરાયેલની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોચ પર છે. માનવામાં આવે છે કે તેણે ઇઝરાયેલમાં ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા હતા. ભૂતકાળમાં ઇઝરાયેલ નાગરીકોની હત્યાના પ્રયાસોમાંથી બચી ગયો છે.

હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેઓ દિવસભર સુરક્ષા વાટાઘાટો કરશે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘણા ઘાયલો અને મૃતકોને નજીકની નાસેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઇઝરાયેલી આર્મી રેડિયોએ દિવસની શરૂઆતમાં જણાવ્યું હતું કે, તે અસ્પષ્ટ છે કે, શું ડેઇફ હુમલામાં માર્યો ગયો હતો.

ઑક્ટોબર 7 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ઇઝરાયેલે ગાઝામાં તેની કામગીરી શરૂ કરી હતી, જેમાં આતંકવાદીઓ દક્ષિણ ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા – મોટાભાગે નાગરિકો – અને લગભગ 250 અન્યનું અપહરણ કર્યું હતું. ત્યારથી ઇઝરાયેલના ગ્રાઉન્ડ હુમલાઓ અને બોમ્બમારોથી ગાઝામાં 38,300 થી વધુ લોકો માર્યા ગયા છે અને 88,000 થી વધુ ઘાયલ થયા છે, પ્રદેશના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર.

Web Title: Israel hamas war israel attack on gaza strip 71 dead including hamas chief km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×