scorecardresearch
Premium

Strait Of Hormuz: ઈરાનની હોર્મુઝ સમુદ્રધુની બંધ કરવા ચેતવણી, ભારતને થશે ગંભીર અસર, જાણો કેવી રીતે

Iran To Block Strait Of Hormuz: અમેરિકાના હુમલા બાદ ઇરાને, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી છે. જો હોર્મુઝ સમુદ્રધુની બંધ થશે તો ભારત સહિત સમગ્ર વૈશ્વિક વેપાર ગંભીર રીતે પ્રભાવિત થઇ શકે છે.

Strait Of Hormuz
Strait Of Hormuz : ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરે તો ભારતને ગંભીર અસર થઇ શકે છે. (Photo: Wikimedia Commons)

Iran To Block Strait Of Hormuz: ઈઝરાયલ ઈરાન યુદ્ધ ભયંકર બની રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા બાદ મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે. આ દરમિયાન ઈરાન હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરવા વિચારી કરી રહ્યું છે, જે સમગ્ર વિશ્વમાં કાચા તેલ માટે સૌથી મહત્વપૂર્ણ વેપાર માર્ગ છે. અરબી સમુદ્ર સાથે જોડતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહજોની અવરજવર બંધ થવાથી ભારતની ઊર્જા સુરક્ષા તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક સ્તર પર ઉંડી અસર થશે, એમ વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતોએ રવિવારે જણાવ્યું હતું.

What Is Strait Of Hormuz ? : હોર્મુઝ સામુદ્રધુની શું છે?

હોર્મુઝ સમુદ્રધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક સાંકડો દરિયાઇ જળમાર્ગ ચેનલ છે, જે લગભગ 30 માઇલ પહોળી છે. તે ઓમાની મુસંદમ દ્વીપકલ્પ અને ઈરાન વચ્ચે છે. તે પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. આ સામુદ્રધુની ઊંડી છે અને દરિયાઈ જોખમોથી પ્રમાણમાં મુક્ત છે. આમ, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા પર્સિયન ગલ્ફની આસપાસના દેશો, જે મુખ્ય તેલ ઉત્પાદકો છે, ખુલ્લા સમુદ્ર સુધી પહોંચવા માટે હોર્મુઝ સ્ટ્રેટ પર આધાર રાખે છે. ક્રૂડ ઓઇલથી ભરેલા જહાજોની અવરજવર માટે આ દરિયાઇ માર્ગ બહુ મહત્વપૂર્ણ મનાય છે.

સ્ટ્રેટ ઓફ હોર્મયુઝ બહુ પહોળી નથી. તે તેના સૌથી સાંકડા બિંદુએ ફક્ત 33 કિમી છે, જ્યારે આગળ-પાછળ દિશામાં શિપિંગ લેનની પહોળાઈ ફક્ત 3 કિમી છે. આનાથી સામુદ્રધુનીને અવરોધિત કરવી અથવા ત્યાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવો સરળ બને છે.

Strait Of Hormuz | Strait Of Hormuz Map
Strait Of Hormuz Map: હોર્મુઝ સામુદ્રધુની પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. (Photo: Wikimedia Commons)

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નેશનલ સિક્યોરિટી સ્ટડી સ્પેશિયલ સેન્ટરના એસોસિએટ પ્રોફેસર લક્ષ્મણકુમાર બેહરાએ જણાવ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ બંધ કરવાથી વૈશ્વિક એનર્જી માર્કેટ ગંભીર રીતે પ્રભાવિત થશે અને તેની અસર ભારતની ઊર્જા સુરક્ષા પર પણ પડશે. સૌથી મહત્વની વાત એ છે કે, હાર્મુઝ સમુદ્રધુનીમાં કોઈપણ અવરોધ ભારતની ઇરાક અને અમુક અંશે સાઉદી અરેબિયા માંથી થતી ક્રૂડ ઓઇલની આયાત પર મોટી અસર પડશે. અખાતી ક્ષેત્રના ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખતા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ પ્રવક્તા કેપ્ટન ડીકે શર્મા (નિવૃત્ત)એ જણાવ્યું હતું કે,સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ઈરાનની ધમકી વૈશ્વિક ઓઇલ વેપારમાં મોટો વિક્ષેપ ઉભો કરી શકે છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધશે

અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર કરેલા બોમ્બ હુમલા બાદ ઇરાને સંકેત આપ્યો છે કે હોર્મુઝ સામુદ્રધુની જહાજોની અવરજવર માટે માટે બંધ કરવી એ તેના વિરોધીઓ પર દબાણ લાવવાનો વિકલ્પ બની શકે છે. વિશ્વનું લગભગ 30 ટકા તેલ અને એક તૃતિયાંશ એલએનજી આ ખાડી માર્ગ દ્વારા દરરોજ સપ્લાય કરવામાં આવે છે. હોર્મુઝ ખાડી માર્ગ બંધ થતા ક્રૂડ ઓઇલના વૈશ્વિક પુરવઠામાં ઘટાડો થશે. જેની અસરે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકે બળશે.

શિપિંગ ટ્રાફિકમાં કોઈપણ વિક્ષેપ વીમા પ્રીમિયમ પર અસર કરી શકે છે. મધ્ય એશિયામાં વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે, ત્યારે કેટલાક વિશ્લેષકોનું અનુમાન છે કે, જો ઈરાન બદલો લેશે તો કિંમતો 80 થી 90 ડોલર પ્રતિ બેરલ અથવા તો 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ ક્ષેત્રના દેશોના ચલણમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી શકે છે અને રોકાણકારો અન્ય સ્થિર બજારો શોધી શકે છે.

આ પણ વાંચો | ઈરાન પર અમેરિકાના હુમલાની ભારત અને સમગ્ર વિશ્વ પર શું અસર થશે?

IAEAના તાજેતરના વિશ્લેષણ અનુસાર, હોર્મુઝ સમુદ્રધુની માંથી પસાર થતા માર્ગમાં સહેજ પણ વિક્ષેપ ઓઇલ બજારો પર નોંધપાત્ર અસર કરશે. ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ તેલ ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને અસર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા નીતિના એજન્ડામાં તેલ પુરવઠાની સુરક્ષા ટોચ પર છે.

Web Title: Iran block strait of hormuz impact on india and workd iran israel war know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×