scorecardresearch
Premium

International Zebra Day 2025 : આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

International Zebra Day 2025: આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પટ્ટાવાળા સસ્તન પ્રાણી અને તેની જોખમમાં મુકાયેલી સ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો છે

international zebra day, international zebra day 2025
International Zebra Day 2025: આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે (Pics : Freepik)

International Zebra Day 2025: આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પટ્ટાવાળા સસ્તન પ્રાણી અને તેની જોખમમાં મુકાયેલી સ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો છે. બ્લેક-એન્ડ-વ્હાઇટ પટ્ટાવાળા ઝેબ્રાની ત્રણેય પ્રજાતિઓ ઇક્વિડે ઘોડા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ ઘાસવાળા આફ્રિકન ઉચ્ચપ્રદેશો પર જોવા મળી શકે છે.

આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય ઝેબ્રા ડેની સ્થાપના સંભવત: સ્મિથસોનિયન નેશનલ ચિડિયાઘર અને સંરક્ષણ જીવવિજ્ઞાન સંસ્થાન જેવા સંરક્ષણ સંગઠનોના એક સંઘ દ્વારા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસનો હેતુ ઝેબ્રાની રહેવાની સ્થિતિ વિશે જાગરુકતા વધારવામાં મદદ કરવી અને તેમની સંખ્યાને વધુ ઘટાડાથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય.

શિકારના જોખમોની સાથે આ ઝેબ્રાને સ્થાનિક લોકોથી પણ ખતરો છે, જે પરિસ્થિતિઓ મુશ્કેલ હોય ત્યારે માંસ માટે તેમનો શિકાર કરી શકે છે. ઝેબ્રાઓ તેમની વસ્તીના સંરક્ષણ વિશેની ઘણી ચિંતાઓ સાથે ઝઝૂમી રહ્યા છે.

આ પણ વાંચો – રાષ્ટ્રીય પક્ષી દિવસ શા માટે ઉજવાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ

ઝેબ્રા મોટે ભાગે આફ્રિકન ખંડ, કેન્યા અને ઇથિયોપિયાના અર્ધ-રણ વિસ્તારો અને નામિબિયા, અંગોલા અને દક્ષિણ આફ્રિકાના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. હાલમાં ત્રણ પ્રકારના ઝીબ્રા જંગલમાં જોવા મળે છે, ગ્રેવી ઝેબ્રા, મેદાની ઝેબ્રા અને પહાડી ઝેબ્રા. ગ્રેવી ઝેબ્રાને સંકટગ્રસ્ત પ્રજાતિઓની લાલ સૂચિમાં લુપ્તપ્રાય માનવામાં આવે છે. આફ્રિકન વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં તેમની વસ્તીમાં લગભગ 54 ટકાનો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ મહત્વ

આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસનો હેતુ ઝેબ્રાની વસ્તીનું જતન, જાળવણી અને વધારો કરવાનો છે. આ રીતે આપણે વન્યપ્રાણીસૃષ્ટિના સંરક્ષણમાં ફાળો આપી શકીએ છીએ. આપણે જાગૃતિ અભિયાનો અને દાન ઝુંબેશ દ્વારા પ્રજાતિઓના સંરક્ષણમાં ભાગ લઈ શકીએ છીએ.

ઝેબ્રા વિશે રસપ્રદ તથ્યો

ઝેબ્રા પટ્ટાઓ વિશિષ્ટ છે. તેથી કોઈ પણ બે ઝેબ્રા તેમની પેટર્નની દ્રષ્ટિએ સમાન નથી. ઝેબ્રા ચહેરાના જુદા જુદા હાવભાવ બનાવીને અને તેમના કાન હલાવીને એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ઝેબ્રામાં ખોરાકની કોઈ ખાસ પસંદગી હોતી નથી અને તેઓ આફ્રિકામાં જોવા મળતા વિવિધ પ્રકારના ઘાસ ખાય છે.

Web Title: International zebra day 2025 date history significance and facts ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×