International Yoga Day 2024 Date, Theme : એવું કહેવામાં આવે છે કે ‘યોગ કરનારાઓને કોઈ રોગ સ્પર્શતો નથી’. વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે. આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇતિહાસ (International Yoga Day History)
તમને જણાવી દઈએ કે આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત આપણા દેશ ભારતથી થઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 થીમ (International Yoga Day 2024 Theme)
દર વર્ષે યોગ દિવસ માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. સાથે જ આ વર્ષે એટલે કે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ મહિલાઓ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ ‘મહિલા સશક્તિકરણ માટે યોગ'(Yoga for Women Empowerment)છે. આ વિશેષ થીમ મહિલાઓને સશક્ત બનાવવા અને તંદુરસ્ત અને સુખી જીવન જીવવામાં મદદ કરવા માટે યોગની શક્તિ પર પ્રકાશ પાડે છે.
આ પણ વાંચો – મેડિટેશનની શરૂઆત કેવી રીતે કરવી? ઇન્ટરનેશનલ યોગા ડે પહેલા જાણો આ જરૂરી વાતો
દર વર્ષે યોગ દિવસ નિમિત્તે ભારત સહિત 190થી વધુ દેશોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે યોગ અંતર્ગત આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મહત્વ
વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે. યોગથી તમે શારિરીક અને માનસિક રીતે ફિટ રહી શકો છો.