scorecardresearch
Premium

International Womens Day 2025 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ

International Womens Day 2025 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. સમાજમાં મહિલાઓનું યોગદાન હોય કે પછી આર્થિક ક્ષેત્રે તેમની પ્રગતિ હોય, તેઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે

international womens day, international womens day 2025
International Womens Day 2025 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે (તસવીર – ફ્રીપિક)

International Women’s Day 2025 Date, Theme and History, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 : ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. શક્તિ માટે દેવી દુર્ગા, સંપત્તિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે.

મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. સમાજમાં મહિલાઓનું યોગદાન હોય કે પછી આર્થિક ક્ષેત્રે તેમની પ્રગતિ હોય, તેઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં દર વર્ષે 8 માર્ચે મહિલાઓની હિંમત વધારવા, તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ શું છે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ વર્ષ 1908નો છે. તે વર્ષે ન્યૂયોર્કમાં 15,000 થી વધુ મહિલાઓએ એક સાથે કૂચ કરી હતી અને તમામ કાર્યકારી મહિલાઓએ સાથે મળીને કામના કલાકોમાં ઘટાડો, વધુ સારા પગાર અને મતદાનના અધિકારની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

યુનાઇટેડ નેશન્સથી ક્યારે માન્યતા મળી?

જર્મન સામાજિક કાર્યકર ક્લેરા જેટકીને 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પછી 1911માં ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ 8 માર્ચે મહિલા દિવસની ઉજવણીને માન્યતા આપી હતી.

આ પણ વાંચો – ઉત્તરાખંડનું તે પવિત્ર સ્થળ જ્યાં મા ગંગાનું છે પિયર, પીએમ મોદીએ કરી પૂજા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે?

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ હોય છે. 1975માં સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી માન્યતા મળ્યા બાદ સૌપ્રથમ વર્ષ 1996માં એક થીમ રાખવામાં આવી હતી, જેને સેલિબ્રેટિંગ ધ પાસ્ટ એન્ડ પ્લાનિંગ ફોર ધ ફ્યુચર નામ આપવામાં આવ્યું હતું. આ વર્ષની મહિલા દિવસની થીમ એક્સિલરેટ એક્શન છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહત્વ

સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેની હિંસા એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. 2025 માં, આને રોકવા માટે કડક કાયદા અને મજબૂત નીતિઓ બનાવવામાં આવશે. ઘરેલુ હિંસા, કાર્યસ્થળ પર શોષણ અને બાળ લગ્ન જેવી દુષ્ટ પ્રથાઓને દૂર કરવા માટે મોટા અભિયાનો શરૂ કરવામાં આવશે.

આ મહિલા દિવસ 2025 ખાસ કરીને આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને અધિકારો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમ કે રાજકારણમાં ભાગીદારી, સરકારી અને વહીવટી હોદ્દાઓ પર વધુ મહિલાઓનું આવવું, આર્થિક અધિકારો આપવા, મહિલાઓને સમાન પગાર અને વધુ સારી રોજગારની તકો આપવી જેથી તેઓ દરેક જગ્યાએ પોતાની છાપ છોડી શકે.

Web Title: International womens day 2025 date theme history and importance know why celebrate on 8 march ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×