International Day of Sign Languages: સામાન્ય માણસ એકબીજા સાથે વાતચીત કરવા બોલી શકે છે અને સાંભળી શકે છે. જેને લીધે એ સરળતાથી એકબીજા સાથે સંપર્ક કરી શકે છે. પરંતુ જે લોકો બોલી શકતા નથી કે સાંભળી શકતા નથી એવા લોકો માટે એકબીજા સાથે સંપર્ક કરવો, શિક્ષણ મેળવવું સરળ નથી. આવા ખાસ લોકો માટે ખાસ સાંકેતિક ભાષા વિકસાવવામાં આવી છે. જેની ઉજવણી માટે 23 સપ્ટેમ્બર સ્પેશિયલ દિવસ છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ ડે તરીકે ઉજવવામાં આવે છે.
સાઇન લેંગ્વેજ ડે ઇતિહાસ
સાઇન લેંગ્વેજ આંતરરાષ્ટ્રીય દિવસ સૌપ્રથમ વર્ષ 2018 માં મનાવાયો હતો. આંતરરાષ્ટ્રીય સપ્તાહના ભાગ રુપે આ ઉજવણી કરવામાં આવી હતી. એ પછીથી દર વર્ષે 23 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં પણ સાઇન લેંગ્વેજ ડે ખાસ રીતે ઉજવવામાં આવે છે. 23 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવાનું કારણ એ છે કે 1951માં આ દિવસે વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ (WFD) સ્થાપના કરવામાં આવી હતી.

સાંકેતિક ભાષા દિવસનું મહત્વ, થીમ 2024
મૂક બધીર લોકોના માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સાંકેતિક ભાષાના મહત્વ અને જાગૃતિ લાવવા માટે 23 સપ્ટેમ્બરે સાઇન લેંગ્વેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. સાઇન લેંગ્વેજ ડે 2024 ખાસ થીમ છે. આ વર્ષ લાઇન લેંગ્વેજ ડે થીમ સાઇન અપ ફોર સાઇન લેંગ્વેજ રાખવામાંં આવી છે.
સાંકેતિક ભાષાનો પરિચય
વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ મુજબ વિશ્વમાં અંદાજે 70 મિલિયનથી વધુ લોકો સાંભળી શકતા નથી. જેમાંથી 80 ટકાથી વધુ લોકો વિકાસશીલ દેશોમાં રહે છે. જ્યાં એકંદરે 300 થી વધપ વિવિધ સાંકેતિક ભાષાઓનો ઉપયોગ થાય છે. યુએન સાંકેતિક ભાષાઓને વ્યાખ્યાયિત કરે છે જે બોલાતી ભાષાઓ કરતાં અલગ છે. જેનાથી આવા સ્પેશિયલ લોકોને એકબીજા સાથે સંપર્ક માટે સરળતા રહે છે.