scorecardresearch
Premium

World Disability Day 2024 : કેમ મનાવવામાં આવે છે દિવ્યાંગ દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

International Day of Persons with Disabilities : આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવા અને તેમના વિશે જાગૃતિ વધારવાનો છે

World Disability Day 2024, International Day of Persons with Disabilities
International Day Disability 2024 : આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. (ફાઇલ ફોટો)

International Day Disability 2024 : આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવા અને તેમના વિશે જાગૃતિ વધારવાનો છે. આ દિવસ મનાવવાનો વધુ એક ઉદ્દેશ્ય છે કે તેમના પ્રત્યે કરણા, આત્મસન્માન અને જીવનને શાનદાર બનાવવા સમર્થન અને સહયોગ બન્ને કરવાનો છે.

વિશ્વ દિવ્યાંગ દિવસ ઇતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1983થી 1992થી એક સંયુક્ત રાષ્ટ્રના દશકની જાહેરાત કરી હતી. જેનાથી તે વિશ્વ કાર્યક્રમમાં અનુશંસિત ગિતિવિધિઓને લાગુ કરવા માટે એક લક્ષ્ય પ્રદાન કરી શકે. આ પછી દર વર્ષે 1992થી 3 ડિસેમ્બરના રોચ દિવ્યાંગ દિવસના રુપમાં મનાવવામાં આવે છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઠરાવ 47/3 દ્વારા વર્ષ 1992માં વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો હતો. આ દિવસની ઉજવણીનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનના દરેક પાસાઓમાં વિકલાંગ લોકોના એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો – વિશ્વ એઇડ્સ દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ

વિશ્વ દિવ્યાંગ દિવસ મહત્વ

આ દિવસની ઉજવણી કરવા માટે, મુખ્ય કાર્યક્રમનું આયોજન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં કરવામાં આવે છે. તેમાં ઉદ્ઘાટન, પેનલ ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ દિવસની ઉજવણી કરવા માટે, સભ્ય દેશો, નાગરિક સમાજ સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર પણ તેમના પોતાના કાર્યક્રમોનું આયોજન કરે છે.

ભારતમાં આ દિવસની ઉજવણી માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે. આ પુરસ્કારો એવા લોકોનું સન્માન કરે છે જેમણે વિકલાંગ લોકોના સશક્તિકરણ માટે કામ કર્યું છે.

Web Title: International day of persons with disabilities know date history and importance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×