scorecardresearch
Premium

Garlic Vegetable Or Spice: લસણ શાકભાજી છે કે મસાલા? ઈન્દોર હાઈકોર્ટે 9 વર્ષ જુનો વિવાદ ઉકેલ્યો

Indore High Court Judgement On Garlic Vegetable Or Spice: લસણ શાકભાજી છે કે મસાલા કેસ વર્ષ 2016માં ઈન્દોર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 9 વર્ષ જુના કેસમાં ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું કે, જે પણ આદેશ છે, તે ખેડૂતો અને વેપારી બંનેના હિતમાં છે.

Garlic
Garlic Vegetable Or Spice: લસણ શાકભાજી છે કે મસાલા કેસમાં ઈન્દોર હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. (Photo: Freepik)

Indore High Court Judgement On Garlic Vegetable Or Spice: શાકભાજી વિશે અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. કેટલીક વસ્તુઓને આપણે શાકભાજી તરીકે ગણીએ છીએ અને કેટલીક વસ્તુઓને આપણે મસાલા માનીએ છીએ. આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠ સમક્ષ આવ્યો હતો. હાઈકોર્ટે લોકોની મૂંઝવણ દૂર કરી. લસણ શાક છે કે મસાલા – આ મામલે 9 વર્ષ પહેલા ઇન્દોર હાઈકોર્ટમાં કેસ દાખલ થયો હતો. જાણો હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો

લસણ શાક છે કે મસાલા – આ વિવાદ એટલા માટે ઊભો થયો કારણ કે 2015માં અમુક ખેડૂત સંગઠનોની વિનંતી પર મધ્ય પ્રદેશ બોર્ડે લસણને શાકભાજીની કેટેગરીમાં મૂક્યું હતું. આ પછી વિવાદ ઉભો થયો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ 1972ને ટાંકીને કૃષિ વિભાગે આ હુકમ રદ કર્યો હતો અને તેને મસાલાની કેટેગરીમાં મૂક્યું હતું.

હાઈકોર્ટ ખંડપીઠે લસણને નાશવંત વસ્તુ ગણાવી

આ મામલો હાઇકોર્ટ સમક્ષ આવતાં કોર્ટે તેને શાકભાજીની કેટેગરીમાં મૂકવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશ એસ એ ધર્માધિકારી અને ડી વેંકટરામનની ખંડપીઠે કહ્યું કે લસણ એક નાશવંત વસ્તુ છે અને તેથી તે શાકભાજી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેને શાકભાજી અને મસાલા બંને બજારોમાં વેચી શકાય છે. આનાથી વેપાર પર લાગેલા પ્રતિબંધો ખતમ થઈ જશે.

વર્ષ 2016માં આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે મુખ્ય સચિવના આદેશ સામે બટાકા ડુંગળી લસણ કમિશન એજન્ટ્સ એસોસિએશને હાઇકોર્ટની ઇન્દોર બેન્ચ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. હાઇકોર્ટની સિંગલ બેન્ચે પ્રમુખ સચિવની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ અરજદાર એસોસિયેશન તેનાથી સંતુષ્ટ નહોતું.

એસોસિએશને રિવિઝન પિટિશન દાખલ કરીને પુનર્વિચારણા કરવાની વિનંતી કરી હતી. કોર્ટે જાન્યુઆરી 2024માં આ અંગે પોતાનો અભિપ્રાય આપતા આ નિર્ણયને પલટાવી દીધો હતો અને લસણને મસાલો માન્યો હતો. કોર્ટે કહ્યું કે લસણ શાકભાજી તરીકે ગણવાથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે, ખેડૂતોને નહીં. આ મુદ્દો આટલેથી જ પૂરો ન થયો.

આ વર્ષે માર્ચ મહિનામાં લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ ફરી રિવિઝન પિટિશન દાખલ કરીને ફેરવિચારણાની માગણી કરી હતી. 23 જુલાઈએ ચુકાદો આપતી વખતે ઈન્દોર હાઈકોર્ટના જસ્ટીસ એસએ ધર્માધિકારી અને ડી વેંકટરામનની ડબલ બેંચે 2017ની સિંગલ બેન્ચના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે મંડી બોર્ડના એમડીને નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે પણ આદેશ છે, તે ખેડૂતો અને વેપારીઓ બંનેના હિતમાં છે.

Web Title: Indore high court judgement garlic vegetable or spice petition of farmers and traders as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×