scorecardresearch
Premium

નરેન્દ્ર મોદીના 10 વર્ષ : ડોલરના મુકાબલે રૂપિયો નબળો થયો હોવા છતા રૂપિયાની તાકાત વધી

Indian Rupee and US Dollar Analysis : લોકસભા ચૂંટણી 2024 ચાલી રહી છે, ત્યારે જોઈએ પીએમ નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળમાં ડોલર સામે રૂપિયા ની કેવી સ્થિતિ, કેવી રીતે રૂપિયો ડોલર સામે નબળો છતા મજબૂત થયો, વિશ્લેષણ.

Indian Rupee and US Dollar Analysis
ભારતીય રૂપિયો અને યુએસ ડૉલરનું વિશ્લેષણ (ફોટો – એક્સપ્રેસ)

હરિશ દામોદરન : નરેન્દ્ર મોદી એપ્રિલ 2014 થી એપ્રિલ 2024 વચ્ચે હાલ સત્તામાં છે (શરૂઆતના થોડા દિવસો સિવાય). આ દરમિયાન, ડોલર (યુએસ) સામે રૂપિયો રૂ. 60.34 થી રૂ. 27.6% ઘટીને રૂ. 83.38 થઈ ગયો છે. મતલબ કે એપ્રિલ 2014 માં 1 ડૉલર = 63.34 રૂપિયા હતા, જે હવે 1 ડૉલર = 83.38 રૂપિયા થઈ ગયા છે.

કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારમાં રૂપિયો થોડો વધારે નબળો પડ્યો છે. એપ્રિલ 2004 ના અંતથી એપ્રિલ 2014 ના અંતમાં ડોલર (યુએસ) સામે રૂપિયો 26.5% નબળો પડ્યો હતો. તે સમયગાળા દરમિયાન ડોલર સામે રૂપિયો 44.37 થી ઘટીને 60.34 પર આવી ગયો હતો.

રૂપિયો ઘટ્યા બાદ પણ મજબૂત થયો!

ભારત માત્ર અમેરિકા સાથે જ વેપાર કરતું નથી. તે અન્ય દેશોમાં માલસામાન અને સેવાઓની નિકાસ પણ કરે છે અને તેમાંથી આયાત પણ કરે છે. તેથી, રૂપિયાની મજબૂતાઈ અથવા નબળાઈ માત્ર યુએસ ડૉલર સાથેના તેના વિનિમય દર પર જ નહીં પરંતુ, અન્ય વૈશ્વિક ચલણો સાથે પણ આધાર રાખે છે.

મોદી સરકારના 10 વર્ષોમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષની સરખામણીએ ડોલર સામે ભારતીય ચલણનું વધુ અવમૂલ્યન થયું છે. પરંતુ જો આપણે તમામ મુખ્ય વૈશ્વિક કરન્સી સાથે તેના વિનિમય દર પર નજર કરીએ તો, રૂપિયો ‘ખરેખર’ મજબૂત થયો છે.

અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડયો છે ત્યારે દેશના સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોની કરન્સી સામે તે ‘મજબૂત’ થયો છે. તેને “અસરકારક વિનિમય દર” અથવા રૂપિયાનો EER કહેવામાં આવે છે.

EER કેવી રીતે માપવામાં આવે છે?

EER ને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) જેવા જ ઇન્ડેક્સ દ્વારા માપવામાં આવે છે. CPI એ ચોક્કસ બેઝ પિરિયડની સાપેક્ષમાં આપેલ મહિના અથવા વર્ષમાં ગ્રાહકો દ્વારા ખરીદેલ માલસામાન અને સેવાઓની સરેરાશ કિંમતને માપતો ઇન્ડેક્સ છે. EER એ ભારતના મુખ્ય વેપારી ભાગીદારોની કરન્સી સામે રૂપિયાના વિનિમય દરોના સરેરાશ વજન સાથેનો ઇન્ડેક્સ છે. ચલણનું વજન ભારતના કુલ વિદેશી વેપારમાં વ્યક્તિગત દેશોના હિસ્સા પરથી મેળવવામાં આવે છે, જેમ કે CPI માં દરેક વસ્તુનું વેટેજ ખરીદેલા કુલ માલસામાનના સાપેક્ષ મહત્વ પર આધારિત છે.

EER ને બે રીતે માપવામાં આવે છે

પ્રથમ પદ્ધતિ છે – નોમિનલ EER અથવા NEER

ભારતીય રિઝર્વ બેંકે છ અને 40 ચલણોના વિવિધ જૂથો સાથે સરખામણી કરવા માટે રૂપિયાનો NEER ઇન્ડેક્સ બનાવ્યો છે.

આરબીઆઈ દ્વારા પૂર્વ જૂથ સાથે મળીને બનાવવામાં આવેલ ઈન્ડેક્સમાં યુએસ ડોલર, યુરો, ચાઈનીઝ યુઆન, બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને હોંગકોંગ ડોલરનો સમાવેશ થાય છે. બાદમાં ઇન્ડેક્સ ભારતના વાર્ષિક વેપારમાં લગભગ 88% હિસ્સો ધરાવતા દેશોની 40 કરન્સીની વ્યાપક બાસ્કેટને આવરી લે છે.

ચાર્ટ 1 દર્શાવે છે કે, 2004-05 અને 2023-24 ની વચ્ચે રૂપિયાની 40-ચલણ બાસ્કેટનો NEER લગભગ 32.2% (133.8 થી 90.8) ઘટી ગયો છે. 6 કરન્સી બાસ્કેટમાં આ ઘટાડો વધુ છે. NEER 139.8 થી 83.7 પર ગયો છે, જે સમાન સમયગાળામાં 40.2% નો ઘટાડો છે. પરંતુ માત્ર યુએસ ડોલર સાથે સમાન સમયગાળાની સરખામણી કરીએ તો, રૂપિયાનો સરેરાશ વિનિમય દર રૂ. 44.9 થી રૂ. 45.7% ઘટીને રૂ. 82.8 થયો છે.

ચાર્ટ-1

Indian Rupee and us Dollar Analysis Chart 1
ચાર્ટ 1

સરળ શબ્દોમાં કહીએ તો, છેલ્લા 20 વર્ષમાં ભારતના તમામ મુખ્ય વેપાર ભાગીદારોની કરન્સી સામે રૂપિયામાં 32.2 થી 40.2% સુધીનો ઘટાડો થયો છે. પરંતુ માત્ર આ સમયગાળામાં યુએસ ડોલર સામે તે 45.7% ઘટ્યો છે. તેનું કારણ એ છે કે, તે ડોલરની સરખામણીએ અન્ય કરન્સીનીના મુકાબલે ઓછો નબળું થવું છે.

વધુમાં, ચાર્ટ દર્શાવે છે કે, NEER માં મોટો ઘટાડો 2004-05 થી 2013-14 દરમિયાન થયો હતો. હકીકતમાં તે પછી 2017-18 સુધી રૂપિયો મજબૂત થયો હતો.

બીજી રીત છે- વાસ્તવિક EER અથવા REER

NEER એ એક સારાંશ સૂચકાંક છે, જે વૈશ્વિક કરન્સીની બાસ્કેટ સામે રૂપિયાના બાહ્ય મૂલ્યમાં થતી વધઘટને દર્શાવે છે. જો કે, NEER ફુગાવાને ધ્યાનમાં લેતું નથી, જે રૂપિયાના આંતરિક મૂલ્યમાં ફેરફાર દર્શાવે છે.

ઉદાહરણ તરીકે, ઇન્ડોનેશિયન રુપિયા છેલ્લા એક વર્ષમાં યુએસ ડોલર સામે 8.5% ઘટ્યો છે. આ સમયગાળા દરમિયાન ભારતીય રૂપિયામાં માત્ર 1.7% નો જ ઘટાડો થયો છે. પરંતુ ભારતનો વાર્ષિક CPI ફુગાવાનો દર ઈન્ડોનેશિયા કરતા વધારે હતો. માર્ચમાં ભારતમાં વાર્ષિક CPI ફુગાવાનો દર 4.9% અને ઈન્ડોનેશિયા 3.1% હતો.

આમ ઈન્ડોનેશિયન ચલણની સ્થાનિક ખરીદ શક્તિને તેની આંતરરાષ્ટ્રીય ખરીદ શક્તિ કરતાં ઓછું નુકસાન થયું છે, જ્યારે રૂપિયા માટે વિપરીત સ્થિતિ રહી છે.

REER એ મૂળભૂત રીતે NEER છે જે પોતાના દેશ અને તેના વેપારી ભાગીદારો વચ્ચેના ફુગાવાના તફાવતો માટે ગોઠવવામાં આવે છે. જો કોઈ દેશનો નોમિનલ વિનિમય દર તેના સ્થાનિક ફુગાવાના દરથી નીચે આવે છે, તો ચલણ ખરેખર મજબૂત બન્યું છે, જેમ કે ભારત સાથે બન્યું છે.

ચાર્ટ 2 છેલ્લા 20 વર્ષ માટે રૂપિયાના ટ્રેડ વેઇટેડ REER દર્શાવે છે. મોદી સરકારના 10માંથી 9 વર્ષોમાં રૂપિયો 100 ની ઉપર અથવા તેની ઉપર રહેવા સાથે સમય જતાં વાસ્તવિક અર્થમાં રૂપિયો મજબૂત થયો છે, તે જોઈ શકાય છે. જો કોઈ વ્યક્તિ માત્ર રૂપિયાનો NEER લે છે અથવા યુએસ ડૉલર સાથે તેનો વિનિમય દર લે છે તો તે નબળા પડતા વલણની વિપરીત છે.

ચાર્ટ-2

Indian Rupee and us Dollar Analysis Chart 2
ચાર્ટ 2

જો કોઈ માને છે કે, 2015-16 માં રૂપિયાનું મુલ્ય “સારૂ” હતુ, જ્યારે EER સૂચકાંકો 100 પર સેટ હતા, તો 100થી ઉપરનું કોઈપણ મૂલ્ય ઓવરવેલ્યુએશન સૂચવે છે. તે હદ સુધી, રૂપિયો આજે તેના REER ના સંદર્ભમાં વધુ પડતો મૂલ્યવાન છે.

REER માં કોઈપણ વધારાનો અર્થ એ છે કે, ભારતમાંથી નિકાસ કરવામાં આવતા ઉત્પાદનોની કિંમત દેશમાં આયાતના ભાવ કરતાં વધુ વધી રહી છે. આનો અર્થ એ છે કે વેપાર સ્પર્ધાત્મકતાની ખોટ – જે ભવિષ્ય માટે સારી બાબત ન હોઈ શકે.

Web Title: Indian rupee and us dollar analysis in 10 years of pm narendra modi km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×