scorecardresearch
Premium

Indian Navy Day 2024 : 4 ડિસેમ્બરે કેમ મનાવવામાં આવે છે ભારતીય નૌસેના દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

Indian Navy Day 2024 : ઇન્ડિયન નેવી દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય નૌકાદળની તાકાત, હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે

indian navy day, indian navy day 2024, indian navy
Indian Navy Day 2024 : ઇન્ડિયન નેવી દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે (તસવીર – ઇન્ડિયન નેવી ટ્વિટર)

Indian Navy Day 2024 : ઇન્ડિયન નેવી દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય નૌસેનાની બહાદુરી, સમર્પણ અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષામાં તેમની ભૂમિકાને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય નૌકાદળની તાકાત, હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે. આ દિવસ આપણને આપણા સુરક્ષા દળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને તેમના યોગદાનને સમજવાની તક આપે છે.

ભારતીય નૌસેના દિવસ ઇતિહાસ

ભારતીય નૌસેના દિવસની ઉજવણી મે 1972માં આયોજિત વરિષ્ઠ નૌસેના અધિકારીઓની પરિષદમાં શરૂ થઈ હતી. જ્યારે 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શા માટે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવાય છે?

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાને 3 ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના આક્રમક હુમલાનો જવાબ આપતા ભારતીય નૌકાદળે 4 અને 5 ડિસેમ્બરની રાત્રે હુમલાની યોજના બનાવી અને “ઓપરેશન ટ્રાઇડેન્ટ” હાથ ધર્યું.

આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે દિવ્યાંગ દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાની નૌકાદળને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 1971માં થયેલા હુમલામાં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના ચાર જહાજોને ડુબાડી દીધા હતા. કરાચી બંદરે 500 પાકિસ્તાની નૌકાદળના જવાનોને ઠાર કર્યા હતા. નૌસેનાની સિદ્ધિઓ અને પ્રયત્નોને ઓળખીને 4થી ડિસેમ્બરને નેવી ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 4 ડિસેમ્બર એ દિવસ છે જ્યારે પાકિસ્તાની સેનાએ ભારતીય નૌકાદળ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

ભારતીય નૌસેનાની સ્થાપના ક્યારે થઈ હતી?

ભારતીય નૌસેના 1612માં અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રોયલ ઈન્ડિયન નેવી નામની નૌકાદળની રચના કરી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વેપારી જહાજોના રક્ષણના હેતુ માટે નૌકાદળની રચના કરી હતી. આઝાદી પછી તેને 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનઃસંગઠિત કરવામાં આવ્યું હતું.

નૌસેના દિવસ મહત્વ

ભારતીય નૌકાદળ દિવસ માત્ર ભારતીય નૌકાદળની સિદ્ધિઓનું જ સન્માન કરતું નથી પરંતુ દેશવાસીઓને તેમની સૈન્ય પર ગર્વ અનુભવવાની તક પણ પૂરી પાડે છે. આ દિવસ આપણને દરિયાઈ સુરક્ષાની જરૂરિયાત અને નૌકાદળની ભૂમિકાને સમજવાની તક આપે છે. આ દિવસની યાદમાં દર વર્ષે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ‘બીટિંગ ધ રીટ્રીટ’નું આયોજન કરવામાં આવે છે. ધ બીટિંગ રીટ્રીટ દેશભક્તિના ગીતો સાથે શરૂ અને સમાપ્ત થાય છે. આ દરમિયાન સૈનિકો પોતાના બેન્ડ્સ સાથે ધમાકેદાર પર્ફોમન્સ કરે છે.

Web Title: Indian navy day 2024 date history and significance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×