scorecardresearch
Premium

CCS ની બેઠકમાં ભારત સરકારે લીધા 5 મોટા નિર્ણય, પાકિસ્તાન પાણી માટે તરસશે

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સીસીએસના નિર્ણયમાં સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે.

CCS meeting, Pahalgam terror attack, PM Modi
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. (તસવીર: X)

Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પછી પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી એક પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સીસીએસના નિર્ણયમાં સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે.

પહેલગામ હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. રાજનાથ સિંહ 7- લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.

ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલની હાજરીમાં પીએમ નિવાસસ્થાને CCS ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના સંકેતો મળી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

સીસીએસની બેઠકમાં લેવાયેલા નિર્ણયો

  • સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી છે.
  • પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ રહેશે.
  • પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.
  • અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો અને શોકનું વાતાવરણ છે. દરમિયાન આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ પછી સંરક્ષણ મંત્રીએ વાયુસેનાના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે પહેલગામમાં ધર્મને નિશાન બનાવતા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અત્યંત અમાનવીય કૃત્યએ આપણને બધાને ઊંડા દુઃખ અને પીડામાં ડુબાડી દીધા છે.

Web Title: Indian government takes tough decisions in ccs meeting after pahalgam terror attack rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×