scorecardresearch
Premium

ભારત સરકારે પાકિસ્તાની અધિકારીને ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કર્યો, 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ

ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ‘પર્સોના નોન ગ્રાટા’ એટલે કે અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યો છે.

india, pakistan, Pakistan High Commission,
ભારત સરકારે પાકિસ્તાની અધિકારીને 24 કલાકમાં ભારત છોડવા કહ્યું છે. (Express Photo)

ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ‘પર્સોના નોન ગ્રાટા’ એટલે કે અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યો છે. આ અધિકારી પર ભારતમાં તેમના સત્તાવાર દરજ્જાને અનુરૂપ ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાની અધિકારીને 24 કલાકમાં ભારત છોડવા કહ્યું છે.

ભારતે આ ચેતવણી આપી

ભારત સરકારે આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે. આ સંદર્ભમાં આજે બુધવારે પાકિસ્તાન હાઇ કમિશનના ચાર્જ ડી’અફેર્સ (રાજદૂતની ગેરહાજરીમાં દૂતાવાસના મિશનના વડા તરીકે કાર્યરત) ને એક ડેમાર્શ (રાજદ્વારી વિરોધ પત્ર) જારી કરવામાં આવ્યો હતો. આ સાથે તેમને ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોઈપણ પાકિસ્તાની રાજદ્વારી કે અધિકારી તેમના વિશેષાધિકારો અને પદનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે.

પાકિસ્તાની અધિકારીને અનિચ્છનીય જાહેર

મોદી સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને ‘પર્સોના નોન ગ્રાટા’ (અનિચ્છનીય વ્યક્તિ) જાહેર કર્યો છે. એવો આરોપ છે કે પાકિસ્તાની અધિકારી તેના સત્તાવાર દરજ્જાને અનુરૂપ ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તેને આગામી 24 કલાકમાં દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જ્યારે BSF ની મહિલા જવાનોએ કર્યો ધડાધડ ગોળીબાર, ઊંધી પૂંછડીએ ભાગ્યા પાકિસ્તાની

પર્સોના નોન ગ્રેટા શું છે?

‘પર્સોના નોન ગ્રેટા’ એ લેટિન વાક્ય છે જેનો અર્થ ‘અનિચ્છનીય વ્યક્તિ’ અથવા ‘સ્વાગત નથી’ થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓના સંબંધમાં થાય છે, જ્યારે કોઈ દેશ બીજા દેશના રાજદ્વારી અધિકારીને તેના દેશમાં અનિચ્છનીય જાહેર કરે છે. ‘પર્સોના નોન ગ્રાટા’ એ કોઈપણ વિદેશી રાજદ્વારીને અનિચ્છનીય જાહેર કરવાની સ્થિતિ હોય છે, જેમાં તેને તાત્કાલિક યજમાન દેશ છોડી દેવાનું કહેવામાં આવે છે. રાજદ્વારી સ્તરે આ ખૂબ જ કડક અને ગંભીર પ્રતિક્રિયા માનવામાં આવે છે. જોકે આ પહેલો કિસ્સો નથી, આ પહેલા 13 મેના રોજ ભારતે એક પાકિસ્તાની અધિકારીને પણ દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં નવી દિલ્હીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ભારતે હવાઈ હુમલામાં જૈશ, લશ્કર અને હિઝબુલના નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Web Title: Indian government declares pakistani official persona non grata orders to leave country within 24 hours rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×