scorecardresearch
Premium

ઓપરેશન સિંદૂરનો વીડિયો, જુઓ ભારતીય આર્મીએ એક જ ઝટકામાં આતંકના ગઢને તોડી પાડ્યો

Indian Army Video: આ વીડિયો ઓપરેશન સિંદૂરનો છે. આ વીડિયોમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકના ગઢને ધ્વસ્ત કરતા દેખાડવામાં આવ્યું છે.

Indian Army, Operation Sindoor video, terror base destroyed
ભારતીય આર્મીએ ઓપરેશન સિંદૂરનો વીડિયો જારી કર્યો (તસવીર: X)

ઈન્ડિયન આર્મીએ પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયો ઓપરેશન સિંદૂરનો છે. આ વીડિયોમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકના ગઢને ધ્વસ્ત કરતા દેખાડવામાં આવ્યું છે.

બુધવારે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ ભારતીય આર્મીએ એક્સ હેન્ડલ પરથી એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના જવાન લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓનો નાશ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો લગભગ 34 સેકન્ડનો છે. આ પાકિસ્તાનના કોટલીમાં સ્થિત અબ્બાસ આતંકવાદી શિવિરનો છે. આ ભારતીય નિયંત્રણ રેખા (POJK)થી 13 કિલોમીટરના અંતરે છે. સેના અનુસાર, આ લશ્કર-એ-તૈયબા (LeT)ના પ્રશિક્ષણ કેન્દ્રનો છે. અહીં 50થી વધુ આતંકવાદીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું હતું.

વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ખલબલી

મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર પાકમાં લોકો ડરેલા છે. ભારતીય સેના દ્વારા કાર્યવાહીનો વીડિયો જારી કર્યા બાદ પાકિસ્તાનમાં અફરાતફરી મચી ગઈ છે. ત્યાના લોકોમાં ડરનો માહોલ છે

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર ભારતીય હુમલાના વીડિયો જાહેર કર્યા છે. નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી અને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો.

Web Title: Indian army releases video of operation sindoor destroyed stronghold of terror rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×