India Maldives Relationship : માલદીવે હવે ભારત સાથે પોતાના સંબંધો બગાડવાનો ભોગ બનવું પડ્યું છે. માલદીવના રક્ષા મંત્રી ગજાન મૌમૂને મોટું નિવેદન આપ્પી કબૂલ્યું છે કે, તેમની સેના પાસે એક પણ પાયલટ નથી, જે મદદ માટે ભારતે આપેલા ત્રણ વિમાનને ઉડાવવામાં સક્ષમ હોય. ઘાસસને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ ટિપ્પણી કરી હતી.
ભારતે દાનમાં આપ્યા હતા માલદીવ્સને આ વિમાન
તમને જણાવી દઈએ કે, ભારતે માલદીવને બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર વિમાન ચલાવવા આપ્યું હતું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની જીદ બાદ ભારતે થોડા દિવસ પહેલા પોતાના 76 સૈન્ય જવાનોને પરત બોલાવી લીધા હતા. હવે આ સૈનિકોને બદલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કર્મચારીઓ માલદીવમાં હાજર છે. હવે માલદીવની સામે એ સંકટ ઉભું થયું છે કે, તેની પાસે આ વિમાનોને ઉડાવવા માટે કોઈ પાયલોટ જ નથી.
પત્રકારોને જવાબ આપતાં ગજાન મૌમૂને કહ્યું હતું કે, માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ (એમએનડીએફ) માં એવો કોઈ સૈનિક નથી, જે ભારતીય સેના દ્વારા દાનમાં અપાયેલા ત્રણ વિમાનોનું સંચાલન કરી શકે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારોના કરાર હેઠળ કેટલાક સૈનિકોને તેમને ઉડાડવાની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં અનેક તબક્કા પૂરા કરવાના હતા. કેટલાક કારણોસર માલદીવના સૈનિકો આ તબક્કાઓ પૂર્ણ કરી શક્યા ન હતા. હાલ માલદીવની સેના પાસે બે હેલિકોપ્ટર અને ડોર્નિયર વિમાન ઉડાવવાનું લાયસન્સ પણ નથી.
લક્ષદ્વીપને લઈને ભારત માલદીવ સંબંધ ખરાબ થયા હતા
તમને જણાવી દઈએ કે, લક્ષદ્વીપ વિશે માલદીવના નિવેદન બાદથી ભારત સાથે તેના સંબંધો ખરાબ થઈ ગયા છે. માલદીવની અગાઉની સરકારના બે પ્રધાનોએ કરેલા નિવેદનો સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. જોકે ભારત સાથેના વણસતા સંબંધો બાદ માલદીવ તરફથી માફી પણ માગવામાં આવી હતી. આ પછી, ભારતમાં માલદીવ બાયકોટને લઈ લોકોનું સમર્થન મળ્યું હતુ. ઘણા ભારતીય પ્રવાસીઓએ માલદીવની ટિકિટ રદ કરી દીધી હતી. આ પછી માલદીવ બેકફૂટ પર આવી ગયું હતું.