scorecardresearch
Premium

ચીન સામે ભારતની ફૂટનીતિક જીત? મોદી-મુઇજ્જુની ટ્યૂનિંગથી ડ્રેગનના સપના પર ફરી વળ્યું પાણી

India-Maldives Relation: ઘણી ટીકા અને ભારત વિરોધી વલણના લાંબા સમય બાદ પીએમ મોદીની માલવીદવી મુલાકાતમહત્વની રહી હતી. મુઈજ્જુ હવે પીએમ મોદી અને ભારતને ભરોસાપાત્ર મિત્ર ગણાવી રહ્યા છે

PM Modi, Mohamed Muizzu, પીએમ મોદી
માલદીવના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા (પીએમ મોદી ટ્વિટર)

India-Maldives Relation: એક સમય હતો જ્યારે માલદીવમાં ભારત વિરોધી લહેર હતી. ચીન સમર્થક મોહમ્મદ મુઈજ્જુએ ઈન્ડિયા આઉટ કેમ્પેઈનના આધારે ચૂંટણી જીત્યા હતા અને માલદીવમાં ચીનની દખલગીરી વધી ગઈ હતી. આ જ માલદીવનો હવે સૂર બદલાવા લાગ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ દેશના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને તેમને એક અદભૂત વ્યક્તિ ગણાવ્યા હતા.

માલદીવમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે મુઈજ્જુએ’ઈન્ડિયા આઉટ’ કેમ્પેઈન શરૂ કર્યું હતું. આ સિવાય તેમના જ મંત્રીમંડળના સાથીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ જ મુઈજ્જુ વે પીએમ મોદીના વખાણ કરતા થાકતા નથી. વડા પ્રધાન મોદી અને મુઈજ્જુ વચ્ચેનું આ ટ્યુનિંગ વૈશ્વિક દક્ષિણ ભૌગોલિક રાજકીય ગતિશીલતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

માલદીવે પીએમ મોદી માટે કાર્પેટ પાથરી

ઘણી ટીકા અને ભારત વિરોધી વલણના લાંબા સમય બાદ પીએમ મોદીની આ મહત્વની મુલાકાત રહી હતી. પીએમ મોદી અને ભારતને હવે મુઈજ્જુ ભરોસાપાત્ર મિત્ર ગણાવી રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે પીએમ મોદી માટે રાષ્ટ્રપતિ મુઈજ્જુએ રેડ કાર્પેટ પાથરી અને પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિ મુઈજ્જુએ વડાપ્રધાન મોદીની મુલાકાતના અંતિમ દિવસે કહ્યું હતું કે તેઓ એક અદભૂત વ્યક્તિ છે, જેમને ભારતના પાડોશીઓ વચ્ચે સારા સંબંધ બનાવવાનો ખૂબ શોખ છે. માલદીવ અને ભારત વચ્ચે સદીઓથી સારા સંબંધો રહ્યા છે. હવે પીએમ મોદીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં બંને સરકારો વચ્ચે સહયોગ વધુ સમૃદ્ધ થવા જઈ રહ્યો છે.

આર્થિક તાકાતમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા

માલદીવનું અર્થતંત્ર ભારે બજેટ ખાધ અને ઘટતા વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે ગંભીર તણાવની સ્થિતિમાં છે અને ભારત દ્વારા આપવામાં આવેલી સહાય મુઈજ્જુ સરકારને નાણાકીય સ્થિરતા લાવવા માટે મહત્વપૂર્ણ છે. માલદીવ પર હજી પણ ચીનનું મોટું દેવું છે. આમ છતાં ભારત માલદીવ માટે એક મહત્ત્વપૂર્ણ મુખ્ય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.

આ પણ વાંચો – કર્ણાટક ભવનમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના અફસરો વચ્ચે ઝઘડો! તપાસનો આદેશ

વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન, ભારતે હિંદ મહાસાગરના પડોશી માટે 565 મિલિયન ડોલરની નવી લોન મર્યાદાની જાહેરાત કરી હતી અને તેની વાર્ષિક લોન ચુકવણીમાં 40 ટકાનો ઘટાડો કરવા પણ સંમતિ આપી હતી.

મુઈજ્જુએ ભારત પ્રવાસ વિશે શું કહ્યું?

આ વર્ષે ભારતની મુલાકાતનું આયોજન કરવા અંગે મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું હતું કે મને આશા છે કે આવું થશે. મને ખબર નથી કે આ વર્ષે આવું થશે કે નહીં, પરંતુ કદાચ નજીકના ભવિષ્યમાં થશે. માલદીવની વિકાસયાત્રામાં ભારતની ભૂમિકા અંગે તેમણે કહ્યું હતું કે આપણે સૌએ જોયું છે કે ભૂતકાળમાં ભારતે માલદીવને કેવી રીતે મદદ કરી છે અને આગળ જતાં ભારત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર બની રહેશે તેમાં કોઈને પણ શંકા નહીં હોય.

માલદીવમાં પ્રવાસન વધશે

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું કે ભારત એક મુખ્ય પર્યટન દેશોમાંથી એક છે જે માલદીવને પર્યટનમાં મદદ કરે છે. વડાપ્રધાન મોદીની મુલાકાતથી આમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી લોકો વચ્ચેનું આદાન-પ્રદાન નોંધપાત્ર રીતે વધશે.

Web Title: India maldives relation pm modi at maldives independence day celebrations mohamed muizzu ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×