India’s Longest And Shortest Budget Speech: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સતત આઠમી વખત લોકસભામાં બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. મોદી સરકાર 3.0 નું આ બીજું પૂર્ણ બજેટ છે. અગાઉ, લોકસભા ચૂંટણી 2024 પછી તેમણે મોદી સરકારેનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈ 2024ના રોજ રજૂ કર્યું હતું.
નાણામંત્રી સીતારમણનું આ સતત આઠમું બજેટ છે. આ પહેલા મોરારજી દેસાઈએ સતત 10 બજેટ રજૂ કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે કયા નાણામંત્રીનું બજેટ ભાષણ સૌથી લાંબુ છે?
સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે. કેન્દ્રીય બજેટ 2020-21 નિર્મલા સીતારમણનું ભાષણ ભારતીય ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ હતું. કેન્દ્રીય બજેટ 2020-21 નું બજેટ ભાષણ સતત 2 કલાક 42 મિનિટ સુધી ચાલ્યું. આ દરમિયાન, તેમણે કેન્દ્રીય બજેટ 2019-20 રજૂ કરવાનો 2 કલાક 17 મિનિટનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
નિર્મલા સીતારમણ પહેલા આ રેકોર્ડ બીજેપી નેતા જસવંત સિંહના નામે હતો. 2003ના બજેટમાં તેમણે ભાષણ 2 કલાક 15 મિનિટ સુધી બજેટ વાંચ્યું હતું. તો દિવંગત નાણામંત્રી અરુણ જેટલીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમણે વર્ષ 2014માં ભાષણ 2 કલાક અને 10 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું.
તો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ટૂંકું બજેટ ભાષણ વર્ષ 1977માં હીરુભાઈ એમ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે માત્ર 800 શબ્દોનું વચગાળાનું બજેટ ભાષણ આપ્યું હતું. તેમજ સૌથી ટૂંકું પૂર્ણ બજેટ ભાષણ 9300 શબ્દોનું હતું જે વાય બી ચવ્હાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગ અને મહિલાઓ માટે ઘણી નવી પહેલોની જાહેરાત કરવામાં આવી શકે છે. હકીકતમાં સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો સંકેત આપતા કહ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ મહિલાઓ માટે ઘણી નવી પહેલની જાહેરાત કરવામાં આવી શકે છે.
ઉપરાંત, છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી અને મધ્યમ વર્ગને આશા છે કે આ વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ તેમને રાહત આપશે.
તમને જણાવી દઈએ કે હાલમાં 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે અને આ વખતે કરદાતાઓને આશા છે કે 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાવી શકાય છે.