scorecardresearch
Premium

Gujarati News 9 April 2024 Highlights: છત્તીસગઢમાં બસ ખીણમાં પડતા 11 લોકોના કરુણ મોત, બચાવ કામગીરી ચાલુ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 9 April 2024 : છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાં એક બસ ખીણમાં પડતા 11 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે અને ઘાયલ લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે.

chhattisgarh bus accident | chhattisgarh news | bus accident in chhattisgarh
છત્તીસગઢમાં બસ ખીણમાં પડી છે. મૃતકો – ઘાયલોને દુર્ગ વિસ્તારના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. (Photo – Social Media)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 9 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 9 એપ્રિલ 2024, મંગળવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો આજે છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાં એક બસ ખીણમાં પડતા 11 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે અને ઘાયલ થનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. ઉત્તરાખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઊંડી ખીણમાં બોલેરો જીપ ખાબકતા 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ જીપમાં 10 લોકો સવાર હતા. બીજી તરફ નાનકમત્તા ગુરુદ્વારના કાર સેવા પ્રમુખ બાબા તરસેમ સિંહની ગોળી મારીને હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અમરજીત સિંહને ઉત્તરાખંડ એસટીએફ અને હરિદ્વાર પોલીસે એન્કાઉન્ટક કરી ઠાર માર્યો હતો. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર

છત્તીસગઢમાં બસ ખીણમાં પડતા 11 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાં એક બસ ખીણમાં પડતા 11 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે અને ઘાયલ થનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ બસમાં મોટાભાગના પ્રવાસીઓ શ્રમિકો હતો. બસ પલટી જતા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના રિમાન્ડને હાઇકોર્ટમાં પડકાર્યા હતા અને તેમની ધરપકડને ખોટી ગણાવી હતી. જોકે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેમને કોઇ રાહત મળી નથી. અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે ચુકાદો આવી ગયો છે.

કોર્ટે કહ્યું કે અરજદારે જામીન માટે અરજી કરી નથી પરંતુ તેની ધરપકડને પડકારી છે. કોર્ટે કહ્યું કે અરજદારે કહ્યું છે કે ધરપકડ ખોટી છે. કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીનો કોઈ વિશેષાધિકાર નથી. આ મામલો કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો નથી, પરંતુ કેજરીવાલ અને ઇડી વચ્ચેનો છે. આથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. આ મુદ્દે આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે અમે હાઈકોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને આદરપૂર્વક કહીએ છીએ કે અમે આ નિર્ણય સાથે સહમત નથી. અમે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ત્યાં અમારી વાત રજૂ કરીશું.

પીલીભીતમાં પીએમ મોદીની જનસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીલીભીતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જ્યાં તેમણે જનસભા સંબોધી હતી. જનસભામાં તેમણે જણાવ્યું હતું કે આખી દુનિયાની મુશ્કેલીઓ વચ્ચે ભારત આજે બતાવી રહ્યું છે કે તેના માટે કંઈ જ અસંભવ નથી. એક સમેય કોંગ્રેસ સરકાર દુનિયામાં મદદ માંગતી હતી. પરંતુ કોરોના મહાસંકટમાં ભારતે આખી દુનિયાને દવાઓ અને વેક્સીન મોકલી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી આજે જે કોંગ્રેસ સાથે ઊભી છે. એ કોંગ્રેસે 1984માં અમારા સિખ સાથીઓ સાથે શું કર્યું હતું. એ કોઈ ન ભૂલી શકે. આ ભાજપ છે જે સિખો સાથે પુરી શક્તિથી ઊભી ચે. તેમની ભાવનાઓને સમજીને કામ કરે છે.

નૈનીતાલમાં એક બોલેરો 200 મીટર ઊંડી ખીણમાં પડી

ઉત્તરાખંડના નૈનીતાલમાં એક બોલેરો 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. બોલેરોમાં 10 લોકો સવાર હતા. જેમાંથી 9 લોકોના મોત થયા છે. બે લોકોની હાલત નાજુક છે. આ અકસ્માત નૈનીતાલ જિલ્લામાં સ્થિત બેતાલઘાટ વિકાસ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં થયો હતો. માર્યા ગયેલા મોટા ભાગના નેપાળી મજૂરો હોવાનું કહેવાય છે.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.

Live Updates
23:24 (IST) 9 Apr 2024
છત્તીસગઢમાં બસ ખીણમાં પડતા 11 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાં એક બસ ખીણમાં પડતા 11 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે અને ઘાયલ થનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ બસમાં મોટાભાગના પ્રવાસીઓ શ્રમિકો હતો. બસ પલટી જતા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

19:53 (IST) 9 Apr 2024
ઈદ 11 એપ્રિલે ઉજવાશે – લખનઉની મરકજી ચાંદ કમિટી

લખનઉની મરકજી ચાંદ કમિટીએ કહ્યુ કે, ઈદ 11 એપ્રિલ, ગુરુવારના રોજ ઉજવાશે, કારણ કે આજે ચાંદ દેખાયો નથી.

19:52 (IST) 9 Apr 2024
19 ભારતીય માછીમારો શ્રીલંકાથી પરત આવ્યા

19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી પરત લાવવામાં આવ્યા છે. તેમને શ્રીલંકાથી ચેન્નઇ લાવવામાં આવ્યા છે.

18:07 (IST) 9 Apr 2024
કેજરીવાલને હાઇકોર્ટમાંથી રાહત નહીં, સૌરભ ભારદ્વાજે કહ્યું – અમે સુપ્રીમ કોર્ટમાં જઇશું

આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે અમે હાઈકોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને આદરપૂર્વક કહીએ છીએ કે અમે આ નિર્ણય સાથે સહમત નથી. અમે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ત્યાં અમારી વાત રજૂ કરીશું.

16:33 (IST) 9 Apr 2024
અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના રિમાન્ડને હાઇકોર્ટમાં પડકાર્યા હતા અને તેમની ધરપકડને ખોટી ગણાવી હતી. જોકે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેમને કોઇ રાહત મળી નથી. અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે ચુકાદો આવી ગયો છે.

કોર્ટે કહ્યું કે અરજદારે જામીન માટે અરજી કરી નથી પરંતુ તેની ધરપકડને પડકારી છે. કોર્ટે કહ્યું કે અરજદારે કહ્યું છે કે ધરપકડ ખોટી છે. કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીનો કોઈ વિશેષાધિકાર નથી. આ મામલો કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો નથી, પરંતુ કેજરીવાલ અને ઇડી વચ્ચેનો છે. આથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.

11:28 (IST) 9 Apr 2024
કેન્દ્રીય એજન્સીઓ સામે પોલીસ સ્ટેશન બહાર ટીએમસી નેતાઓનો વિરોધ

ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદો સતત આવી રહી છે. આ દરમિયાન ટીએમસી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે રસ્તા પર ઉતરી આવી છે

10:17 (IST) 9 Apr 2024
સેન્સેક્સે પ્રથમ વખત 75,000નો આંક તોડ્યો

બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત 75,000નો આંકડો પાર કર્યો હતો અને નિફ્ટી 50 મંગળવારે (9 એપ્રિલ) 22,700 75,000 ની નવી વિક્રમી ઊંચી સપાટીથી ઉપર ખૂલ્યો હતો.

10:03 (IST) 9 Apr 2024
પીલીભીતમાં આજે પીએમ મોદીની રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે પીલીભીતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ વખતે ભાજપે પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધીની ટિકિટ રદ કરીને જીતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.

08:56 (IST) 9 Apr 2024
નવરાત્રીનો પહેલો દિવસ તમારા માટે કેવો રહેશે?

Lazy Load Placeholder Image

આજથી ચૈત્રી નવરાત્રી શરુ થઈ છે. આજે પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિફળ.

08:55 (IST) 9 Apr 2024
ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માતમાં આઠના મોત

ઉત્તરાખંડના નૈનીતાલમાં એક બોલેરો 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. બોલેરોમાં 10 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોના મોત થયા છે. બે લોકોની હાલત નાજુક છે.

Web Title: India gujarat today latest news in gujarati live gujarat samachar 9 april 2024 bolero jeep overturns in valley in nainital uttrakhand ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×