scorecardresearch
Premium

Gujarati News 3 May 2024 Highlights: ગુજરાતના લોકો શાંતિ પ્રિય છે, તેમને ભડકાવવાનું બંધ કરો – મલ્લિકાર્જૂન ખડગે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 may 2024 : પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં એક જનસભાને સંબોધતી હતી જ્યારે બીજી તરફ હાઈપ્રોફાઈલ સીટ રાયબરેલી પરથી રાહુલ ગાંધીએ નામાંકન ફોર્મ ભર્યું હતું.

Police
પોલીસ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે શુક્રવારના દિવસના મહત્વના સમાચારની વાત કરીએ વડાપ્રધાન પશ્વિમ બંગાળના પ્રવાસે છે. જ્યાં જાહેર સભા સંબોધી હતી. સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. આ વખતે રાહુલ અમેઠીથી ચૂંટણી લડી રહ્યા નથી, તેના બદલે તેઓ રાયબરેલીથી ઉમેદવાર બન્યા છે. આ પગલા પર કટાક્ષ કરતા પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે સોનિયા ગાંધી પણ ડરીને રાજસ્થાન ગયા હતા.

પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી પ્રિન્સ પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો આસપાસ જાય છે અને દરેકને કહે છે – ગભરાશો નહીં. હું તેમને પણ એ જ કહીશ – ડરશો નહીં, ભાગશો નહીં.

લોકસભા ચૂંટણી વચ્ચે પીએમ મોદી 5 મે ના રોજ અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા એટલે કે 5 મેના રોજ પીએમ મોદી અયોધ્યાની મુલાકાત લેશે. અહીં તેઓ ફૈઝાબાદ લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કરશે. પીઅમ મોદી રામ મંદિરમાં જઈને રામલલાના દર્શન કરી પૂજા કરશે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાતને યાદગાર બનાવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદી અયોધ્યામાં લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે.

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી, સોનિયા-ખડગે સહિત આ નેતાઓ હાજર રહ્યા

દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષોનો પ્રચાર તેજ થઈ ગયો છે. અમેઠી અને રાયબરેલીની હાઈ-પ્રોફાઈલ બેઠકો માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ વખતે કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ફરી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ગઢ ગણાતા રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે. આ સીટ પર તેમની સામે ભારતીય જનતા પાર્ટીના દિનેશ પ્રતાપ સિંહ છે.

પીએમ મોદીના ટીએમસી પર પ્રહારો

પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે ટીએમસીએ સંદેશખાલી કેસમાં માત્ર એટલા માટે કાર્યવાહી કરી નથી કારણ કે વ્યક્તિ અન્ય સમુદાયનો હતો. પીએમએ કહ્યું કે બંગાળમાં ટીએમસી સરકારે હિંદુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. આ કેવા લોકો છે કે તેમને જય શ્રી રામની ઘોષણા સામે પણ વાંધો છે… હું ટીએમસી સરકારને પૂછવા માંગુ છું કે અહીં સંદેશખાલીમાં આપણી દલિત બહેનો સાથે આટલો મોટો ગુનો બન્યો. આખો દેશ કાર્યવાહીની માંગ કરતો રહ્યો, પરંતુ ટીએમસી ગુનેગારને બચાવતી રહી. શું તે માત્ર એટલા માટે, શા માટે, શા માટે, તે ગુનેગારનું નામ શાહજહાં શેખ હતું.

હેલિકોપ્ટર રાયગઢ જિલ્લાના મહાડમાં ક્રેશ થયું

મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર રાયગઢ જિલ્લાના મહાડમાં ક્રેશ થયું હતું. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢી શકે તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. મળતી માહિતી મુજબ બંને પાયલટ સુરક્ષિત છે. હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો છે. સુષ્મા અંધારેએ પોતે ક્રેશનો વીડિયો પોસ્ટ કર્યો છે. ગઈકાલે તેમણે મહાડમાં સભા કરી હતી. રાત પડી હોવાથી તે ત્યાં જ રોકાઈ. આજે એક હેલિકોપ્ટર તેમને અન્ય સભા સ્થળે લઈ જવા માટે આવ્યું હતું.

CPIના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજનનું નિધન

અતુલ કુમાર અંજાનનું નિધન થયું: ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજાનનું શુક્રવારે સવારે લખનૌમાં નિધન થયું. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. અતુલ કુમાર છેલ્લા એક મહિનાથી લખનૌની મેયો હોસ્પિટલમાં દાખલ હતા.

Live Updates
22:11 (IST) 3 May 2024
ગુજરાતના લોકો શાંતિ પ્રેમી છે, તેમને ભડકાવવાનું બંધ કરો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે લોકસભા ચૂંટણી પ્રચાર માટે અમદવાદ આવ્યા છે. ખડગે કહ્યું કે, ગુજરાતના લોકો શાંતિપ્રેમી છે, તેમને ભડકાવવાનું બંધ કરવું જોઇએ.

22:07 (IST) 3 May 2024
ભરૂચમાં પોલીસ કર્મીનો આપઘાત, પિસ્તોલથી પોતાના પર ગોળી ચલાવી

ભરૂચમાં પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને કમાન્ડો ની પોસ્ટ પર તૈનાત કિરીટભાઇ વાળા પિસ્તોલ વડે પોતાના પર જ ગોળી ચલાવી આપઘાત કરતા ચકચાર મચી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

18:21 (IST) 3 May 2024
પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી 14 મેના રોજ ઉમેદવારીપત્રક ભરશે

લોકસભા ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી 14 મેના રોજ ઉમેદવારીપત્રક ભરશે. વારાણસીમાં સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે. પીએમ મોદી વારાણસીના બે દિવસના પ્રવાસે જશે. 13 મેના રોજ પીએમ મોદી કાશીના લોકો વચ્ચે એક મોટો રોડ શો પણ કરશે. ગત વખતેપણ નામાંકન પહેલા પીએમ મોદીએ મોટો રોડ શો કર્યો હતો.

17:15 (IST) 3 May 2024
અસલી શિવસેના એકનાથ શિંદે ચલાવી રહ્યા છે – અમિત શાહ

મહારાષ્ટ્ર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રત્નાગીરીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે શું નકલી સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તેમના ભાષણમાં વીર સાવરકરનું નામ લેવાની હિંમત કરી શકે છે? જો સાવરકરનું નામ લેવામાં શરમ આવતી હોય તો તમે શિવસેનાના કેવા પ્રમુખ છો? તે નકલી શિવસેના ચલાવી રહ્યા છે, અસલી શિવસેના એકનાથ શિંદે ચલાવી રહ્યા છે.

15:54 (IST) 3 May 2024
લોકસભા ચૂંટણી વચ્ચે પીએમ મોદી 5 મે ના રોજ અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા એટલે કે 5 મેના રોજ પીએમ મોદી અયોધ્યાની મુલાકાત લેશે. અહીં તેઓ ફૈઝાબાદ લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કરશે. પીઅમ મોદી રામ મંદિરમાં જઈને રામલલાના દર્શન કરી પૂજા કરશે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાતને યાદગાર બનાવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદી અયોધ્યામાં લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે.

14:16 (IST) 3 May 2024
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી

આ વખતે કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ફરી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ગઢ ગણાતા રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે. આ સીટ પર તેમની સામે ભારતીય જનતા પાર્ટીના દિનેશ પ્રતાપ સિંહ છે.

13:51 (IST) 3 May 2024
બંગાળમાં વડાપ્રધાન મોદીના ટીએમસી પર પ્રહારો

પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે ટીએમસીએ સંદેશખાલી કેસમાં માત્ર એટલા માટે કાર્યવાહી કરી નથી કારણ કે વ્યક્તિ અન્ય સમુદાયનો હતો. પીએમએ કહ્યું કે બંગાળમાં ટીએમસી સરકારે હિંદુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે.

13:22 (IST) 3 May 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. આ વખતે રાહુલ અમેઠીથી ચૂંટણી લડી રહ્યા નથી, તેના બદલે તેઓ રાયબરેલીથી ઉમેદવાર બન્યા છે. આ પગલા પર કટાક્ષ કરતા પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે સોનિયા ગાંધી પણ ડરીને રાજસ્થાન ગયા હતા.

11:02 (IST) 3 May 2024
મહારાષ્ટ્રના રાયગઢમાં હેલિકોપ્ટર ક્રેશ

શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર રાયગઢ જિલ્લાના મહાડમાં ક્રેશ થયું હતું. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢી શકે તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.

10:23 (IST) 3 May 2024
યુપીમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ કેસમાં કોર્ટે 2 આરોપીઓને જામીન આપ્યા

અલ્હાબાદ હાઈકોર્ટે 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન લોકસભા સાંસદ (MP) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીના વાહન પર કથિત રીતે ગોળીબાર કરનારા બે લોકોને જામીન આપ્યા છે.

09:02 (IST) 3 May 2024
રૂપાલા વિવાદ વધારે વકર્યો, ખોડલધામમાંથી ક્ષત્રિયોનો નવો પડકાર

રૂપાલા વિવાદ વધારે વકરતો જાય છે ત્યારે ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિયોના આંદોલનને ટેકો આપવા બદલ પી.ટી.જાડેજાએ પાટીદારોનો આભાર માન્યો છે. કાગવડ ખોડલધામમાં પી.ટી.જાડેજાએ કહ્યું કે, રૂપાલાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજને એક કર્યા છે, ભાજપ તરફથી સમાધાન માટે દબાણ કરાશે તો આંદોલન વધુ ને વધુ જલદ બનાવાશે.

08:19 (IST) 3 May 2024
આજે શુક્રવાર 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?

Lazy Load Placeholder Image

આજે 3 મે 2024, શુક્રવારનો દિવસ છે. આજનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજના દિવસનું રાશિફળ.

08:18 (IST) 3 May 2024
કોંગ્રેસે સસ્પેન્સ તોડ્યું

આખસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પરથી સસ્પેન્સ ઉજાગર કર્યું હતું. આજે વહેલી સવારે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં અમેઠીથી કેએલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીના નામની જાહેરાત કરી હતી.

08:12 (IST) 3 May 2024
લાંબી બિમારી બાદ CPIના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજનનું નિધન

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજાનનું શુક્રવારે સવારે લખનૌમાં નિધન થયું. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. અતુલ કુમાર છેલ્લા એક મહિનાથી લખનૌની મેયો હોસ્પિટલમાં દાખલ હતા.

Web Title: India gujarat today latest news in gujarati live gujarat samachar 3 may 2024 cpi national secretary atul kumar anjan passes away ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×