scorecardresearch
Premium

Gujarati News 23 April 2024 Lighlights: અમિત શાહ મહારાષ્ટ્ર : ‘ઉદ્ધવને પુત્ર સિવાય બીજું કંઈ દેખાતું નથી, તો કોંગ્રેસે 370…’

India Gujarat Today Latest News in Gujarati Lighlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 April 2024 : સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે.

Amit Shah Maharashtra Visit
અમિત શાહની મહારાષ્ટ્રના અકોલામાં જન સભા (ફોટો – અમિત શાહ ટ્વીટર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 April 2024 Lighlights, આજના તાજા સમાચાર: આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મહારાષ્ટ્રના અકોલામાં તેમની પાર્ટીના ઉમેદવારની તરફેણમાં જાહેર સભા યોજી હતી. આ રેલીમાં તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તો સુપ્રીમ કોર્ટે મંગળવારે પતંજલિની ભ્રામક જાહેરાત સંબંધિત બાબા રામદેવ સામેના અવમાનના કેસની સુનાવણી કરતી વખતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે, તે પતંજલિ તરફ આંગળી ચીંધી રહી છે, જ્યારે ચાર આંગળીઓ તમારી તરફ પણ છે. કોર્ટે કહ્યું કે, એલોપેથી ડોક્ટરો પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે.

તો લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ ભાજપે એક લોકસભા સીટ જીતી લીધી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન સૌપ્રથમ રદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરત લોકસભામાંથી આઠ અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે.

મુખ્તાર અંસારીનો વિસેરા રિપોર્ટ સામે આવ્યો

મુખ્તાર અંસારીને જેલમાં ઝેર પીવડાવવાનો મામલો હવે શાંત થતો જણાય છે. જ્યારે મુખ્તાર અંસારીના વિસેરાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેનું મૃત્યુ ઝેરના કારણે થયું નથી. હાલ વિસેરા રિપોર્ટ જ્યુડિશિયલ ટીમને સોંપવામાં આવ્યો છે. મુખ્તારના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેનું મોત ઝેરના કારણે થયું છે. આ માટે વહીવટી અને ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે તપાસ ટીમ સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને વરિષ્ઠ અધિકારીઓને સોંપશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા જમ્મુ કાશ્મીરની શાંત વાદીઓમાં ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો હતો. રાજૌરી જિલ્લામાં મસ્જિદમાંથી બહાર નીકળતા સરકારી કર્મચારીની ગોળીયો ધરબીને હત્યા કરવામાં આવી હતી. આજે આઈપીએલમાં ચેન્નઈ અને લખનઉ વચ્ચે મેચ રમાશે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

Live Updates
20:52 (IST) 23 Apr 2024
દિલ્હીમાં ભર ઉનાળે વરસાદ

દિલ્હના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હીમાં સાજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

18:53 (IST) 23 Apr 2024
અમિત શાહના મહારાષ્ટ્રથી પ્રહાર, ‘ઉદ્ધવને પુત્ર સિવાય બીજું કંઈ દેખાતું નથી’, તો કોંગ્રેસે નાજાયદ બાળકની જેમ 370 ને લાડ કર્યું

ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મહારાષ્ટ્રના અકોલામાં તેમની પાર્ટીના ઉમેદવારની તરફેણમાં જાહેર સભા યોજી હતી. આ રેલીમાં તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, તેઓ તેમના પુત્ર સિવાય બીજું કંઈ જોઈ શકતા નથી. રેલીમાં અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિરના નિર્માણમાં અવરોધો ઉભા કર્યા, પરંતુ પીએમ મોદીએ નિર્ણય લીધો કે રામલલાનું મંદિર અયોધ્યામાં બનાવવું જ જોઈએ. તેમણે કહ્યું કે, 70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ અનુચ્છેદ 370ને નાજાયદ બાળકની જેમ લાડ લડાવ્યો, જ્યારે અમે બહુમતનો ઉપયોગ બંધારણને બદલવા માટે નહીં પરંતુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે કર્યો.

18:20 (IST) 23 Apr 2024
ભાવનગર : બોરતળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

ભાવનગર શહેરના બોરતળાવ ગૌરીશંકર સરોવરમાં કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢયો હતો, બનાવ અંગે બોરતળાવ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઓળખ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

16:04 (IST) 23 Apr 2024
પતંજલી ભ્રામક જાહેરાત કેસ: સુપ્રીમ કોર્ટે IMA ને પણ આડે હાથ લીધુ, તમારા ડોક્ટર પણ ગેરજરૂરી અને મોંઘી દવા…

સુપ્રીમ કોર્ટે મંગળવારે પતંજલિની ભ્રામક જાહેરાત સંબંધિત બાબા રામદેવ સામેના અવમાનના કેસની સુનાવણી કરતી વખતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે, તે પતંજલિ તરફ આંગળી ચીંધી રહી છે, જ્યારે ચાર આંગળીઓ તમારી તરફ પણ છે. કોર્ટે કહ્યું કે, એલોપેથી ડોક્ટરો પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, IMA એ પણ પોતાની તરફ પણ જોવું જોઈએ. એલોપેથીના ડોકટરો લોકોને બિનજરૂરી અને ખૂબ મોંઘી દવાઓ લખી આપે છે. કોર્ટે વધુમાં કહ્યું કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી પણ અનૈતિક પ્રથાઓ અપનાવવામાં આવી રહી હોવાની ફરિયાદો મળી રહી છે. એટલું જ નહીં, આ દરમિયાન કોર્ટે પતંજલિ આયુર્વેદ સિવાય અન્ય FMCG કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેઓ પણ તેમના ઉત્પાદનો વિશે ખોટા દાવા કરે છે.

13:48 (IST) 23 Apr 2024
શું સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે.

09:50 (IST) 23 Apr 2024
માફિયા મુખ્તાર અંસારીનો વિસેરા રિપોર્ટ સામે આવ્યો

મુખ્તાર અંસારીને જેલમાં ઝેર પીવડાવવાનો મામલો હવે શાંત થતો જણાય છે. જ્યારે મુખ્તાર અંસારીના વિસેરાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેનું મૃત્યુ ઝેરના કારણે થયું નથી.

09:12 (IST) 23 Apr 2024
હનુમાન જ્યંતિનો દિવસ તમામા માટે કેવો રહેશે?

Lazy Load Placeholder Image

આજે હનુમાન જ્યંતિનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

09:10 (IST) 23 Apr 2024
અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ આવો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલનું બ્લડ શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું, ત્યારબાદ તેમને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. સોમવારે અરવિંદ કેજરીવાલે તિહાર જેલ પ્રશાસનને પત્ર લખ્યો હતો. તેણે પત્ર લખીને ઈન્સ્યુલિન આપવાની માંગણી કરી હતી. તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને તેણે કહ્યું કે તે દરરોજ ઈન્સ્યુલિનની માંગ કરી રહ્યો છે. કેજરીવાલે એમ પણ કહ્યું કે AIIMSના ડૉક્ટરોએ ક્યારેય એવું નથી કહ્યું કે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાની કોઈ વાત નથી.

09:09 (IST) 23 Apr 2024
જમ્મુ કાશ્મીરમાં એક સરકારી કર્મચારીને હુમલાખોરોએ ગોળી મારી

લોકસભા ચૂંટણીની વચ્ચે 22 એપ્રિલની સાંજે જમ્મુ-કાશ્મીરની શાંત ખીણોમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. રાજૌરી જિલ્લામાં મસ્જિદમાંથી બહાર આવી રહેલા એક સરકારી કર્મચારીને હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. મૃતકની ઓળખ 40 વર્ષીય મોહમ્મદ રઝાક તરીકે થઈ છે. ઘટના બાદ ઘરમાં શોકનો માહોલ છે.

Web Title: India gujarat today latest news in gujarati live gujarat samachar 23 april 2024 arvind kejriwal given insulin in tihar jail ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×