scorecardresearch
Premium

Gujarati News 15 April 2024 Highlights : સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસ : ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની અટકાયત કરી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 April 2024 : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટર વિશાલ ઉર્ફે કાળુ છે, જે રોહિત ગોદરા ગેંગનો છે.

Salman Khan House Firing case
સલમાન ઘર બહાર ફાયરિંગનો કેસ (ફોટો – @BeingSalmanKhan)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે સોમવાર 15, એપ્રિલ 2024ના દિવસે બનતી મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે. પોલીસે આ બંને શકમંદોની નવી મુંબઈથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ કસ્ટડીમાં બંનેની પૂછપરછ કરી રહી છે. ફાયરિંગની જવાબદારી લોરેન્સ ગેંગના અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ લીધી છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટર વિશાલ ઉર્ફે કાળુ છે, જે રોહિત ગોદરા ગેંગનો છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને હુમલાખોરોના સીસીટીવીથી ફોટા સામે આવ્યા હતા.

રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તામિલનાડુમાં અધિકારીઓએ તલાશી લીધી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તમિલનાડુના નીલગિરિસમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા તલાશી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ તેની શોધખોળ કરી હતી.

કે કવિતાને કોર્ટ તરફથી મોટો ફટકો, CBIની માંગ સ્વીકારી, 23 એપ્રિલ સુધી વધારી જ્યુડિશિયલ કસ્ટડી

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કે કવિતાને કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે, કોર્ટે સીબાઈઆઈની માંગ સ્વીકારી 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવાનો આદેશ આપ્યો છે. કે કવિતાએ આરોપ લગાવ્યો હતો કે, સીબીઆઈ તેમને ખોટી રીતે વારંવાર એક જ સવાલ પુછી રહી છે, આ સીબીઆઈ નહી ભાજપની કસ્ટડી છે. તમને જણાવી દઈએ કે, કવિતાની ૬ એપ્રિલે તિહાર જેલમાં સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 11 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં છે.

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

આ બાજુ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે 15 એપ્રિલ 2024ના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

અરવિંદ કેજરીવાલની ધરપકડની અરજી પર સુપ્રીમ કોર્ટે ED પાસેથી જવાબ માંગ્યો, આગામી સુનાવણી 29 એપ્રિલે

એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ અને 27 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટ આ મામલે 29 એપ્રિલે ફરી સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, 15 એપ્રિલના રોજ, દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ED પાસે તેમની ધરપકડ કરવા માટે “પર્યાપ્ત સામગ્રી” છે.

બીજી તરફ આગામી બે દિવસ 18 અને 19 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. મેગા રોડ શો યોજીને વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે. આજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. દરેક ક્ષેત્રમાં બનતી તમામ ઘટનાઓ વિશે વાંચતા રહો આજના તાજા સમાચાર.

Live Updates
23:35 (IST) 15 Apr 2024
રામનવમીના ઉત્સવ માટે અયોધ્યા રામ મંદિરને શણગારાયું

રામનવમી જન્મોત્સવને લઇ અયોધ્યા રામ મંદિરને સુંદર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા પહોંચશે.

23:33 (IST) 15 Apr 2024
જમ્મુ – કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા

જમ્મુ – કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમ વર્ષા થઇ છે. હિમવર્ષાથી ત્યાંના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

21:36 (IST) 15 Apr 2024
અમદાવાદ – ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ગોરખપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે છે. આ ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ) છે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ 16 એપ્રિલથી શરૂ થશે. 17 એપ્રિલ, 2024ના રોજ સવારે 09:00 કલાકે આ સ્પેશિયલ ટ્રેન ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:00 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન ગોરખપુરથી 18 એપ્રિલ, 2024ના રોજ 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:40 કલાકે અમદાવાદ પહોંચશે.

અમદાવાદ ગોરખપુર ટ્રેનના સ્ટોપેજ સ્ટેશન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે.

16:48 (IST) 15 Apr 2024
સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસ : ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની અટકાયત કરી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે. પોલીસે આ બંને શકમંદોની નવી મુંબઈથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ કસ્ટડીમાં બંનેની પૂછપરછ કરી રહી છે. ફાયરિંગની જવાબદારી લોરેન્સ ગેંગના અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ લીધી છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટર વિશાલ ઉર્ફે કાળુ છે, જે રોહિત ગોદરા ગેંગનો છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને હુમલાખોરોના સીસીટીવીથી ફોટા સામે આવ્યા હતા.

13:44 (IST) 15 Apr 2024
સુરત: 74 દિવસ બાદ સુરત શહેરને મળ્યા પોલીસ કમીશ્નર

સુરતમાં આઈપીએસ અનુપમસિંહ ગેહલોતની શહેર પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજે સંભાળશે સીપીનો ચાર્જ, રાજ્ય સરકારે ગઈકાલે કર્યો હતો બદલીનો આદેશ. 31 જાન્યુઆરીએ અજય કુમાર તોમર સેવા નિવૃત્ત થયા હતાં, ત્યાર બાદ થી પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી

13:39 (IST) 15 Apr 2024
અરવિંદ કેજરીવાલની ધરપકડની અરજી પર સુપ્રીમ કોર્ટે ED પાસેથી જવાબ માંગ્યો, આગામી સુનાવણી 29 એપ્રિલે

એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ અને 27 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટ આ મામલે 29 એપ્રિલે ફરી સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, 15 એપ્રિલના રોજ, દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ED પાસે તેમની ધરપકડ કરવા માટે “પર્યાપ્ત સામગ્રી” છે.

13:30 (IST) 15 Apr 2024
રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની શોધખોળ, તમિલનાડુમાં ઉતરતાની સાથે જ અધિકારીઓ પહોંચ્યા

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તમિલનાડુના નીલગિરિસમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા તલાશી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ તેની શોધખોળ કરી હતી. આના એક દિવસ પહેલા, રવિવારે (14 એપ્રિલ) તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના હેલિકોપ્ટર પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સર્ચ કરવામાં આવ્યું હતું. ટીએમસી દ્વારા હવે આ અંગે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

13:29 (IST) 15 Apr 2024
કે કવિતાને મોટો ફટકો, કોર્ટે CBIની માંગ સ્વીકારી, 23 એપ્રિલ સુધી વધારી જ્યુડિશિયલ કસ્ટડી

કે.કવિતાની મુશ્કેલીઓ દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં સતત વધી રહી છે. આ કેસ સાથે જોડાયેલા સીબીઆઈ કેસમાં તેમને કોર્ટ તરફથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈએ કવિતાને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેમને ૨૩ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીબીઆઈએ કોર્ટમાં તેની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી હતી

કે.કવિતાએ આ આરોપ લગાવ્યો હતો

રાઉઝ એવન્યુ કોર્ટમાં કવિતાએ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને જણાવ્યું હતું કે સીબીઆઇ તેમને વારંવાર એક જ સવાલ પૂછી રહી છે. તેમણે કહ્યું કે, આ સીબીઆઈની નહીં પરંતુ ભાજપની કસ્ટડી છે. શરાબ નીતિ કૌભાંડ મામલે કવિતાની ૬ એપ્રિલે તિહાર જેલમાં સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 11 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં છે.

10:07 (IST) 15 Apr 2024
ઈરાનના હુમલાનો જવાબ આપશે ઈઝરાયેલ

1 એપ્રિલના રોજ ઈઝરાયેલે સીરિયામાં ઈરાની દૂતાવાસ પર અચાનક હુમલો કર્યો, જેની કોઈને અપેક્ષા નહોતી. આ હુમલામાં ઈરાનના ટોચના સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. આ પછી ગઈ કાલે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. અમેરિકાએ પહેલા જ આ હુમલા અંગે ચેતવણી આપી હતી. જો કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલને ઈઝરાયેલે અટકાવી હતી. મોટી વાત એ છે કે હવે ઈઝરાયેલ ઈરાનને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.

09:00 (IST) 15 Apr 2024
શું અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળશે રાહત?

સુપ્રીમ કોર્ટ આજે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડ અને અટકાયતને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર વિચારણા કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપન કર દત્તાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.

08:55 (IST) 15 Apr 2024
અમિત શાહ 19મીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.

08:55 (IST) 15 Apr 2024
આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 15 એપ્રિલ 2024ના રોજ ગુજરાતના બનાસકાંઠા, ભરૂચ, સુરત જિલ્લામાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

08:54 (IST) 15 Apr 2024
તમારું ચૈત્રી નવરાત્રીનું સાતમું નોરતું કેવું રહેશે?

Lazy Load Placeholder Image

આજે 15 એપ્રિલ 2024, સોમવાર, ચૈત્રી નવરાત્રીનું સાતમું નોરતું છે. આજનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિફળ.

Web Title: India gujarat today latest news in gujarati live gujarat samachar 15 april 2024 thunderstorm forecast in gujarat today ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×