Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 July 2024 Highlights, આજના તાજા સમાચાર: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન ફાયરિંગ થયું છે. આ ઘટના બાદ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ રિસેપ્શન છે. જેમા દેશ અને દુનિયાભરમાંથી પ્રખ્યાત હસ્તીઓ હાજરી આપશે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. વાંચો ગુજરાત, દેશ, દુનિયા, મનોરંજન, વેપાર, ક્રિકેટના લેટેસ્ટ લાઇવ અપડેટ…
જમ્મુ કાશ્મીર – ભારતીય સેનાએ ઘુસણખોરી નિષ્ફળ બનાવી, 3 આતંકવાદીઓને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પર ભારતીય સેનાએ ઘુસણખોરી નિષ્ફળ બનાવી છે. ભારતીય સેનાએ રવિવારે 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, શંકાસ્પદ બેના મોત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા છે. તે પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બાદ તરત જ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેમને તરત જ સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા. ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળ્યું હતું. આ ઘટનાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. જો બાઇડેને ઇમરજન્સી મિટિંગ બોલાવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની પીએમ મોદીનું નિવેદનઃ રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઇ સ્થાન નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની દુનિયાભરના દેશોએ નિંદા કરી છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ચિંતિત છું. આ ઘટનાની કડક નિંદા કરું છે. રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઇ સ્થાન નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છે. અમારી સંવદેના અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવાર, ઘાયલ અને અમેરિકાના લોકો સાથે છે.
જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પર ભારતીય સેનાએ ઘુસણખોરી નિષ્ફળ બનાવી છે. ભારતીય સેનાએ રવિવારે 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
#WATCH गुजरात: सूरत के हीरा व्यापारी द्वारा हीरे में नक्काशी कर प्रधानमंत्री नरेंद्र मोदी की तस्वीर बनाई गई है। pic.twitter.com/BmDyR5EcHs
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લખનૌમાં કહ્યું કે 2024ની ચૂંટણીના પરિણામોએ બતાવ્યું છે કે ગમે તે પક્ષો હોય, જો તેઓ ઉત્તર-પૂર્વમાં સક્ષમ હોય, તો મધ્ય ભારતમાં તેઓ શૂન્ય છે. જો કોઈ ઉત્તર ભારતમાં સક્ષમ છે તો તે દક્ષિણ ભારતમાં જોવા મળતી નથી. જો કોઇ પશ્ચિમ ભારતમાં સક્ષમ છે તો પૂર્વમાં તેનું નામ લેનારું કોઈ નથી અને જો કોઈ મધ્યમાં સક્ષમ છે તો ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણમાં ક્યાંય દેખાતા નથી. એકમાત્ર ભાજપ જ છે અખિલ ભારતીય પાર્ટી, જે દરેક જગ્યાએ છે.
#WATCH लखनऊ, उत्तर प्रदेश: केंद्रीय मंत्री और भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने कहा, "2024 चुनाव के नतीजों ने ये बता दिया कि जो भी दल हैं, अगर वे उत्तर-पूर्व में सक्षम हैं तो मध्य भारत में शून्य हैं। अगर कोई उत्तर भारत में सक्षम है तो वह दक्षिण भारत में दिखने को नहीं मिलती… pic.twitter.com/QlG5eRIuL0
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
મણિપુરમાં હિંસા યથાવત્ છે. રાજ્યના જીરીબામમાં બદમાશોએ સીઆરપીએફ અને રાજ્ય પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જેટલા જવાન ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અજાણ્યા હથિયારધારીઓએ 20મી બટાલિયન સીઆરપીએફ અને મણિપુર પોલીસની એક ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘાત લગાવીને કરેલો હુમલો હતો.
પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડાર 40 દાયકા બાદ ફરી ખોલવામાં આવ્યા છે. મંદિરની બહાર અને અંદરના વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે.
#WATCH पुरी, ओडिशा: जगन्नाथ मंदिर के रत्न भंडार को फिर से खोला गया है। मंदिर के सामने सुरक्षा कड़ी कर दी गई है। pic.twitter.com/FdQQbNcOrC
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
ઓરિસ્સાના પુરી સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના રત્ન ભંડાર આજે બપોરે 1.28 વાગે 39 વર્ષ બાદ ફરી ખોલવામાં આવશે. રત્ન ભંડાર માટે રચાયેલ સમિતિના અધ્યક્ષ અને ઓરિસ્સા હાઇકોર્ટના ન્યાયાધીશ વિશ્નાથ રથે કહ્યું કે, જેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સરકારે 3 વિસ્તાર માટે SOP જારી કરી છે – એક રત્ન ભંડાર ખોલવા માટે, ફચી બંને ભંડારોમાં રાખેલા આભૂષણ અને કિમતી સામાનને ગર્ભગૃહની અંદર અગાઉથી ફાળવેલા રૂમમાં લઇ જવામાં આવશે. આજે અમે એક બેઠક બોલાવી જેમાં અમે રત્ન ભંડાર ખોલવા અને આભૂષણની દેખરેખ કરવાનો નિર્ણય લીધો છે. આ એક પડકારજનક કામગીરી છે કારણ કે અમને અંદરની સ્થિતિ વિશે જાણકારી નથી કારણ કે છેલ્લીવાર 1985માં તે ખોલવામાં આવ્યા હતા. આજે કોઇ પણ સ્થિતિમાં અમે તાળા ખોલીશું.
#WATCH ओडिशा: जगन्नाथ मंदिर 'रत्न भंडार' को फिर से खोलने के लिए गठित पैनल के अध्यक्ष और ओडिशा उच्च न्यायालय के न्यायाधीश विश्वनाथ रथ ने कहा, "जैसा कि तय किया गया था, और जैसा कि सभी जानते हैं, सरकार ने तीन भागों में आवश्यक SOP जारी कर दिए हैं- एक रत्न भंडार खोलने के लिए है, फिर… https://t.co/ELBEzKRnJZ pic.twitter.com/PwtXNwzyDw
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની દુનિયાભરના દેશોએ નિંદા કરી છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ચિંતિત છું. આ ઘટનાની કડક નિંદા કરું છે. રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઇ સ્થાન નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છે. અમારી સંવદેના અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવાર, ઘાયલ અને અમેરિકાના લોકો સાથે છે.
Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery.
— Narendra Modi (@narendramodi) July 14, 2024
Our thoughts and prayers are with the family of the deceased, those injured and the American…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા છે. તે પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બાદ તરત જ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેમને તરત જ સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા. યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગ્લીએલ્મીએ કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે.
INSANE: THE HEAD TILT THAT SAVED US FROM CIVIL WAR
— JAKE (@JakeGagain) July 14, 2024
This slow-motion video shows Donald Trump just barely tilting his head mere milliseconds before the shot was fired.
God Bless America 🇺🇸 pic.twitter.com/M69tiK7Lr5