scorecardresearch
Premium

Gujarati News 13 April 2024 LIVE: ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે લોકસભાના 4 અને વિધાનસભા પેટાચૂંટણીના પાંચ ઉમેદવારના નામ જાહેર કર્યા

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 April 2024 : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંભવિત યુદ્ધના ખતરા (ઈરાન ઈઝરાયેલ ટેન્શન)ને ધ્યાનમાં રાખીને યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થશે નહીં.

Congress candidates announced in Gujarat
કોંગ્રેસે ગુજરાત લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કર્યા (ફાઈલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 April 2024 LIVE, આજના તાજા સમાચાર: લાલુ યાદવની પાર્ટી આરજેડીએ શનિવારે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મોટી વાત એ છે કે આરજેડીએ પોતાના મેનિફેસ્ટોમાં દેશભરમાં 1 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. આરજેડીએ પોતાના મેનિફેસ્ટોનું નામ પરિવર્તન પત્ર રાખ્યું છે. પરિવર્તન પત્ર જારી કરતી વખતે તેજસ્વી યાદવે કહ્યું કે જો અમારી સરકાર આવશે તો અમે 15 ઓગસ્ટથી સમગ્ર દેશમાં નોકરીઓ આપવાનું શરૂ કરીશું. આ સિવાય આરજેડીએ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે જો સરકાર બનશે તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ સિવાય બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની પણ વાત થઈ છે. તેજસ્વી યાદવે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની વાત પણ કરી છે.

અમદાવાદ – નહેરૂનગરમાં માસૂમ બાળકી પર કારનું ટાયર ફરી વળતા મોત

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલા કલાનીકેતન એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે કારના ટાયર નીચે આવી જતા માસૂમ બાળકીનું મોત થયું હતુ. આ ઘટનાના સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો.

આરજેડીએ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે જો અમે સત્તામાં આવીશું તો અગ્નિવીર યોજના પાછી ખેંચી લઈશું અને અર્ધલશ્કરી દળોને શહીદનો દરજ્જો આપીશું. આ સિવાય જો અર્ધલશ્કરી દળના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે તો તેને શાહિદનો દરજ્જો આપવામાં આવશે. તેજસ્વીએ કહ્યું કે આજે બેરોજગારી આપણો સૌથી મોટો દુશ્મન છે અને ભાજપના લોકો તેના વિશે વાત કરતા નથી. તેઓએ 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ અમે તેઓ જે કહે છે તે કરીએ છીએ.

આજે 13 એપિલ 2024, શનિવારના દિવસે મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો ગુજરાતમાં રૂપાલા વિવાદના પગલે રાજકારણ ભારે ગરમાયું છે. બીજી તરફ રૂપાલાનો વિરોધ કરતા ક્ષત્રિય સમાજમાં પણ બે ફાંટા પડી ગયા છે. એક પક્ષ રૂપાલાના તરફેણમાં છે તો બીજો પક્ષ લડી લેવાના મૂડમાં છે. દિલ્હીમાં દારૂ નીતિ કૌંભાડમાં ઈડી એક પછી એક મોટી કાર્યવાહી કરી રહી છે. દેશમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા છે. તો સામે પક્ષે રાહુલ ગાંધીએ પણ કમરકસી છે. આજે આઈપીએલ 2024ની 27મી મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે.અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થશે નહીં

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંભવિત યુદ્ધના ખતરા (ઈરાન ઈઝરાયેલ ટેન્શન)ને ધ્યાનમાં રાખીને યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થશે નહીં. આ કારણોસર, પશ્ચિમ યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને 2 કલાક જેટલો વધુ સમય લાગી શકે છે, કારણ કે યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સે ઈરાની એરસ્પેસથી બચવા માટે લાંબો રૂટ લીધો છે, આ માહિતી સૂત્રોના હવાલાથી સામે આવી છે. એવા પણ સમાચાર છે કે એર ઈન્ડિયાએ એરક્રાફ્ટમાં વધુ ઈંધણ લોડ કરવું પડશે. જો કે હજુ સુધી ફ્લાઈટના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી.

Live Updates
22:19 (IST) 13 Apr 2024
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે લોકસભાના 4 અને વિધાનસભા પેટાચૂંટણીના પાંચ ઉમેદવારના નામ જાહેર કર્યા

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસે લોકસભાની ગુજરાતની 4 બેઠક માટે તથા પાંચ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસ – ગુજરાત લોકસભા બેઠક ઉમેદવાર

રાજકોટ – પરેશ ધાનાણી, મહેસાણા – રામજી ઠાકોર, અમદાવાદ ઈસ્ટ – હિંમતસિંહ પટેલ અને નવસારી – નૈષધ દેસાઈ

કોંગ્રેસ – વિધાનસભા પેટાચૂંટણી ઉમેદવાર

વિજાપુર – દિનેશ પટેલ, પોરબંદર – રાજુ ઓડેદરા, માણાવદર – હરીભાઈ કણસાગરા, ખંભાત – મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયા – કનુંભાઈ ગોહિલ

20:35 (IST) 13 Apr 2024
અમદાવાદ : નહેરૂનગરમાં એપાર્ટમેન્ટમાં રમતી બાળકી પર કારનું ટાયર ફરી વળ્યું, માસૂમનું મોત

અમદાવદ શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલા કલાનીકેતન એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે કારના ટાયર નીચે આવી જતા માસૂમ બાળકીનું મોત થયું હતુ. આ ઘટનાના સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને તાત્કાલિક ઝડપી જામીન પર મુકત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેટના વોચમેનની માસૂમ દીકરી રમતા રમતા કાર પાસે પહોંચી ગઈ હતી, તેજ સમયે કાર ચાલકે ગાડી ચલાવતા બાળકી ટાયર નીચે કચડાઈ જતા મોત થયું હતુ.

14:13 (IST) 13 Apr 2024
લાલુ યાદવની પાર્ટી આરજેડીએ લોકસભા ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો

લાલુ યાદવની પાર્ટી આરજેડીએ શનિવારે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મોટી વાત એ છે કે આરજેડીએ પોતાના મેનિફેસ્ટોમાં દેશભરમાં 1 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. આરજેડીએ પોતાના મેનિફેસ્ટોનું નામ પરિવર્તન પત્ર રાખ્યું છે.

12:02 (IST) 13 Apr 2024
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થશે નહીં

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંભવિત યુદ્ધના ખતરા (ઈરાન ઈઝરાયેલ ટેન્શન)ને ધ્યાનમાં રાખીને યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થશે નહીં.

11:13 (IST) 13 Apr 2024
દેશના ટોચના ખેલાડીઓએ પીએમ મોદી સાથેની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઈન ગેમર્સ સાથેની મુલાકાતનો વીડિયો આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદી ભારતના ટોચના ગેમર્સને મળ્યા હતા અને તેમની સાથે દેશમાં ગેમિંગની વધતી જતી શક્યતાઓ અને યુવાનોની આકાંક્ષાઓ વિશે વાત કરી હતી. પીએમ મોદીએ ગેમિંગ સર્જકો અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, પાયલ ધરે, નમન માથુર અને અંશુ બિષ્ટ સાથે વાતચીત કરી અને તેમની સાથે ઈ-ગેમિંગ ઉદ્યોગના ઉદય અંગે ચર્ચા કરી. આ દરમિયાન રમનારાઓએ પીએમને કહ્યું કે “હવે લોકો ધ્યાનથી જોઈ રહ્યા છે.”

11:12 (IST) 13 Apr 2024
રાજકોટમાં રૂપાલાનો ચૂંટણી પ્રચાર

લોકસભા ચૂંટણી પહેલા રૂપાલા વિવાદ વચ્ચે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 1 અને 2માં ડોરટુ ડોર પ્રચાર શરુ કર્યો છે.

09:48 (IST) 13 Apr 2024
દિલ્હી લિકર પોલિસી કેસમાં આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ આજે ​​કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડના આરોપી કે. કવિતાની પૂછપરછ કરશે. બીઆરએસ નેતા કે. કવિતા પર દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં દક્ષિણ ભારતના દારૂના વેપારીઓને સામેલ કરવાનો આરોપ છે.

09:46 (IST) 13 Apr 2024
ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ઈરાન

દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર ઈઝરાયેલના હુમલામાં બે ઈરાની જનરલના મોત બાદ (ઈરાન ઈરાન ટેન્શન) ઈરાન બદલાની ભાવનાથી સળગી રહ્યું છે અને તેણે બદલો લેવાની ધમકી આપી છે, જેના કારણે ક્ષેત્રીય તણાવ વધ્યો છે.

09:06 (IST) 13 Apr 2024
આજે આઈપીએલની 27મી મેચ

આજે આઈપીએલ 2024ની 27 મેચ રમાશે. જેમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે.

09:06 (IST) 13 Apr 2024
ચૈત્રી નવરાત્રીનું પાંચમું નોરતું તમારા માટે કેવું રહેશે?

Lazy Load Placeholder Image

આજે 13 એપ્રિલ 2024, શનિવારનો દિવસ, ચૈત્રી નવરાત્રીનું પાંચમુું નોરતું તમારા માટે કેવું રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ.

Web Title: India gujarat today latest news in gujarati live gujarat samachar 13 april 2024 from rupala controversy in gujarat to kejriwal in delhi ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×