scorecardresearch
Premium

હવે ચીની હોય કે તુર્કી તમામ ડ્રોનનો આંખના પલકારામાં થશે નાશ, ભારતને મળ્યું ભાર્ગવાસ્ત્ર

ભાર્ગવાસ્ત્ર એક માઇક્રો-મિસાઇલ આધારિત પ્રણાલી છે, જેને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે. તેને મુખ્ય રૂપે ડ્રોન હુમલાને નિષ્ફળ કરવા માટે ડિઝાઈન કરાઇ છે. આ ડ્રોન સમૂહોની એકસાથે ઓળખ કરી શકે છે અને તેને પળવારમાં નિષ્ફળ કરી શકે છે.

Bhaargavastra, India Pakistan, Indian Asrmy, ભાર્ગવાસ્ત્ર
ભાર્ગવાસ્ત્રનું નામ ભગવાન પરશુરામના શસ્ત્ર ભાર્ગવ અસ્ત્ર પરથી રાખવામાં આવ્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)

ભારતીય ડિફેન્સ કંપની સોલર એન્ડ એયરોસ્પેસ લિમિટેડ (SDAL)એ હાર્ડ કિલ મોડમાં એક નવું ઓછું ખર્ચાળ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’ ડિઝાઈન અને વિકસિત કર્યું છે. જે ડ્રોનના ઝુંડના વધતા ખતરાનો સામનો કરવામાં મોટી છલાંગ છે. કારણ કે ડ્રોનના સમૂહને છ કિલોમીટર અથવા તેનાથી વધુ અંતર પર જ જાણકારી મેળવી શકે છે અને તેના હુમલાને નિષ્ફળ કરી શકે છે. આ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાયેલા રોકેટનું હવે ગોપાલપુરના સીવર્ડ ફાયરિંગ રેંજમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેણે નક્કી કરેલા તમામ ટાર્ગેટને હાંસલ કર્યા છે.

13 મે એ ગોપાલપુરના આર્મી એર ડિફેન્સના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં માઇક્રો રોકેટ માટે ત્રણ પરીક્ષણ કરવામાં આવ્યા. એક-એક રોકેટ દાગીને બે પરીક્ષણ કરવામાં આવ્યા. એક પરીક્ષણ તો 2 સેકન્ડમાં જ સાલ્વો મોડમાં બે રોકેટ દાગીને કરાયા. તમામ ચારેય રોકેટોએ અપેક્ષા મુંજબ પ્રદર્શન કર્યું અને મોટા પાયે ડ્રોન હુમલાઓને ઓછા કરવામાં તેની મહત્ત્વની ટેક્નોલોજીને સાબિત કરતા જરૂરી લોંચ માપદંડોને હાંસલ કર્યા હતા.

શું છે ભાર્ગવાસ્ત્ર?

ભાર્ગવાસ્ત્ર એક માઇક્રો-મિસાઇલ આધારિત પ્રણાલી છે, જેને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે. તેને મુખ્ય રૂપે ડ્રોન હુમલાને નિષ્ફળ કરવા માટે ડિઝાઈન કરાઇ છે. આ ડ્રોન સમૂહોની એકસાથે ઓળખ કરી શકે છે અને તેને પળવારમાં નિષ્ફળ કરી શકે છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે 6 કિલોમીટર અથવા તેનાથી વધુના અંતરે પણ ડ્રોનના સમૂહની ઓળખ કરી શકે છે.

ભાર્ગવાસ્ત્રની વિશેષતાઓ શું છે?

માનવરહિત હવાઈ વાહનના ખતરાઓનો સામનો કરવા માટે તેને એક સંકલિત ઉકેલ તરીકે ગણવામાં આવી રહ્યું છે. ‘ભાર્ગવાસ્ત્ર’ 2.5 કિમી સુધીના અંતરે નાના ડ્રોનને શોધવા અને તેને દૂર કરવા માટે અદ્યતન ક્ષમતાઓથી પણ સજ્જ છે. તે એક બહુ-સ્તરીય કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે, જે સંરક્ષણના પ્રથમ સ્તર તરીકે અનગાઇડેડ માઇક્રો રોકેટનો ઉપયોગ કરે છે, જે 20 મીટરની ઘાતક ત્રિજ્યાવાળા ડ્રોનના ટોળાને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે અને પિન પોઇન્ટ ચોકસાઈ માટે બીજા સ્તર તરીકે માર્ગદર્શિત માઇક્રો-મિસાઇલ્સ (પહેલાથી જ પરીક્ષણ કરાયેલ) ને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે, જે સચોટ અને અસરકારક તટસ્થીકરણ સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારમાં રોડ પાછળ AMC ખર્ચશે 58 કરોડ રૂપિયા, શહેરીજનોને મળશે અદ્યતન સુવિધાઓ

વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવા માટે ડિઝાઈન કરાયું

તેને વિવિધ વિસ્તારોમાં તેમજ સમુદ્ર સપાટીથી 5000 મીટરથી ઉપરના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે કારણ કે જે રીતે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ચીની અને તુર્કી દ્વારા બનાવેલા ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો છે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારા સમયમાં ડ્રોનની નવી ટેકનોલોજીને નિષ્ફળ બનાવવાની જરૂર પડશે. ભાર્ગવાસ્ત્ર તે દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહ્યું છે.

ભાર્ગવાસ્ત્ર નામ કેવી રીતે પડ્યું?

ભાર્ગવાસ્ત્રનું નામ ભગવાન પરશુરામના શસ્ત્ર ભાર્ગવ અસ્ત્ર પરથી રાખવામાં આવ્યું છે, જે એક શક્તિશાળી શસ્ત્ર હતું. તે મોબાઇલ પ્લેટફોર્મ પર લાગેલું છે જેથી તેને વિવિધ વિસ્તારોમાં ઝડપથી તૈનાત કરી શકાય. ભાર્ગવાસ્ત્ર સ્વોર્મ ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ છે અને તે એકસાથે 64 થી વધુ માઇક્રો-મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.

અદ્યતન C4I ટેકનોલોજી સાથે

ભાર્ગવાસ્ત્ર અદ્યતન C4I (કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનિકેશન્સ, કમ્પ્યુટર્સ અને ઇન્ટેલિજન્સ) ટેકનોલોજી સાથે અત્યાધુનિક કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટરથી સજ્જ, સિસ્ટમનું રડાર મિનિટોમાં 6 થી 10 કિમી દૂરથી હવાઈ જોખમો શોધી શકે છે અને સેકન્ડોમાં તેમને નિષ્ક્રિય કરી શકે છે. તેનો ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રારેડ (EO/IR) સેન્સર સ્યુટ લો રડાર ક્રોસ-સેક્શન (LRCS) લક્ષ્યોની સચોટ ઓળખ સુનિશ્ચિત કરે છે. ‘ભાર્ગવાસ્ત્ર’ એક વ્યાપક પરિસ્થિતિગત જાગૃતિ ઝાંખી પ્રદાન કરે છે, જે ઓપરેટરોને વ્યક્તિગત ડ્રોન અથવા સમગ્ર સ્વોર્મનું મૂલ્યાંકન અને સામનો કરવા સક્ષમ બનાવે છે.

Web Title: India gets new counter drone system bhargavastra successful test in odisha know its specialty rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×