scorecardresearch
Premium

India China Border: ભારત ચીન સરહદ પર બોર્ડર ઈન્ફા પ્રોજેક્ટ મોદી સરકારની પ્રાથમિકતા, લેહ જવાના ત્રીજો માર્ગ પર ઝડપથી કામગીરી

Border Road Organisation Projects: બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) ટૂંક સમયમાં ચીન સાથેની ભારત સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરશે. તેમાં લેહના વૈકલ્પિક માર્ગ પર રોડ પેચનો સમાવેશ થાય છે, જે તમામ પ્રકારની હવામાનમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

India China Border | Border Road Organisation Projects | BRO Projects | india china relation | leh roads
Border Road Organisation Projects: લેહ જવા માટે ત્રીજો માર્ગ તૈયાર કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

Border Road Organisation Projects: ભારત ચીન સરહદ પર સરકાર કડક સુરક્ષ વ્યવસ્થા સાથે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરી રહી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) ટૂંક સમયમાં જ આગામી કેટલાક અઠવાડિયામાં ચીન સાથેની સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરશે. તેમાં લેહના વૈકલ્પિક માર્ગ પર રોડ પેચનો સમાવેશ થાય છે, જે તમામ પ્રકારની હવામાનમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત બીઆરઓ એ ભારત-ચીન બોર્ડર રોડ્સ પ્રોગ્રામ હેઠળ પ્રોજેક્ટ્સ પર કામગીરીને પ્રાથમિકતા આપી છે અને ઉત્તરાખંડમાં માનસરોવર યાત્રા માર્ગ પર લિપુ લેખ પાસ સાથે સંપૂર્ણ કનેક્ટિવિટી સ્થાપિત કરી છે.

લેહ જવા માટે 3 રસ્તા

હાલ લેહ પહોંચવા માટે ત્રણ રસ્તા છે. પહેલું જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર ઝોજિલા કારગિલ થઈને, બીજું હિમાચલ પ્રદેશના મનાલી રોહતાંગ થઈને થાય છે. આ રોડ દારચા નામની જગ્યા પરથી અલગ થાય છે, જ્યાંથી એક રસ્તો પદમ અને નિમુ થઈને લેહને જોડે છે, આ ત્રીજો રસ્તો છે. લેહ સાથે જોડાતા પહેલા, આ માર્ગ હિમાચલ પ્રદેશના બરાલાચા લા અને લદ્દાખના કારુ થઈને તાંગલાંગ લાના પર્વત ઘાટને પાર કરે છે. હાલ લેહના આ બંને રૂટ પર તમામ હવામાનમાં કનેક્ટિવિટી નથી.

શ્રીનગર લેહ અને બારાલાચા લા-કરુ-લેહ લેહ પહોંચવા માટેના જૂના પરંપરાગત માર્ગ છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સથી પરિચિત વરિષ્ઠ અધિકારીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, BRO ની યાદીમાં નિમુ પદમ દારચા રોડના 4 કિલોમીટર લાંબા ભાગને જોડવા અને મનાલી દારચા પદમ નિમૂ અક્ષ પર 4.1 કિલોમીટર લાંબી ટ્વીન-ટ્યુબ શિંકુ લા ટનલનું નિર્માણ કાર્ય છે.

શિનકુન લા ટનલ પ્રોજેક્ટ – વિશ્વની સૌથી ઊંચી ટનલ

નિમુ પદમ દારચા રોડના 4 કિલોમીટર લાંબા અનકટ ભાગને જોડવાનું કામ પૂર્ણ થવાને આરે છે અને મોટા ભાગના રસ્તા પર અત્યારથી જ બ્લેકટોપ કરી દેવામાં આવ્યો છે. બાકીનું કામ આગામી કેટલાક અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં દ્રાસની મુલાકાત દરમિયાન શિનકુન લા ટનલ પ્રોજેક્ટના નિર્માણની શરૂઆત કરી હતી. 15800 ફૂટની ઊંચાઈ પર વિશ્વની સૌથી ઊંચી ટનલ બની રહેનારી આ ટનલનું સંપૂર્ણ કામ આગામી કેટલાક સપ્તાહમાં શરૂ થવાનું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

1,681 કરોડના ખર્ચે તૈયાર થનારી આ ટનલથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 60 કિમી ઘટી જશે. તે નિમુ પદમ દારચા માર્ગના 4 કિલોમીટર લાંબા અનકટ ભાગ સાથે જોડાણ સુનિશ્ચિત કરશે. આ ત્રીજો ઓલ-વેધર રૂટ હશે, જે લેહના અન્ય બે જૂના રૂટ પર વિકલ્પ બની રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ની સમાંતર ચાલતા એક રસ્તા સાથે કનેક્ટિવિટી સ્થાપિત કરવી એ પણ બીઆરઓનો મુખ્ય પ્રાથમિકતા ધરાવતો પ્રોજેક્ટ છે.

4 વર્ષમાં ઝડપથી કામગીરી

હાલના 255 કિમી લાંબા ડરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી (ડીએસ-ડીબીઓ) રોડ ઉપરાંત અન્ય બે રસ્તાઓ જુદા જુદા સ્થળોએ એલએસીની સમાંતર ચાલે છે. તે એક રસ્તો છે જે લેહ અને ડેમચોકને કારુ અને ન્યોમા થઈને જોડે છે અને બીજો રસ્તો ડુર્બકને ચુશુલ થઈને ન્યોમા સાથે જોડે છે જે પેંગોંગ ત્સો તળાવની દક્ષિણે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં લેહ-ડેમચોક માર્ગ સાથે કનેક્ટિવિટી સ્થાપિત કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આ માર્ગ પર મોટાભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ રસ્તાઓને ડબલ લેન કરવાની યોજના છે.

આ બધાનો હેતુ લદ્દાખ ક્ષેત્રમાં એક મજબૂત સરહદ માળખું વિકસિત કરવા અને એલએસી સાથે વધુ સારી કનેક્ટિવિટી સ્થાપિત કરવાનો છે. 2020 થી, લદ્દાખ ક્ષેત્ર તેમજ પૂર્વોત્તરમાં સરહદી માળખાગત સુવિધાઓના નિર્માણની ગતિ ઝડપથી વધી છે. છેલ્લાં ચાર વર્ષમાં આ વિસ્તારોમાં માર્ગો, પુલો, આવાસો, સુરંગો, દારૂગોળો ડેપો તેમજ અન્ય માળખાગત સુવિધાઓના કામોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેથી ઓપરેશનલ પરિસ્થિતિના સંદર્ભમાં એલએસી પર સૈનિકોની ઝડપથી અવરજવર કરી શકાય.

આ પણ વાંચો | ભારત માટે INS અરિઘાટનો અર્થ શું છે, કેમ દરેક ભારતીય માટે આ ગર્વની વાત છે

BRO પ્રોજેક્ટ માટે બજેટ ફાળવણી 30 ટકા વધી

આ બાબત ચાલુ નાણાકીય વર્ષમાં બીઆરઓ માટે ફાળવવામાં આવેલા બજેટમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને આ વર્ષે તે વધીને 6500 કરોડ રૂપિયા થયો હતો. બીઆરઓ એ ચાર રોડની યાદી પણ આપી છે જે તે આઇસીબીઆર પ્રોજેક્ટના પ્રથમ બે તબક્કા હેઠળ પૂર્ણ કરવા માંગે છે. આ માર્ગોમાં આઇસીબીઆરના બીજા તબક્કા હેઠળ કુલ 330.95 કિમી લંબાઇના ત્રણ માર્ગો અને સુરવા સાંબા ખાતે વધુ એક માર્ગનો સમાવેશ થાય છે. આ ચારેય રસ્તા અરુણાચલ પ્રદેશના છે.

Web Title: India china border road organisation projects leh third route ensure all weather connectivity as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×