india and america drone deal : ભારતના દુશ્મનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભારતે અમેરિકા સાથે એવી ડીલ કરી છે, જેના કારણે ચીન અને પાકિસ્તાનનું ટેન્શન પણ વધી ગયું છે. ભારતે અમેરિકા સાથે 28 હજાર કરોડ રૂપિયાના પ્રીડેટર ડ્રોનની ડીલ કરી છે. અમેરિકા ભારતને 31-એમક્યુ પ્રીડેટર ડ્રોન સપ્લાય કરશે. ત્રણેય સેનાઓને અલગ અલગ સંખ્યામાં ડ્રોન મળશે. સાથે જ આ ડીલની સૌથી ખાસ વાત એ છે કે ભારતમાં ડ્રોનની જાળવણી, સમારકામ અને ઓવરઓલ માટે પણ સુવિધા ઊભી કરવામાં આવશે.
આ વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમણે અમેરિકાને 31 હાઇ એલ્ટીટ્યૂડ લોંગ એંડોરેંસ ડ્રોનનો પ્રસ્તાવ મુક્યો હતો. એમક્યુ – 9બી હન્ટર કિલર ડ્રોન વધુ ઊંચાઈ પર ઉડી શકે છે અને તેને રીપર પણ કહેવામાં આવે છે.
ચાર જગ્યાએ તૈનાત કરવામાં આવશે
અમેરિકાથી ભારતને જે ડ્રોન મળશે તે ત્રણેય સેનાઓમાં વહેંચવામાં આવશે. આ ડ્રોનને ચાર જગ્યાએ ખાસ તૈનાત કરવામાં આવશે. તેનું સંચાલન ભારતીય નૌકાદળ દ્વારા ચેન્નઈના આઈએનએસ રાજાલી અને ગુજરાતના પોરબંદરમાં કરવામાં આવશે. તો સાથે જ ગોરખપુર અને સરસાવા એરફોર્સ બેઝ પર વાયુસેના અને આર્મી તેનું સંચાલન કરશે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 મતદાન તારીખ પરિણામ સહિત જાણો તમામ વિગત
ગોરખપુર અને સરસાવા બેઝ પર એટલા માટે ડ્રોન તૈનાત કરવામાં આવશે જેથી ચીનની લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ રેખા પર નજર રાખવામાં સરળતા રહે. આ ઉપરાંત લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં પણ તેના દ્વારા દેખરેખ રાખવામાં આવશે. સાથે 15 ડ્રોન સમુદ્રી વિસ્તારો પર નજર રાખવા માટે હશે. જે ડ્રોન બચશે તેને ચીન અને પાકિસ્તાનની સીમાઓ પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવશે.
ડ્રોનની રેન્જ 1900 કિ.મી.
આ ડ્રોન કેટલું ખતરનાક છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે અમેરિકાએ અલકાયદાના સરગના અલ જવાહિરીની હત્યા આ ડ્રોનથી કરી હતી. આ ડ્રોનને સર્વેલન્સ, જાસૂસી, માહિતી અથવા દુશ્મનના સ્થળો પર હુમલો કરવા માટે મોકલી શકાય છે. ડ્રોનની રેન્જ 1900 કિ.મી.ની છે અને તે પોતાની સાથે 1700 કિલો વજનનું હથિયાર લઈ જઈ શકે છે.