scorecardresearch
Premium

પાકિસ્તાનના મહત્વના એરબેઝને ભારતની સ્ટ્રાઇકથી થયું ભારે નુકસાન, રનવે એક સપ્તાહ માટે બંધ

Rahim Yar Khan Airbase Strike: આ સ્પષ્ટ પણે દર્શાવે છે કે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં આ એરબેઝને જબરદસ્ત નુકસાન થયું છે

Rahim Yar Khan airbase strike, India airstrike
ભારતના મિસાઇલ હુમલામાં રહીમ યાર ખાન એરબેઝને જબરદસ્ત નુકસાન થયું છે

Rahim Yar Khan Airbase Strike: પાકિસ્તાન સાથે સૈન્ય ઘર્ષણની વચ્ચે ભારતે કહ્યું હતું કે તેણે પાકિસ્તાનના 6 એરબેઝ પર હુમલો કર્યો હતો. આ એરબેઝમાં રહીમ યાર ખાન, રાફિકી, મુરીદ, ચકલાલા, સુક્કુર અને જુનિયાનો સમાવેશ થાય છે. પાકિસ્તાને સરહદ પારથી સતત ડ્રોન અને મિસાઈલ હુમલાનો જવાબ આપતા ભારતે આ કામ કર્યું હતું.

રહીમ યાર ખાન એરબેઝ પર એક અઠવાડિયા માટે બંધ

હવે આમાંથી એક એરબેઝ રહીમ યાર ખાન વિશે મોટી માહિતી સામે આવી છે. રહીમ યાર ખાન એરબેઝ પર એકમાત્ર રનવેને પાકિસ્તાને એક અઠવાડિયા માટે બંધ કરી દીધો છે. આ અંગે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (પીસીએએ) દ્વારા નોટિસ ટુ એરમેન (નોટામ) જારી કરવામાં આવી છે. નોટામ 10 મે થી 18 મે સુધી અમલમાં રહેશે. નોટામ જણાવે છે કે આ રનવે ફ્લાઇટ કામગીરી માટે ઉપલબ્ધ રહેશે નહીં.

આ સ્પષ્ટ પણે દર્શાવે છે કે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં આ એરબેઝને જબરદસ્ત નુકસાન થયું છે. રહીમ યાર ખાન એરબેઝમાં શેખ ઝાયદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. આ એરબેઝ પાકિસ્તાનના પંજાબ સ્થિત છે.

આ પણ વાંચો – સીઝફાયર થયું, પણ દબાણ યથાવત્, પાકિસ્તાન સામે ભારતના આ 6 મહત્વના નિર્ણય હજુ પણ લાગુ

ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) અનુસાર નોટામમાં ‘WIP’ એટલે કે કામ ચાલી રહ્યું છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અનુસાર તે એરપોર્ટની સપાટી પર ચાલી રહેલા કામનો ઉલ્લેખ કરે છે. નોટામમાં રનવેનો ઉલ્લેખ હોવાથી તેનો અર્થ એ થયો કે રન-વે નિર્માણાધીન છે.

ઓપરેશન સિંદૂરમાં કરવામાં આવી હતી જોરદાર એરસ્ટ્રાઈક

એરબેઝ પર હુમલા પહેલા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં 9 આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જોકે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું તો 10 મેના રોજ બંને દેશોએ સિઝનની જાહેરાત કરી હતી.

પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું અને ભારતે કહ્યું હતું કે તે આ આતંકી હુમલાના ગુનેગારોને પાઠ ભણાવશે.

Web Title: India airstrike pakistan declares rahim yar khan airbase sole runway non operational for a week ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×