scorecardresearch
Premium

આખરે એ પુસ્તકમાં શું ખાસ હતું? જેનો પહેલો ભાગ ભારતમાં ગયો અને બીજો ભાગ પાકિસ્તાનમાં

નેહરુ અને ઝીણા બંને એક પુસ્તકને લઈને લઈને સામસામે આવી ગયા હતા. બંને દેશો ‘એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનીકા’ નામનું પુસ્તક પોતાની પાસે રાખવા માંગતા હતા.

India partition time, India partition,
પાકિસ્તાન બનાવવાની હિંમત કરનારા મોહમ્મદ અલી ઝીણા બધું જ નવા દેશમાં લઈ જવા માંગતા હતા. (indian Express)

ભારત અને પાકિસ્તાન વચ્ચેનું વિભાજન 15 ઓગસ્ટના રોજ થયું હતું, પરંતુ તેની પીડા ઘણા વર્ષો સુધી રહી. ભારતના ભાગલા દરમિયાન લાખો લોકો માર્યા ગયા. કરોડો ભારતીયોએ ભાગલાનું દુ:ખ સહન કર્યું. આજે પણ ઘણા લોકો તે પીડાદાયક દ્રશ્ય યાદ કરીને થરથર કાંપી જાય છે. આ ભાગલા દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર જમીન જ નહીં, પણ બધું જ વિભાજિત થયું – નોટબુક, પુસ્તકો, ટેબલ, ખુરશીઓ, બંદૂકો, રાઇફલ. પાકિસ્તાન બનાવવાની હિંમત કરનારા મોહમ્મદ અલી ઝીણા બધું જ નવા દેશમાં લઈ જવા માંગતા હતા.

રેડક્લિફે ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીનનું વિભાજન કર્યું હોય, પરંતુ બાકીની બધી બાબતો બંને દેશોની સંમતિથી વિભાજીત થઈ રહી હતી. ભાગલા તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનની દેખરેખ હેઠળ થઈ રહ્યા હતા. કારણ કે તેમને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમય દરમિયાન ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને ઝીણા એક પુસ્તકને લઈ અડગ હતા.

પાર્ટીશન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી

ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી માઉન્ટબેટનની અધ્યક્ષતામાં પાર્ટીશન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આ કાઉન્સિલ હેઠળ બંને દેશો વચ્ચે સંરક્ષણ, જાહેર નાણાં, ચલણ સહિતની તમામ બાબતોને બે ભાગમાં વહેંચવામાં આવી રહી હતી. ભાગલા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણી નાની-મોટી વસ્તુઓ માટે ઘણી લડાઈઓ થઈ હતી. ઘણી વખત એવી પરિસ્થિતિ આવી કે જ્યારે સિક્કો ઉછાળીને વસ્તુ વહેંચવામાં આવી હતી.

આ પણ વાંચો: જજ સાહેબ ઊંઘતા રહ્યા, ચોરો ઘરમાં આરામથી ચોરી કરતા રહ્યા, જુઓ ચોંકાવનારો CCTV વીડિયો

આ દરમિયાન નેહરુ અને ઝીણા બંને એક પુસ્તકને લઈને લઈને સામસામે આવી ગયા હતા. બંને દેશો ‘એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનીકા’ નામનું પુસ્તક પોતાની પાસે રાખવા માંગતા હતા. જ્યારે આ લડાઈનો કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે આખરે આ પુસ્તકને બે ભાગમાં વહેંચવામાં આવ્યું. આ વિશે વિજય લક્ષ્મી બાલકૃષ્ણને તેમના પુસ્તક ‘ગ્રોઇંગ અપ એન્ડ અવે: નેરેટિવ્સ ઓફ ઇન્ડિયન ચાઇલ્ડહુડ્સ: મેમરી, હિસ્ટ્રી, આઇડેન્ટિટી’ માં લખ્યું છે કે બ્રિટાનીકાનો જ્ઞાનકોશ બે ભાગમાં વહેંચાયેલો હતો. આ પુસ્તકની સાથે તે સમયે પુસ્તકાલયમાં હાજર શબ્દકોશને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. ભારતને A થી K સુધીના ભાગો મળ્યા જ્યારે બાકીનો ભાગ પાકિસ્તાનને આપવામાં આવ્યો.

Web Title: Independence partition encyclopedia of britannica book was divided two parts first india and second pakistan rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×