scorecardresearch

સ્વતંત્રતા દિવસ 2025 : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવામાં શું હોય છે અંતર? ઘણા લોકો હશે અજાણ

Independence Day 2025 : ઘણા લોકો ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવાને એક જ માને છે, પરંતુ એવું નથી. બંનેનો અર્થ, પરંપરા અને ઐતિહાસિક મહત્વ પણ અલગ અલગ છે. અહીં આપણે બન્ને વચ્ચે તફાવત જાણીશું

Independence Day 2025, સ્વતંત્રતા દિવસ,
Independence Day 2025: ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવામાં અંતર હોય છે ચાલો અહીં જાણીએ (ફાઇલ ફોટો)

Independence Day 2025, flag hoisting history: 15 ઓગસ્ટ 2025ના રોજ ભારતની આઝાદીના 78 વર્ષ પૂર્ણ થશે. દેશના લોકો 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે અને તે પહેલા ધ્વજારોહણ કરવામાં આવે છે. આ પરંપરાનો પોતાનો એક ઇતિહાસ છે. લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું સંબોધન અને તે પહેલા ધ્વજારોહણ ભારતની પરંપરા છે.

15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારતને આઝાદ જાહેર કરવામાં આવ્યું ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરીને ધ્વજારોહણ કર્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત

દેશ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે. સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે અને ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. તમને સાંભળવામાં આ એક જેવું જ લાગશે, પરંતુ તેમાં એક તફાવત છે. ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવામાં બન્નેમાં અલગ પ્રક્રિયા થાય છે. ઘણા લોકો ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવાને એક જ માને છે, પરંતુ એવું નથી. બંનેનો અર્થ, પરંપરા અને ઐતિહાસિક મહત્વ પણ અલગ અલગ છે. અહીં આપણે જાણીશું.

આ પણ વાંચો – સ્વતંત્રતા દિવસ પર ઘર, ઓફિસ કે સ્કૂલમાં બનાવો યૂનિક અને શાનદાર રંગોળી, જુઓ 15 ડિઝાઇન

ધ્વજારોહણ વિશે જાણો

લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે. તેનો ઇતિહાસ 15 ઓગસ્ટ, 1947 સાથે જોડાયેલો છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તે સમયે બ્રિટીશ ધ્વજ નીચે ઉતારીને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર તરફ લઈ જવામાં આવે છે અને ત્યાર બાદ ધ્વજારોહણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સ્વતંત્રતા દિવસ પર જ થાય છે.

26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે

ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના અવસર પર ધ્વજ ફરકાવવામાં આવે છે. આમાં આપણો રાષ્ટ્રધ્વજ પહેલાથી જ થાંભલા પર બંધાયેલો હોય છે. તેમાં ફૂલોની પાંખડીઓ પણ હોય છે. આ કારણે જ્યારે તિરંગો ફરકાવવામાં આવે ત્યારે ઉપરથી ફૂલોનો વરસાદ થાય છે. ધ્વજ ફરકાવવાની પ્રક્રિયા કોઈપણ સામાન્ય માણસ કરી શકે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના રાષ્ટ્રપતિના હાથે કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે.

Web Title: Independence day 2025 different between flag hoisting and flag unfurling ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×