scorecardresearch
Premium

પ્રિયંકા ગાંધી પાસે કેટલી સંપત્તિ છે? વાયનાડ બેઠક પર દાખલ કરેલ સોગંદનામાથી મળી મોટી જાણકારી

Priyanka Gandhi Property: પ્રિયંકા ગાંધી પાસે 4 કરોડ 24 લાખની ચલ સંપત્તિ છે. તેમની પાસે 52,000 રૂપિયા કેશ છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ 2 કરોડ 24 લાખ રૂપિયાના મ્યુચુઅલ ફંડમાં રોકાણ કર્યું છે.

Priyanka Gandhi Net Worth, Priyanka Gandhi Assets, Priyanka Gandhi Property and Net worth,
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી આયોગને આપેલા પોતાના સોગંદનામા અનુસાર, તેમની પાસે 4 કરોડ 24 લાખની ચલ સંપત્તિ છે. (તસવીર: પ્રિયંકા ગાંધી)

Priyanka Gandhi Assets: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એ બુધવારે વાયનાડ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઈલ કરીને પોતાની ચૂંટણી ઈનિંગની શરૂઆત કરી છે અને આ અવસરે પોતાને સ્થાનિક લોકોના પરિવારનો ભાગ ગણાવતા કહ્યું કે, તે તેમના સ્નેહને સાચવીને આગળ વધશે તથા ક્ષાત્રની પ્રગતિ માટે કોઈ કસર નહીં છોડે. ત્યાં જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભરેલા પોતાના ઉમેદવારી પત્રમાં તેમની સંપત્તિ વિશે પણ જાણકારી આપી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે કેટલી સંપત્તિ છે?

પ્રિયંકા ગાંધીએ ચૂંટણી આયોગને આપેલા પોતાના સોગંદનામા અનુસાર, તેમની પાસે 4 કરોડ 24 લાખની ચલ સંપત્તિ છે. તેમની પાસે 52000 રૂપિયા કેશ છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ 2 કરોડ 24 લાખ રૂપિયાના મ્યુચુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. ત્યાં જ બેંક ખાતાઓમાં 3 લાખ 60 હજાર રૂપિયા જમા છે. ત્યાં જ પીપીએફ ખાતામાં 17 લાખ 38 હજાર રૂપિયા જમા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે કેટલું સોનુ અને ચાંદી છે?

પ્રિયંકા ગાંધી પાસે એક હોન્ડાની સીઆરવી કાર પણ છે જેની કિંમત 8 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, જેને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ ભેટમાં આપી છે. આ સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે 1 કરોડ 15 લાખ રૂપિયાનું સોનુ અને 29 લાખ રૂપિયાનું ચાંદી છે.

પ્રિયંકા ગાંધી પર કેટલા કેસ ચાલે છે?

પ્રિયંકા ગાંધીએ યૂંટણી આયોગને આપેલા પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના પર ત્રણ કેસ ચાલી રહ્યા છે. જેમાં કલમ 420, 469, 188, 269, 270, 9 અને 51 છે. બે મામલા ઉત્તર પ્રદેશના છે. ત્યાં જ અભ્યાસની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે તેમણે 1989માં દિલ્હી જીસસ એન્ડ મૈરીથી ધોરણ 12 પાસ કર્યું છે. 1993માં ડીયૂના જીસસ એન્ડ મૈરી કોલેજથ સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2010માં ઈંગ્લેન્ડની University of Sunderland થી ઓપન ડિસ્ટેન્સ લર્નિંગ અંતર્ગત Buddhist Studies માં ગ્રેજ્યુએશન ડિપ્લોમાં કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત, પાક નુકસાની માટે રૂ. 1419 કરોડના સહાય પેકેજની ઘોષણા

E

પ્રિયંકા ગાંધી પાસે રાજનીતિનો કેટલો અનુભવ?

કોંગ્રેસ મહાસચિવે પોતાના રાજનૈતિક અનુભવની અછતના આરોપોને લઈ ઉમેદવારી નોંધાવતા પહેલા કરેલી જનસભામાં વિરોધીઓને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની પાસે રાજનીતિમાં 35 વર્ષનો અનુભવ છે કારણ કે તે 1989માં પોતાના પિતા રાજીવ ગાંધી સાથે 17 વર્ષની ઉંમરે પ્રથમવાર ચૂંટણી પ્રચારના અભિયાનમાં સામેલ થઇ હતી. કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષ સોનિયા ગાંદી, લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા, પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન રાજીવ વાડ્રા, પ્રિયંકા ગાંધીના રાજનૈતિક જીવનના આ ખુબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા.

Web Title: How much wealth does wayanad lok sabha congress candidate priyanka gandhi vadra have rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×