અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના 13 દિવસ બાદ આજે ધરતી પર વાપસી કરશે. સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈ પૃથ્વી પર આગળ વધી રહ્યું છે. સ્પેસક્રાફ્ટની લેન્ડિંગ અમેરિકાના ફ્લોરિડામાં દરીયાના પાણીમાં થશે પરંતુ આ લેન્ડિંગ પણ જોખમથી ઓછી નથી. અંતરિક્ષની દુનિયામાં નામના મેળવી ચુકેલા સ્પેસ સાયન્ટીસ આ લેન્ડિંગના રસ્તામાં આવનારી સમસ્યાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. આવો જાણીએ આખરે ડ્રેગન સ્પેસક્રાફ્ટના સેફ લેન્ડિંગમાં કઈ-કઈ સમસ્યાઓ આવી શકે છે.
સ્પેસક્રાફ્ટે એંગલ બદલ્યું તો શું છશે?
યુએસ મિલિટ્રીના પૂર્વ સ્પેસ સિસ્ટમ કમાન્ડર રૂડી રિડોલ્ફ એ ડેલી મેલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સ્પેસક્રાફ્ટના સેફ લેન્ડિંગ માટે એક ખતરો સ્પેસક્રાફ્ટનો એંગલ બની શકે છે. જેના કારણે સેફ લેન્ડિંગમાં તે પણ એક ખતરો છ. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થયા બાદ જો ધરતીના વાયુમંડળમાં એન્ટ્રી કરતા સમયે સ્પેસક્રાફ્ટનું એંગલ બગડી જાય તો તે આગનો ગોળો બની શકે છે અને એસ્ટ્રોનટ્સ સહિત આખું સ્પેસક્રાફ્ટ સળગીને રાખ થઈ શકે છે.
કારણ કે ધરતીની ગ્રેવિટીમાં એંટ્રી કરતા સમયે સ્પેસક્રાફ્ટ 27000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઓછી થવા લાગશે, પરંતુ આ દરમિયાન જો સ્પેસક્રાફ્ટનો એંગલ થોડું પણ બગડશે તો બધુ સમાપ્ત થઈ જશે. સ્પેસક્રાફ્ટે તીખો એંગલ લીધો તો ઘર્ષણ વધશે. ગરમી ઉત્પન્ન થશે અને તાપમાન 1500 ડિગ્રી થઈ જશે. સ્પેસક્રાફ્ટ પર લાગેલી હીટ શિલ્ડ પણ સળગી શકે છે. આથી સ્પેસક્રાફ્ટ સળગી જશે અને તમામ એસ્ટ્રોનટ્સ માર્યા જશે. તેનાથી વિપરિત જો છીછરો એંગલ લીધો તો સ્પેસક્રાફ્ટ ધરતી પર ટકરાઇને અનિશ્વિતકાળ માટે સ્પેસમાં ચાલ્યું જશે. જો કઈ ઓર્બિટમાં ફસાય ગયું તો તેને શોધવું અને પરત લાવવું મુશ્કેલ બની જશે.
જો થ્રસ્ટર્સ નિષ્ફળ જાય તો શું થશે?
રૂડી રિડોલ્ફીના મતે અવકાશયાનના સુરક્ષિત ઉતરાણ માટેનું બીજું જોખમ થ્રસ્ટર ફેલ થવાનું છે. આ આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનિતા વિલિયમ્સ જે સ્ટારલાઇન અવકાશયાનમાં ગયા હતા તેના થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે અવકાશમાં અટવાઈ ગયા હતા. હવે તે જે ડ્રેગન અવકાશયાન પર પાછા ફરી રહી છે તેમાં 16 ડ્રેકો થ્રસ્ટર્સ છે, જે અવકાશયાનની ગતિને નિયંત્રિત કરે છે અને તેને અવકાશ ભ્રમણકક્ષામાં ગોઠવે છે.
આ પણ વાચો: સુનીતા વિલિયમ્સની વાપસીનું લાઇવ કવરેજ ક્યા અને ક્યારે દેખાશે? જાણો તમામ વિગત
ડ્રેકો થ્રસ્ટર્સ અવકાશયાનને દિશા પ્રદાન કરે છે. જો એક થ્રસ્ટર 400 ન્યૂટન બળ ઉત્પન્ન કરે છે, તો 2400 ન્યૂટન બળ અવકાશયાનને પૃથ્વી પર લઈ જશે. જો થ્રસ્ટર્સ નિષ્ફળ જાય અને કામ કરવાનું બંધ કરી દે, તો અવકાશયાનને વીજ પુરવઠો અને ઓક્સિજન ખોરવાઈ જશે. થ્રસ્ટર્સ ફરી શરૂ કરીને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફરી શકશે અને આ એક પ્રકારનું બચાવ કાર્ય હશે. આ કામ માટે તેની પાસે ફક્ત થોડા કલાકો જ હશે.
જો પેરાશૂટ નહીં ખુલે તો જીવને જોખમ થશે
રિપોર્ટ અનુસાર, ત્રીજો ખતરો અવકાશયાનમાં ફીટ કરેલા છ પેરાશૂટ ખુલવામાં નિષ્ફળ જવાનો છે. આ આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સુનિતા વિલિયમ્સ સાથે પૃથ્વી પર આવનાર ડ્રેગન અવકાશયાન પૃથ્વીથી 6000 ફૂટની ઊંચાઈ પર હશે, ત્યારે તેના બે ડ્રોગ પેરાશૂટ ખુલશે, જે અવકાશયાનને સ્થિર રાખશે. આ પછી જ્યારે તે જમીનથી 1800 ફૂટની ઊંચાઈ પર હશે ત્યારે 4 પેરાશૂટ ખુલશે. જો આ છ પેરાશૂટ યોગ્ય સમયે નહીં ખુલે તો સ્પ્લેશડાઉન દરમિયાન કેપ્સ્યુલ ખૂબ જ જોરથી પાણીમાં અથડાશે, જે અવકાશયાન અને અવકાશયાત્રીઓ માટે ખતરો બની શકે છે.