scorecardresearch
Premium

મૈસુર પાક મીઠાઈની કહાણી: જ્યાં ‘પાક’ ને બદલે ‘શ્રી’ લગાવવાના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો

History Of Mysore Pak Mithai: શું મીઠાઈની કોઈ જાતિ કે ધર્મ હોય છે? શું કોઈ મીઠાઈ એક દેશ સુધી મર્યાદિત હોઈ શકે છે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક શબ્દ વાયરલ થઈ રહ્યો છે.

what is mysore pak, Mysore Pak recipe, history of mysore pak
મૈસુર પાકનો ઇતિહાસ

History Of Mysore Pak Mithai: શું મીઠાઈની કોઈ જાતિ કે ધર્મ હોય છે? શું કોઈ મીઠાઈ એક દેશ સુધી મર્યાદિત હોઈ શકે છે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક શબ્દ વાયરલ થઈ રહ્યો છે. આપણે પ્રખ્યાત દક્ષિણ ભારતીય મીઠાઈ મૈસુર પાક વિશે વાત કરી રહ્યા છીએ. જયપુરની એક મીઠાઈની દુકાને ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મૈસુર પાક મીઠાઈનું નામ પણ બદલી નાખ્યું હતું. તેમણે ‘પાક’ શબ્દની જગ્યાએ ‘શ્રી’ લખ્યું, એટલે કે તેમની દુકાન પર આ મીઠાઈનું નામ મૈસુર શ્રી થઈ ગયું.

પરંતુ આ પ્રયોગ અથવા આપણે કહીએ કે આ નિર્ણયનું સોશિયલ મીડિયા પર બહુ સ્વાગત કરવામાં આવ્યું નહીં. લોકોએ આનો વિરોધ કર્યો, કેટલાકે તો એવું પણ સમજાવ્યું કે આ મીઠાઈના નામમાં ‘પાક’ શબ્દનો ઉપયોગ પાકિસ્તાનનો અર્થ નથી.

મૈસુર પાક મીઠાઈનો ઇતિહાસ કયા રાજા સાથે સંકળાયેલો છે

આપણે જે મૈસુર પાક મીઠાઈની વાત કરી રહ્યા છીએ તે દક્ષિણ ભારતમાં મૈસુર સાથે સંબંધિત છે. આ ઘટના 1902 થી 1940 ના સમયગાળાની છે, જ્યારે મહારાજા નલવાડી કૃષ્ણ રાજ વાડિયારે મૈસુર પર શાસન કર્યું હતું. ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે રાજાને ખાવાનો ખૂબ શોખ હતો, તેના સામ્રાજ્યમાં દરેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હતી. ખાવાના આ પ્રેમને કારણે રાજા પાસે એક ખાસ રસોઈયો પણ હતો તેનું નામ હતું- કાકાસુર.

આ પણ વાંચો: ‘રાજકીય લાભ માટે દીકરાને…’, લાલુ યાદવે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી બહાર કાઢયા, રૂપાલી ગાંગુલીએ આપી પ્રતિક્રિયા

હવે કાકાસુર ખોરાક રાંધવામાં નિષ્ણાત હતો, તે રાજાની દરેક ઇચ્છા પણ પૂરી કરતો હતો. પરંતુ એક દિવસ તે મીઠાઈ બનાવવાનું ભૂલી ગયો, તેને મીઠાઈ વગર રાજાને ભોજન કેવી રીતે પીરસવું તે સમજાયું નહીં. પછી એક મોટો પ્રયોગ કરવામાં આવ્યો અને એક અલગ મીઠાઈ સામે આવી.

એક પ્રયોગ અને એક નવી મીઠાઈ બનાવવામાં આવી

કાકાસુરે ચણાના લોટ અને ઘીમાં ખાંડની ચાસણી ભેળવીને રાજાને ભોજન પીરસ્યું. ભોજન પૂરું થતાં સુધીમાં તે મીઠાઈ પણ થોડી કઠણ થઈ ગઈ હતી. મહારાજાએ તે ખાધાની સાથે જ તે જાણવા માંગતા હતા કે તે શું છે. રસોઈયાએ તેને કહ્યું કે તે પાક છે અને કારણ કે તે મૈસુરમાં બને છે, તેથી તેને મૈસુર પાક કહી શકાય. એ સમજવું મહત્વપૂર્ણ છે કે કન્નડ ભાષામાં પાકનો અર્થ ખાંડની ચાસણીમાં ભેળવેલું મિશ્રણ થાય છે. આથી જ આ મીઠાઈનું નામ મૈસુર પાક રાખવામાં આવ્યું.

શું પાક શબ્દનો અર્થ પાકિસ્તાન થાય છે?

અહીં જે શબ્દ “પાક” નો ઉપયોગ થઈ રહ્યો છે તે પણ સંસ્કૃત ભાષામાંથી જ થયો છે. “પાક” નો અર્થ થાય છે જ્યારે કોઈ ધાતુને આગમાં નાખવામાં આવે છે અને નવી વસ્તુ બહાર આવે છે. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે જ્યારે પણ કોઈ વસ્તુ આગમાંથી બહાર આવે છે, ત્યારે તે શુદ્ધ થઈ જાય છે, અહીંથી “પાક” શબ્દ આવ્યો અને પછીથી તે મૈસુર પાક બન્યો. દક્ષિણ ભારતમાં પ્રસાદ તરીકે પણ મૈસુર પાક આપવામાં આવે છે. આ મીઠાઈનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી.

Web Title: History of mysore pak facts about mysore rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×