scorecardresearch
Premium

Highest Margin Winners: લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : શંકર લાલવાનીની 11.75 લાખના રેકોર્ડ માર્જીનથી જીત, ગુજરાતમાં કોણ છે સૌથી આગળ?

Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : આ વખતના ચૂંટણી પરિણામોએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ચૂંટણી પરિણામમાં સૌથી વધારે માર્જીનનો નવો રેકોર્ડ પણ નોંધાયો હતો.

Highest Margin Win, Election Results 2024: લોકસભા ચૂંટણી પરિણામ, સૌથી વધારે માર્જીનથી જીત
લોકસભા ચૂંટણી પરિણામ, સૌથી વધારે માર્જીનથી જીત photo X @narendramodi

Highest Victory Margin, Election Results 2024 in Gujarati, લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચૂંટણી પરિણામમાં ન ધારેલા ઉલટફેર અને અપસેટ સર્જાયા છે. બીજી તરફ આ વખતના ચૂંટણી પરિણામોએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ચૂંટણી પરિણામમાં સૌથી વધારે માર્જીનનો નવો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ રેકોર્ડ મધ્ય પ્રદેશના ઈન્દોર બેઠકના ઉમેદવાર શંકર લાલવાણીના નામે 11,75,092 લાખના માર્જીન સાથે નોંધાયો છે. તો બીજી તરફ સૌથી ઓછા માર્જીન સાથે શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના રવિન્દ્ર વાયકર મહારાષ્ટ્રની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા છે.

મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠક પર બન્યો સૌથી વધુ માર્જીનનો રેકોર્ડ

લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠકે સૌથી વધુ માર્જીનનો રેકોર્ડ નોંધાવ્યો છે. ઇન્દોર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકર લાલવાનીએ 1175092 મતના વિક્રમી માર્જીન સાથે જીત નોંધાવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે. રસપ્રદ વાત એ છે કે, NOTA બે લાખથી વધુ મતો સાથે બીજા ક્રમે છે.

અહીં ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં, ઈન્દોરમાં શંકર લાલવાણી અને ભાજપનો આસાન વિજય હતો. કોંગ્રેસના સમર્થકોએ ચૂંટણી દરમિયાન NOTA માટે પ્રચાર કર્યો હતો.

1962થી લઈને 2024 સુધી સૌથી વધારે માર્જીન પર એક નજર

વર્ષઉમેદવારમાર્જીન
1962ગાયત્રી દેવી1.6 લાખ
1967કરણી સિંહ1.9 લાખ
1971એમએસ સંજીવી રાઓ2.9 લાખ
1977રામવિલાસ પાસવાન4.3 લાખ
1980માર્તન્ડ સિંહ2.4 લાખ
1984રાજીવ ગાંધી3.2 લાખ
1989રામવિલાસ પાસવાન5.0 લાખ
1991એસ. મોહન દેવ4.3 લાખ
1996સોમુ એનવીએન3.9 લાખ
1998કેવીરામજીભાઈ3.5 લાખ
1999કે અસુંઘા સંગતમ3.5 લાખ
2004અનિલ બાસુ5.9 લાખ
2009સીએમ ચાંગ4.8 લાખ
2014નરેન્દ્ર મોદી5.7 લાખ
2019સીઆર પાટીલ6.9 લાખ
2024શંકર લાલવાની11.75 લાખ

ગુજરાતમાં સૌથી વધારે માર્જીન સાથે જીતેલા ઉમેદવારો

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરોએ જીત નોંધાવી હતી. ગુજરાતમાં સૌથી વધારે માર્જીનથી ઉમેદાવરો જીત્યા હતા.

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : NDA માટે મહત્વના છે આ પક્ષ, ભાજપ સાથે રહેશે કે છોડી દેશે હાથ? સમજો ગણિત

જોકે, ત્રણ લાખથી વધારે માર્જીન જીતેલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો 13 ઉમેદવારો ત્રણ લાખથી વધારે માર્જીન સાથે જીત્યા છે. જેમાં સૌથી વધારે નવસારી બેઠકના ઉમેદવાર અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ 7,73,551 ના વિક્રમી માર્જીન સાથે જીત્યા હતા. બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પર 7,44,716 મતોના જંગી માર્જીનથી જીત નોંધાવી છે.

ગુજરાતમાં ત્રણ લાખથી વધારે માર્જીનથી જીત નોંધાવનાર ઉમેદવારો

બેઠકવિજેતા ઉમેદવારમાર્જિન
મહેસાણાહરિભાઈ પટેલ328046
ગાંધીનગરઅમિત શાહ744716
અમદાવાદ પૂર્વહસમુખભાઈ પટેલ (HSPATEL)461755
રાજકોટપરષોત્તમભાઈ રૂપાલા484260
પોરબંદરડૉ. મનસુખ માંડવિયા383360
અમરેલીભરતભાઈ મનુભાઈ સુતરીયા321068
ભાવનગરનિમુબેન જયંતિભાઈ બાંભણીયા (નીમુબેન બાંભણીયા)455289
ખેડાદેવુસિંહ ચૌહાણ357758
પંચમહાલરાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ509342
દાહોદજસવંતસિંહ સુમનભાઈ ભાભોર333677
વડોદરાડૉ. હેમાંગ જોષી582126
છોટા ઉદેપુરજશુભાઈ ભીલુભાઈ રાઠવા398777
નવસારીસી.આર.પાટીલ773551

ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો એક બે ઉમેદવારોને બાદ કરતા તમામ ઉમેદવારોનું માર્જીન લાખોમાં છે.

Web Title: Highest margin winners check full list of who won by highest victory margin in lok sabha election results 2024 ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×