scorecardresearch
Premium

આજથી 3 દિવસ મુંબઈ, થાણેમાં અતિભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગની લોકોને એલર્ટ રહેવા અપીલ

નવી મુંબઈ અને પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડશે.

rain, વરસાદ
ગુજરાત વરસાદ (પ્રતિકાત્મક તસવીર)

Mumbai Rain Updates: ભારતીય હવામાન વિભાગે શુક્રવારે થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડશે. આ વખતે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે.

શનિવારે મુંબઈમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. દરમિયાન બુધવારે મધરાતે મુંબઈમાં વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો. વરલી, પરેલ, દાદર, ભાયખલા, ઘાટકોપર અને વિક્રોલીમાં ભારે વરસાદ વરસ્યો હતો. બોરીવલી, જોગેશ્વરી અને અંધેરી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસ પવનની ગતિ પ્રમાણમાં વધુ હોવાથી ડાળીઓ પડવા અને હોર્ડિંગ્સ પડવા જેવા અકસ્માતો થવાનું પણ જોખમ રહેલું છે. જેને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

તોફાની પવન અને વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા ઊંડા સમુદ્રમાં ગયેલી સેંકડો માછીમારી બોટો કિનારા પર પરત ફરી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી 41 ડિગ્રી

લો પ્રેશર સ્ટ્રેપ

પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ઉત્તર કર્ણાટક અને ગોવાના તટ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. પવનની અસરને કારણે ગુરુવારે આ વિસ્તારમાં લો પ્રેશર એરિયાની રચના થઈ છે. આ વિસ્તાર ઉત્તર તરફ આગળ વધતાં તેની તીવ્રતામાં વધુ વધારો થવાની શક્યતા છે. જેના પગલે રવિવાર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કોંકણમાં ભારે વરસાદની ચેતવણી

શુક્રવારે કોંકણના રત્નાગિરી અને રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને જિલ્લામાં બે-ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. સિંધુદુર્ગમાં પણ સતત પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 50 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

કેટલાક વિસ્તારોમાં પૂર સંબંધિત સ્થિતિની આગાહી

મરાઠાવાડાના પરભણી, બીડ, નાંદેડ, લાતુર અને છત્રપતિ સંભાજીનગર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઘાટ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. પુણે, સતારા, અહલ્યાનગર અને કોલ્હાપુર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

Web Title: Heavy rain warning in mumbai red alert for ratnagiri and raigad in konkan rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×