scorecardresearch
Premium

Heatwave in India : ભારતમાં હીટવેવે તમામ રેકોર્ડ તોડ્યા, આગામી પેઢીના ભવિષ્યની ચિંતા વધી

Heatwave in India : ભારતમાં વધતી ગરમી એ ચિંતાનો વિષય છે. જો જરૂરી પગલા લેવામાં નહીં આવે તો, આવનારી પેઢી માટે ચિંતા વધી શકે છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા.

Heatwave in India
ભારતમાં વધતી ગરમી ચિંતાનો વિષય (ફોટો – એક્સપ્રેસ)

Heatwave in India : આ વખતે દેશમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળ્યું છે. સ્થિતિ એ છે કે ઘણા રાજ્યો હજુ પણ હીટવેવની ચપેટમાં છે, તાપમાન સતત વધી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, હવામાનમાં પણ સુધારો થયો છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી જશે. બદલાતા હવામાનથી ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધશે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

શું ચેતવણીઓ આપવામાં આવી છે?

ઈન્ડિયા મેટ્રોલોજીકલ વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, આ વર્ષે હીટવેવનો સૌથી લાંબો સમય જોવા મળ્યો છે, વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ સતત 24 દિવસ સુધી યથાવત રહી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે અને આ સ્થિતિને અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગરમીનું મોજુ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. મહાપાત્રાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, દેશની વસ્તી વધી રહી છે, તેમ વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ પણ વધ્યું છે, તેથી આપણા જીવનની સાથે-સાથે આવનારી પેઢીઓ માટે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે.

Heatwave in India
ભારતમાં ગરમીવધી રહી

ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનો કહેર

હવે આ ચેતવણી વચ્ચે એક ચિંતાનો વિષય એ પણ છે કે, લોકોને ગરમીમાંથી હજુ પણ રાહત મળી રહી નથી. હવામાન વિભાગનું સ્પષ્ટ કહેવું છે કે, ઉત્તર ભારતમાં હજુ આગામી ત્રણ-ચાર દિવસમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે. કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં મે મહિનાની રેકોર્ડ ગરમી બાદ જૂનમાં પણ ગરમીનો સામનો કરવો પડશે. જો કે ઉત્તર ભારત માટે ગરમીની આગાહી કરવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્ર વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. વહીવટીતંત્ર દ્વારા ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – ગુજરાત વેધર: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં મીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ચોમાસું ક્યારે પહોંચશે?

શહેરો માટે સૌથી મોટો ખતરો શું છે?

જો કે, એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં કરોડોની વસ્તીને કારણે શહેરમાં ગરમીના મોજાનો સામનો કરવાનું જોખમ ચાર ગણું વધી ગયું છે. તેમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે, હવે શહેરોએ આ ‘અર્બન હીટ’ સાથે જીવતા શીખવું પડશે અને તેના સતત ખતરાને સહન કરવું પડશે.

Web Title: Heatwave in india climate change is a concern in the future as temperatures rise km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×