scorecardresearch
Premium

50 લાખ રૂપિયા ખર્ચ કરી અમેરિકા પહોંચ્યો, 5 મિનિટમાં જ કરી લીધી ધરપકડ, વાંચો યુવકની દર્દભરી કહાની

Indian Illegal Immigration to America: અમેરિકાએ ગેરકાયદે રીતે ત્યાં રહેતા 104 ભારતીયોને હથકડી બાંધીને દેશ પરત મોકલ્યા હતા. ત્યારથી જ એવા સેંકડો લોકોની કહાની સામે આવી છે, જે મોટા સપનાઓ લઈને વિદેશ ગયા હતા

illegal US entry, US
અમેરિકાએ ગેરકાયદે રીતે ત્યાં રહેતા 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા (ફાઇલ ફોટો)

Indian Illegal Immigration to America: અમેરિકાએ ગેરકાયદે રીતે ત્યાં રહેતા ભારતીયોને ડિપોર્ટ કર્યા છે ત્યારથી જ એવા સેંકડો લોકોની કહાની સામે આવી છે, જે મોટા સપનાઓ લઈને વિદેશ ગયા હતા. થોડા દિવસ પહેલા અમેરિકાએ 104 ભારતીયોને હથકડીમાં બાંધીને દેશ પરત મોકલ્યા હતા.

હરિયાણાના હિસાર જિલ્લાના ખરડ ગામનો રહેવાસી અક્ષય પણ એવા લોકોમાં સામેલ છે, જેને અમેરિકાએ ત્યાંથી પરત મોકલી દીધો છે. અક્ષયની વાત વધુ દુ:ખદ એટલા માટે છે કારણ કે ટ્રાવેલ એજન્ટ્સે તેને વિદેશ મોકલવા માટે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ કમનસીબે 25 જાન્યુઆરીએ અમેરિકા પહોંચતા જ 5 મિનિટમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રાવેલ એજન્ટ સામે એફઆઈઆર નોંધાવી

અક્ષયે ભારત પરત ફર્યા બાદ ત્રણ ટ્રાવેલ એજન્ટ સામે એફઆઇઆર નોંધાવી છે. આ ટ્રાવેલ એજન્ટ્સના નામ દીપક મલિક, રહેવાસી શામલો ગામ(જીંદ), જીંદનો રહેવાસી રજત મોર અને પેટવાડ ગામ (જીંદ)નો રહેવાસી મુનીશ શર્મા છે.

અક્ષયે FIRમાં શું કર્યો ખુલાસો?

અક્ષયે પોલીસને જણાવ્યું છે કે તેણે જૂન 2024માં યુ.એસ. જવા માટે એક ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરી હતી. ટ્રાવેલ એજન્ટે તેને કહ્યું હતું કે તેઓ તેને હવાઇ સફરથી અને બિલકુલ કાયદેસર રીતે અમેરિકા મોકલશે અને આ માટે 35 લાખ રૂપિયા ખર્ચ થશે.

અક્ષયના મતે ટ્રાવેલ એજન્ટે કહ્યું કે મને પહેલા દુબઈ મોકલવામાં આવશે અને પછી વર્ક વિઝા પર અમેરિકાની ફ્લાઈટમાં મોકલવામાં આવશે. મને કાયદેસર રીતે 18 જુલાઈ 2024ના રોજ દુબઈ મોકલવામાં આવ્યો હતો અને એક મહિના સુધી ત્યાં રાખવામાં આવ્યો હતો. 23 ઓગસ્ટ, 2024 ના રોજ, ટ્રાવેલ એજન્ટે તેને દુબઈથી અમેરિકા મોકલવા માટે 30 લાખ રૂપિયાની માંગ કરી હતી. બીજા દિવસે મારા પરિવારે ટ્રાવેલ એજન્ટને 30 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ અક્ષયને આગામી 20 દિવસ સુધી સૂરીનામમાં રાખવામાં આવ્યો હતો.

ટ્રાવેલ એજન્ટને વધુ 20 લાખ રૂપિયા આપ્યા

અક્ષયે પોલીસ ફરિયાદમાં કહ્યું કે જ્યારે મારા પરિવારે ટ્રાવેલ એજન્ટને પૂછ્યું કે મને સુરીનામમાં કેમ રાખવામાં આવ્યો છે, ત્યારે તેણે કહ્યું કે મને આગામી એકથી બે દિવસમાં અમેરિકા મોકલવામાં આવશે. આ પછી મને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ મારા પરિવારને કહેવામાં આવ્યું હતું કે મને ફ્લાઇટ દ્વારા અમેરિકા મોકલવામાં આવી રહ્યો છે. ટ્રાવેલ એજન્ટે મારા પરિવાર પાસેથી વધુ 20 લાખ રૂપિયાની માંગ કરી હતી. મારા પરિવારે કમિશન એજન્ટો પાસેથી 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી અને તેમને આપ્યા હતા.

આ પણ વાંચો – અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 4200 થી વધુ ભારતીયો પર લટકતી તલવાર

અક્ષયે પોલીસને જણાવ્યું છે કે અમેરિકા લઈ જતી વખતે તેને અન્ય માફિયાને સોંપવામાં આવ્યો હતો. આ પછી તેને 25 જાન્યુઆરીએ મેક્સિકોથી અમેરિકા લઈ જવામાં આવ્યો હતો, પરંતુ યુએસ પેટ્રોલિંગ પોલીસે પાંચ મિનિટમાં જ તેની ધરપકડ કરી હતી. તેઓ તેને ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા અને 3 ફેબ્રુઆરીએ તેને ભારત પાછો મોકલી દીધો હતો.

અક્ષયે એવી માગણી કરી છે કે આ ટ્રાવેલ એજન્ટોની ધરપકડ થવી જોઇએ અને રૂપિયા 50 લાખ પાછા આપવા જોઇએ. આ મામલાની તપાસ હરિયાણા પોલીસ કરી રહી છે.

Web Title: Haryana man spent rs 50 lakh to reach us via dubai caught within 5 minutes ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×