scorecardresearch
Premium

હરિયાણા ચૂંટણી પરિણામ : સ્વાતિ માલીવાલનો AAP પર મોટો હુમલો, કેજરીવાલે વિનેશને હરાવવા ઉમેદવાર ઉભા રાખ્યા

Haryana election results, Swati Maliwal : આમ આદમી પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન વચ્ચે આપની બાગી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમને આડે હાથ લીધા છે.

Swati Maliwal, Haryana Election Result
સ્વાતિ માલિવાલ – photo- X

Haryana Election 2024: હરિયાણામાં કિંગમેકર બનવાની ભૂમિકામાં નિકળેલી આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલે તેવું નથી લાગી રહ્યું. 89 બેઠકો પર ચૂંટણી લડનારી અરવિંદ કેજરીવાલની પાર્ટીને બે ટકાથી પણ ઓછા વોટ શેર મળ્યા છે. પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન વચ્ચે આપની બાગી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમને આડે હાથ લીધા છે.

સ્વાતિ માલીવાલે એવો આરોપ પણ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ કાપ્યા છે. માલીવાલે કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાસે બદલો લેવા માટે જ હરિયાણામાં ઉતર્યા. મારા પર બીજેપીના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો. પોતે આજે INDIA અલાયન્સ સાથે ગદ્દારી કરીને INCના વોટ કાપી રહ્યા છે.

માલીવાલે આગળ કહ્યું કે, બાકી બધુ છોડો, વિનેશ ફોગાટને હરાવવા માટે ઉમેદવાર ઉભા રાખ્યા. કેમ એવી હાલત થઈ ગઈ છે કે પોતાના ગૃહરાજ્યમાં જમાનત પણ બચાવી શક્તા નથી. અત્યારે પણ સમય છે, અહંકાર છોડો, આંખો પરથી પટ્ટી નિકાળો, નાટક ના કરશો અને જનતા માટે કામ કરો.

જેલથી જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનિતા, દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત ઘણા નેતાઓએ હરિયાણામાં ખુબ મહેનત કરી હતી.

અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે, અરવિંદ કેજરીવાલ મૂળ હરિયાણાના છે. આ વાતને પ્રમુખરૂપે જનતા સમક્ષ રાખવાની સાથે સમર્થનની અપીલ કરી હતી. કેજરીવાલે પોતે આ વાતને પ્રમુખરૂપે જનતા સમક્ષ રાખી હતી. સાથે જ લોકોને સમર્થન આપવા માટે અપીલ કરી હતી.

કેજરીવાલે રોડ શો દરમિયાન દાવો કર્યો હતો કે, હરિયાણામાં તેમના સમર્થન વિના કોઈની પણ સરકાર બનશે નહીં. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે હરિયાણામાં પરિણામ નિરાશાજનક રહ્યા છે.

આમ આદમી પાર્ટીના હરિયાણા પ્રભારી સુશીલ ગુપ્તાએ કહ્યું કે, તેમની પાર્ટીએ ખુબ જ મજબૂત રીતે ચૂંટણી લડી, તેમણે આ ચૂંટણી વિપરિત પરિસ્થિતિમાં લડી. તેમણે કહ્યું કે ઉમેદવારોની પસંદગીના સમય સુધી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ હતા. પાર્ટીનું કહેવું છે કે જો કેજરીવાલને પહેલા જ જામીન મળી ગયા હોત તો પરિણામ કંઈક અલગ હોતું.

Web Title: Haryana election results 2024 swati maliwal strongly attacks arvind kejriwal aap candidate fielded to defeat vinesh phogat ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×