scorecardresearch
Premium

Haryana Election Exit Poll 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ, ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રસ સરકાર બનાવશે? જાણો

Exit Poll 2024 Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ ભાજપ કરતા કોંગ્રેસ આગળ હોવાનું સુચવે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની 90 બેઠકના પરિણામ 8 ઓક્ટોબર જાહેર થવાના છે.

haryana election 2024 exit poll | haryana election 2024 result date | haryana election result | Haryana Elections | haryana news
Haryana Election Exit Poll: હરિયાણા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ, ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રસ બનાવશે સરકાર? જાણો

Haryana Election 2024 Exit Poll: એક્ઝિટ પોલ 2024 હરિયાણામાં કોંગ્રેસ માટે જીતનો અણસાર આપી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલ જાહેર કરાયા છે. જુદી જુદી એજન્સીઓએ પોતાનો એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કયા એક્ઝિટ પોલમાં ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી કોણ આગળ છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની 90 બેઠકના ચૂંટણી પરિણામ 8 ઓક્ટોબર જાહેર થશે. હરિયાણામાં અમુક એક્ઝિટ પોલમાં ભાજપ આગળ દેખાઈ રહી છે, તો કેટલાકના મતે ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવામાં આવી રહી છે અને કોંગ્રેસ સરકાર બનાવશે.

Haryana Election 2024 Exit Poll : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

ઈન્ડિયા ટુડે સીવોટર એક્ઝિટ પોલ

ઈન્ડિયા ટુડે સીવોટર એક્ઝિટ પોલ મુજબ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 20 થી 28 અને કોંગ્રેસ 50 થી 58 બેઠક મળી શકે છે.

ટાઈમ્સ નાઉ એક્ઝિટ પોલ

ટાઈમ્સ નાઉ એક્ઝિટ પોલ મુજબ હરિયાણા ચૂંટણીમાં ભાજપ 22 થી 32 બેઠક જીતી શકે છે. તો કોંગ્રેસ 50 થી 64 બેઠક જીતી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે.

ન્યુઝ 24 એક્ઝિટ પોલ

ન્યુઝ 24 એક્ઝિટ પોલ મુજબ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 18 થી 24 બેઠક સાથે સંતોષ માનવો પડશે. તો કોંગ્રેસ 55 -થી 62 બેઠક જીતી દાયકા બાદ ફરી સરકાર બનાવી શકે છે.

રિપબ્લિક ટીવી પી માર્ક એક્ઝિટ પોલ

રિપબ્લિક ટીવી પી માર્ક એક્ઝિટ પોલ મુજબ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 18 થી 24 સીટ પર જીત મેળવી શકે છે. તો કોંગ્રેસ 55 થી 62 બેઠક જીતી શકે છે.

એક્ઝિટ પોલભાજપકોંગ્રેસ+અન્ય
ઇન્ડિયા ટુડે CVoter20 – 2850 – 580 – 14
ટાઈમ્સ નાઉ22 – 3250 – 642 – 8
ન્યૂઝ 2418 – 2455 – 622 – 5
રિપબ્લિક ટીવી- પી માર્ક18 – 2455 – 622 – 5

હરિયાણા એક્ઝિટ પોલ, દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલઃ

હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીથી 6 બેઠક દૂર, 44 થી 54 બેઠક સાથે આગળ હોવાનો અંદાજ છે. તો ભાજપને 15થી 29 બેઠકો મળવાની ધારણા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ કોંગ્રેસ માટે જીતનો અણસાર આપી રહ્યા છે | Haryana Assembly Election Exit Poll 2024 | Exit Poll 2024 | Haryana Election 2024
Haryana Assembly Election Exit Poll 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ આંકડા

હરિયાણા એક્ઝિટ પોલ, Matrize પોલ:

આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસની હરિયાણામાં બહુમતીથી સરકાર આવી રહી છે. અહીં કોંગ્રેસને 55 થી 62 બેઠક અને ભાજપને 18 થી 24 બેઠક મળવાનો અંદાજ છે.

Haryana Election Exit Poll, ધ્રુવ રિસર્ચ પોલ

ધ્રુવ રિસર્ચ અનુસાર હરિયાણામાં કોંગ્રેસ બહુમત સાથે સત્તામાં આવી રહી છે. કોંગ્રેસને 50 થી 64 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને 22થી 32 બેઠકો મળી શકે છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી પીપલ્સ પલ્સ પોલ

પીપલ્સ પલ્સ અનુસાર હરિયાણામાં કોંગ્રેસને 49 થી 61 સીટ મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 20 થી 32 બેઠક મળવાની સંભાવના છે.

હરિયાણા ચૂંટણી ટાઈમ્સ નાઉ એક્ઝિટ પોલ

ટાઈમ્સ નાઉના પોલ મુજબ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 50થી 64 વિધાનસભા સીટ મળી રહી છે, જ્યારે ભાજપને 22થી 32 સીટ મળી રહી છે.

અત્યાર સુધીના તમામ એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. જોકે, એક્ઝિટ પોલ ધારણાઓ પર આધારિત છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ઓક્ટોબર જાહેર થવાના છે.

Web Title: Haryana election 2024 exit poll bjp or congress who will getting majority in haryana as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×