scorecardresearch
Premium

હરિયાણા ચૂંટણી : સીએમ નાયબ સિંહ સૈનીથી લઇને ભૂપેન્દર સિંહ હુડ્ડા સુધી, વીઆઈપી સીટો પર કોણે મારી બાજી, જુઓ લિસ્ટ

Haryana vip candidate Results 2024 : મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હુડ્ડા, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ, રેસલર વિનેશ ફોગાટ, પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા સહિત ઘણા ઉમેદવારો છે જેમના પરિણામ બધા જાણવા માંગે છે

haryana vip candidate , Haryana Vidhan Sabha Election Results 2024
Haryana Vidhan Sabha Election Results 2024 : અનિલ વિજ, વિનેશ ફોગાટ, સીએમ નાયબ સિંહ સૈની, ભૂપેન્દર સિંહ હુડ્ડા (તસવીર – એક્સપ્રેસ)

Haryana Vidhan Sabha Election Results 2024, હરિયાણા વિધાનસભા ચૂંટણી : હરિયાણાની ચૂંટણીમાં ભાજપ અપ્રત્યાશિત જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ બતાવી રહ્યા છે કે રાજ્યમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. મોટી વાત એ છે કે આ વખતે ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમતી મળી છે. જોકે ચૂંટણી પહેલા એવી આશા રાખવામાં આવી રહી હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવશે.

આ ચૂંટણીમાં ઘણા એવા ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જેના પર સૌની નજર હતી. આ ઉમેદવારોમાં કેટલાક એવા પણ છે જે મોટા રાજકીય પરિવારમાંથી આવે છે તો કેટલાક ખેલાડી પણ છે. ઘણા એવા નેતાઓ પણ છે જેમનો પ્રભાવ રાજ્યથી લઈને દેશ સુધી છે.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હુડ્ડા, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ, રેસલર વિનેશ ફોગાટ, પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા સહિત ઘણા ઉમેદવારો છે જેમના પરિણામ બધા જાણવા માંગે છે. આવો જાણો આ બધા વીવીઆઈપી ઉમેદવારો વિશે.

આ પણ વાંચો – નાયબ સિંહ સૈની ભાજપ માટે સાબિત થયા તારણહાર, શું ખટ્ટરની વિદાયથી ખુલ્યા પાર્ટીના દરવાજા?

હરિયાણા રાજ્યના તમામ વીઆઈપી ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટીવિધાનસભા સીટજીત/ હાર
1.નાયબ સિંહ સૈનીભાજપલાડવાજીત
2.ભૂપિંદર સિંહ હુડ્ડાકોંગ્રેસગઢી સામ્પલાજીત
3.અનિલ વિજભાજપઅંબાલા કેન્ટજીત
4.દુષ્યંત ચૌટાલાJJPઉચાના કલાંહાર
5.વિનેશ ફોગાટકોંગ્રેસજુલાનાજીત
6.સાવિત્રી જિંદાલઅપક્ષહિસારજીત
7.અભય સિંહ ચૌટાલાINLDએલેનાબાદહાર
8.આરતી રાવભાજપએટેલીજીત
9.દિગ્વિજય સિંહ ચૌટાલાJJPડબવાલીહાર
10.શ્રુતિ ચૌધરીભાજપતોશામજીત
11.ભવ્ય બિશ્નોઈભાજપઆદમપુરજીત
12.ઉદયભાનકોંગ્રેસહોડલહાર
13.આદિત્ય સુરજેવાલાકોંગ્રેસકૈથલજીત
14.ગોપાલ કાંડાહરિયાણા લોકહિત પાર્ટીસિરસાહાર

હરિણાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે.

Web Title: Haryana assembly election results 2024 vip candidate full list ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×