scorecardresearch
Premium

Happy New Year 2025: નવું વર્ષ 1 જાન્યુઆરીએ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને રસપ્રદ કહાણી

Happy New Year 2025 History, Importance: 1 જાન્યુઆરી પર દુનિયાભરમાં નવું વર્ષ ઉજવાય છે. શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ થાય છે કેમ નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે? અહીં તેનો જવાબ આપવામાં આવ્યો છે.

Happy New Year 2025 | Happy New Year
Happy New Year 2025: 1 જાન્યુઆર થી દુનિયાભરમાં નવું વર્ષ શરૂ થાય છે. હેપ્પી ન્યુ યર 2025 (Photo: Freepik)

Happy New Year 2025 History, Importance in Gujarati: 1 જાન્યુઆરી થી દુનિયાભરમાં નવું વર્ષ શરૂ થાય છે. વર્ષ 2024ને અલવિદા કહેવાશે અને વર્ષ 2025નું સ્વાગત કરવામાં આવે છે. 1 જાન્યુઆરી પર નવું વર્ષ કેમ ઉજવાય એવો સવાલ તમારા મનમાં ક્યારેય થાય છે? 1 જાન્યુઆરી પર નવું વર્ષ ઉજવવાનો ઇતિહાસ શું છે, જેના વિશે જાણકારી આપવામાં આવી છે.

હકીકતમાં, રોમન સંસ્કૃતિનું પ્રથમ કેલેન્ડર માર્ચ મહિનામાં શરૂ થતું હતું. માર્ચનું નામ મંગળ ગ્રહના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે માત્ર 10 મહિના, ઉપરાંત 8 દિવસનું એક સપ્તાહ પણ રહેતું હતું.

Happy New Year 2025 Wishes | Happy New Year 2025 Wishes In Gujarati | Happy New Year 2025 Wishes Messages | Happy New Year 2025 Wishes Photos | Happy New Year 2025 Wishes Quotes | Happy New Year 2025 Wishes Status Photo | નવા વર્ષ 2025 શુભેચ્છા સંદેશ | હેપ્પી ન્યુ યર 2025 શુભકામના સંદેશ

આ પછી ઇ.સ. પૂર્વ 46માં જુલિયસ સીઝર સત્તા પર આવ્યા પછી કેલેન્ડરમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ માટે તેમણે એલેક્ઝાન્ડ્રિયાના ખગોળશાસ્ત્રી સોસિજેનસની સલાહ લીધી હતી.

આ દરમિયાન જાણવા મળ્યું કે પૃથ્વી 365 દિવસ અને છ કલાકમાં સૂર્યની આસપાસ ફરે છે. તેને ધ્યાનમાં રાખી જૂલિયન કેલેન્ડરમાં વર્ષ 365 દિવસ કર્યા અને 1 જાન્યુઆરી થી નવા વર્ષની શરૂઆત કરી.

પ્રારંભિક રોમન દેવતા જાનુસના માનમાં પ્રથમ તારીખ પસંદ કરવામાં આવી હતી. એવું પણ માનવામાં આવે છે કે 4000 વર્ષ પહેલા પ્રાચીન બેબીલોનિયન સભ્યતા દરમિયાન 11 દિવસ સુધી નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હતી. આ ઉજવણીનું નામ અકિતુ (Akitu) હતું.

આ પણ વાંચો | Happy New Year 2025 Wishes: હેપ્પી ન્યુ યર 2025 શુભેચ્છા સંદેશ

આ ઉપરાંત કોઈ પણ કેલેન્ડર સૂર્ય ચક્ર અને ચંદ્ર ચક્રની ગણતરી પર આધારિત હોય છે. ચંદ્ર ચક્ર પર આધારિત કેલેન્ડરોમાં 354 દિવસ હોય છે જ્યારે સૂર્ય ચક્ર પર આધારિત કેલેન્ડરોમાં 365 દિવસ હોય છે.

ગ્રેગોરિયન કેલેન્ડર સૂર્ય ચક્ર પર આધારિત છે જેનો ઉપયોગ મોટાભાગના દેશોમાં થાય છે.

Web Title: Happy new year 2025 history importance and significance why new year celebration on 1 january as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×