scorecardresearch
Premium

Happy New Year 2025 : ગુજરાત સહિત વિશ્વભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી, લોકોમાં અનેરો ઉત્સાહ

Happy New Year 2025 Celebrations Updates : વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને આતશબાજી સાથે નવા વર્ષને વધાવ્યુ

Happy New Year 2025 Celebrations, New Year Celebrations
ભારતમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા (તસવીર – એક્સપ્રેસ)

Happy New Year 2025 : વિશ્વમાં વર્ષ 2025ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત સહિત વિશ્વભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી છે. નવા વર્ષને આવકારવા માટે લોકોમા અનેરો ઉત્સાહ છે. ડાન્સ પાર્ટી કરી લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આતશબાજી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સીજી રોડ, સિંધુ ભવન રોડ પર લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે અને નવા વર્ષને વધાવી રહ્યા છે. ભારતના મુંબઈ, દિલ્હી, બેંગલોર, કોલકાતા, ચેન્નાઇ સહિત વિવિધ શહેરોમાં નવા વર્ષની આતશબાજી કરવામાં આવી હતી.

નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું

નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીટીબાટી રિપબ્લિકનો ભાગ છે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરમાં નવા વર્ષનું આગમન થઇ ગયું છે. ઓકલેન્ડ અને સિડનીમાં શાનદાર ઉજવણી જોવા મળી હતી. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશમાં નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે. કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો પછી ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નિયુ ટાપુઓમાં ઉજવવામાં આવે છે.

વિશ્વના લગભગ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે

વિશ્વના લગભગ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. કિરીટીમાટી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમોઆ, ટોંગા, પાપુઆ ન્યુ ગિની, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. પૃથ્વીના પરિભ્રમણ અને ટાઇમ ઝોન મુજબ કિરીટીમાટી દ્વીપ અને ન્યૂઝીલેન્ડમાં 31 ડિસેમ્બરના રોજ સૌથી પહેલા રાતના 12 વાગે છે. આ જ કારણ છે કે આ બે સ્થળોએ નવું વર્ષ સૌથી પહેલા ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો – નવા વર્ષ પર પોતાને બેસ્ટ બનાવવા માટે લો આ 10 વચનો, જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન

વિશ્વને રેખાંશના આધારે 24 ટાઇમ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, દરેકનો પોતાના સ્ટાન્ડર્ડ ટાઇમ છે. આથી નવા વર્ષની ઉજવણી વિવિધ દેશોમાં અલગ અલગ સમયે કરવામાં આવે છે. ભારત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST)ને અનુસરે છે, જે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC +5:30) કરતા 5 કલાક 30 મિનિટ આગળ છે.

Live Updates
00:22 (IST) 1 Jan 2025
Happy New Year 2025 Celebrations Live Updates: લખનઉમાં નવા વર્ષની ઉજવણી

https://platform.twitter.com/widgets.js

00:20 (IST) 1 Jan 2025
Happy New Year 2025 Celebrations Live Updates: ગોલ્ડન ટેમ્પલમાં નવા વર્ષ પર શ્રદ્ધાળુઓની ભીડ

https://platform.twitter.com/widgets.js

23:36 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: અમદાવાદમાં નવા વર્ષને વધાવવા આતુર

અમદાવાદમાં સીજી રોડ, સિંધુ ભવન રોડ પર લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે અને નવા વર્ષને વધાવવા માટે આતુર છે.

23:19 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: નવા વર્ષની ઉજવણી પહેલા ભોપાલમાં સુરક્ષા વ્યવસ્થા

https://platform.twitter.com/widgets.js

21:59 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: ઉજવણી માટે મુંબઈના લોકો કાર્ટર રોડ પર એકત્રિત થયા

https://platform.twitter.com/widgets.js

21:17 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: ઉત્તરાખંડના મસુરીમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા

https://platform.twitter.com/widgets.js

19:33 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: ઉજવણી માટે પર્યટકો લાલ ચોક ભેગા થયા

https://platform.twitter.com/widgets.js

19:13 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની ઉજવણી

https://platform.twitter.com/widgets.js

18:59 (IST) 31 Dec 2024
Happy New Year 2025 Celebrations Live Updates: ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન

વિશ્વમાં વર્ષ 2025ને આવકારવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીટીબાટી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી 7.30 કલાક આગળ છે. ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન થઇ ગયું છે. ઓકલેન્ડમાં શાનદાર ઉજવણી જોવા મળી રહી છે.

https://platform.twitter.com/widgets.js

Web Title: Happy new year 2025 celebrations live updates wishes photo video news in gujarati ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×