ગુરુગ્રામમાં સોમવારે એક 16 વર્ષના છોકરાએ કથિત રીતે તેની 9 વર્ષની પાડોશી છોકરીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. તેણીની હત્યા કર્યા પછી, તેણે તેના શરીર પર કપૂર રેડુંયો અને તેને આગ લગાવી દીધી. યુવતીએ તેને હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાંથી ચોરી કરતાં પકડ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે જણાવ્યું કે પીડિતા અને આરોપી બંનેના પરિવારો ગુરુગ્રામના સેક્ટર 107માં સિગ્નેચર ગ્લોબલ સોલેરાના બે અલગ-અલગ ટાવરમાં રહે છે અને તેમના વચ્ચે સારા સંબંધો પણ હતા.
શું છે પૂરો મામલો?
સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે તે બાળકીનું ગળું દબાવી રહ્યો હતો ત્યારે બાળકીની માતા એ છોકરાના જ ઘરે ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી 10મા ધોરણનો વિદ્યાર્થી છે, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે શરૂઆતમાં દાવો કર્યો હતો કે, બે ચોર ઘરમાં ઘૂસ્યા હતા અને યુવતીની હત્યા કરી હતી, પરંતુ બાદમાં તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી.
એક વરિષ્ઠ તપાસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી છોકરાએ પોલીસને કહ્યું કે તે તેને મારવા માંગતો ન હતો, પરંતુ જ્યારે છોકરીએ ચૂપ રહેવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે પકડાઈ જવાના ડરથી તેનું ગળું દબાવી દીધું. પોલીસે જણાવ્યું કે, રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સોમવારે સવારે છોકરીના પિતા ઓફિસ ગયા હતા, જ્યારે માતા અને ભાઈ આરોપીના ઘરે ગયા હતા, જે તે જ સોસાયટીના અન્ય ટાવરમાં રહેતા હતા. બાળકીની માતાને છોકરાએ પોતાના ઘરમાં જોતા આરોપી ટ્યુશન માટે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતો, પરંતુ ત્યાંથી સધો પીડિતાના ઘરે પહોંચ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરાએ કથિત રીતે તેનું ગળું દબાવ્યું હતું. ત્યારબાદ, તેણે કથિત રીતે ઘરના મંદિરમાંથી કપૂરનો ઉપયોગ કરીને તેના શરીરને આગ લગાવી દીધી.
આ પણ વાંચોઃ- રાહુલ ગાંધીના જે ભાષણના ગદગદ થઈ રહ્યો છે વિપક્ષ, સ્પીકરે ચલાવી કાતર, 100 મિનિટની સ્પીચમાં હટાવી આ બાબતો
પોલીસે કહ્યું કે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમને છોકરી મૃત અને અડધી બળેલી હાલતમાં મળી, જ્યારે છોકરો એક ખૂણામાં બેઠો હતો. પોલીસે કહ્યું કે, છોકરાએ તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને દાવો કર્યો કે, બે ચોર ઘરમાં ઘૂસી ગયા અને તેને ખરાબ રીતે માર માર્યો. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.