ગુરપ્રીત ગોગી (Gurpreet Gogi) પહેલા કોંગ્રેસી નેતા હતા, જે 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લુધિયાણા પોલીસે જણાવ્યું કે આ મૃત્યુ આત્મહત્યા છે કે દુર્ઘટનાથી ગોળીબાર થયો છે તેની તપાસ ચાલી રહી છે. ઘટના લુધિયાણાના ઘુમર મંડી વિસ્તારમાં આવેલા ગોગીના નિવાસસ્થાને બની હતી. તેમને તરત જ દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (DMCH) લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
લુધિયાણા પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહેલે જણાવ્યું કે, “ધારાસભ્યના માથામાં ગોળી વાગી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અન્ય વિગતો બહાર લાવશે. આ ઘટના આત્મહત્યા હતી કે દુર્ઘટનાથી થયેલ ગોળીબાર, તેની ચકાસણી થઈ રહી છે.”
લુધિયાણા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇન્વેસ્ટિગેશન) શુભમ અગ્રવાલે જણાવ્યું, “પ્રાથમિક તપાસ મુજબ એવું લાગે છે કે ગોગી પોતાનું હથિયાર સાફ કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો. તેમની 25 બોરની પિસ્તોલમાંથી માથામાં ગોળી વાગી હતી.”
ગોગી રાજકીય કારકિર્દી
ગોગી ચાર વખત લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને લુધિયાણા કોંગ્રેસ (અર્બન)ના પૂર્વ જિલ્લા અધ્યક્ષ હતા. તેમણે 22 વર્ષ પછી કોંગ્રેસ છોડીને 2022ના પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં પ્રવેશ કર્યો હતો. લુધિયાણા વેસ્ટ બેઠક પરથી ઉમેદવારી મળ્યા બાદ તેમણે પૂર્વ કોંગ્રેસ મંત્રી ભરતભૂષણ આશુને 7,000 થી વધુ મતોથી હરાવ્યા હતા.
ઘટનાના થોડા કલાકો પહેલા
આ ઘટના પહેલા ગોગીએ પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાન અને રાજ્યસભા સભ્ય બલબીર સિંહ સીચેવાળ સાથે બુદ્ધા નલ્લા સાફ કરવા માટે બેઠક યોજી હતી. તે બીઆરસી નગરના મંદિરની મુલાકાતે પણ ગયા હતા, જ્યાં ચોરીના કેસમાં ન્યાયની ખાતરી આપી હતી.
ગોગીનું વ્યાવસાયિક જીવન
ગોગી રાજકારણ ઉપરાંત અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા હતા. જેમાં ખાનગી હોસ્ટેલ, ગન હાઉસ અને ટેક્સી સર્વિસનો સમાવેશ થાય છે. તેઓ પ્રાચીન વસ્તુઓ માટે ખાસ ઉત્સાહ ધરાવતા હતા. તેમની પાસે વિન્ટેજ કાર્સનો સંગ્રહ છે. જેમાં જુના હથિયાર, પોસ્ટલ ટિકિટ, નાણા અને પુસ્તકોનો સમાવેશ થાય છે.
આપ પણ વાંચો । 8 વર્ષની વિદ્યાર્થીનીની સ્કૂલમાં એકાએક ઢળી પડી...
E
ગોગીએ કોંગ્રેસ છોડી આપમાં જોડાતાં અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કઠોર મહેનતના પછી પણ યોગ્ય પ્રસિદ્ધિ મળતી ન હતી, જેના કારણે તેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું.