scorecardresearch
Premium

ગુજરાત અને કેરળમાં સૌથી વધુ કોવિડ-19 ના એક્ટિવ કેસ, શું દેશમાં ફરીથી આવશે કોરોનાની લહેર?

Gujarat, Kerala Covid-19 Cases Update: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વૃદ્ધી થઈ રહી છે. અહીં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 6000 થી વધુ થઈ છે. કોરોનાના નવા કેસ તેના નવા વેરિયન્ટના છે. હાલમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ચાર સબ વેરિયન્ટ ફેલાય રહ્યા છે.

Gujarat corona cases
કેરળ પછી ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ મળી આવ્યા છે. (તસવીર: Freepik)

Gujarat, Kerala Covid-19 Cases: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વૃદ્ધી થઈ રહી છે. અહીં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 6000 થી વધુ થઈ છે. કોરોનાના નવા કેસ તેના નવા વેરિયન્ટના છે. હાલમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ચાર સબ વેરિયન્ટ ફેલાય રહ્યા છે. જોકે તેને આક્રામક માનવામાં આવી રહ્યા નથી. પરંતુ તેના ફેલાવાની ક્ષમતા ઝડપી છે. ડોક્ટરો અનુસાર, દેશમાં આ વાયરસના સંક્રમણની વૃદ્ધીની ઝડપ વધારે છે. કેરળમાં હાલ કોરોનાના લગભગ 2000 મામલા છે. આવો જાણીએ દેશમાં કયાં રાજ્યમાં કેટલા કેસ છે.

ભારતમાં કેટલા કેસ?

આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, 9 જૂને સવારે 8 વાગ્યે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 6491 હતા. જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. પરંતુ સક્રિય કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી એવો ભય છે કે શું આ કોરોનાની નવી લહેર આવશે?

કેરળ હોટસ્પોટ

દેશમાં સૌથી વધુ કોરોના કેસ કેરળ રાજ્યમાંથી નોંધાયા છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 2000 ની નજીક પહોંચી ગઈ છે. કુલ સક્રિય કેસોની વાત કરીએ તો રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1957 છે. ગઈકાલે અહીં 7 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચો: કેટલો શક્તિશાળી છે Covid-19 નો JN.1 વેરિઅન્ટ? કેટલા દિવસોમાં થઈ શકે રિકવરી? જાણો

અન્ય રાજ્યોની સ્થિતિ

કેરળ પછી ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ મળી આવ્યા છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા નીચે મુજબ છે – ગુજરાત- 980, પશ્ચિમ બંગાળ- 747 અને દિલ્હી- 728 કેસ. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 77 નવા કેસ નોંધાયા છે, જેના પછી અહીં કુલ દર્દીઓની સંખ્યા 607 થઈ ગઈ છે.

આટલા બધા દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે દેશ માટે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 624 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ માહિતી કોરોનાની સત્તાવાર વેબસાઇટ પર પણ શેર કરવામાં આવી છે. આમાંથી ઘણા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં કેટલા મૃત્યુ થયા?

9 જૂન સોમવાર સવારે 10 વાગ્યા સુધી કોરોનાથી કોઈ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. બીજી તરફ જો આપણે રવિવારની વાત કરીએ તો દેશમાં 6 દર્દીના મૃત્યુ નોંધાયા છે. MoHFW અનુસાર, આ બધા દર્દીઓ માત્ર કોવિડથી પીડિત ન હતા પરંતુ અન્ય રોગોથી પણ પીડાતા હતા. આ 6 મૃત્યુ કર્ણાટકમાં 2, કેરળમાં 3 અને તમિલનાડુમાં 1 હતા.

Web Title: Gujarat kerala covid 19 cases update rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×